રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકપોલે કામશ્રી, નયનસ્મિતની ખંજનકલા,
પ્રભાલીલા લોલે લઘુક લળતાં ગાત્ર નમણાં,
પ્રતીકો એ બાલે! નવઉગમનાં યૌવન તણા,
તને અર્પે શોભા, છલછલ છટા વીજચપલા.
વિલાસી ભ્રૂભંગો, પ્રણયભરતીના પરિબળે
હલેતો શો મૌગ્ધ્યે ઉરપ્રભવ પેલો અધખુલો
છકેલો શો ઘેલો! મદભર મરોડે મલપતો,
અધીરાં અંગોનો વિભવ છલકાવે પળપળે.
નદીના ભ્રૂભંગો, તરલ વહનો ને નરતનો,
ઉછંગે સિંધુના વિભવ ઠલવી શાંત બનતાં;
ઉમંગે શોષાઈ રસધર પયોદે પસરતાં.
હસે હાસોલ્લાસે અવનિ; ક્રમ એ છે મરમનો.
સહુ સૌન્દર્યોની સરણી ઢળતી સર્જન વિષે,
ભલે તો રેલે આ લટકમય લીલા મિષમિષે.
kapole kamashri, naynasmitni khanjanakla,
prbhalila lole laghuk laltan gatr namnan,
prtiko e bale! nawaugamnan yauwan tana,
tane arpe shobha, chhalchhal chhata wijachapla
wilasi bhrubhango, pranayabhartina parible
haleto sho maugdhye uraprbhaw pelo adhakhulo
chhakelo sho ghelo! madbhar maroDe malapto,
adhiran angono wibhaw chhalkawe palaple
nadina bhrubhango, taral wahno ne naratno,
uchhange sindhuna wibhaw thalwi shant bantan;
umange shoshai rasdhar payode pasartan
hase hasollase awni; kram e chhe maramno
sahu saundaryoni sarni Dhalti sarjan wishe,
bhale to rele aa latakmay lila mishamishe

સ્રોત
- પુસ્તક : આપણાં સોનેટ (પૃષ્ઠ ક્રમાંક 106)
- સંપાદક : ચન્દ્રશંકર ભટ્ટ
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 2007
- આવૃત્તિ : 5