રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી
જાવા હાવાં જનભૂમિએ પ્રાણ નાખે પછાડા.
કૂવાકાંઠે કમરલળતી પાણિયારી, રસાળાં
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા,
હિંડોળતાં હરિત તૃણ ને ખંતીલા ખેડૂતોનાં
મીઠાં ગીતો, ગંભીર વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરું,
ઓછી ઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરું;
ઝંખી નિંદ્રામહીં ઝબકતો, જાગતાં નિંદ લેતો.
ઘેલા હૈયા ! સહુય મળશે; કિંતુ કાલાગ્નિમાંથી
સંભાળેલાં સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચાયેલું અબ નીરખવું મોઢું કયાં માવડીનું ?
વ્હાલી તો યે જનનીરહિતા જન્મભૂમિ ન તોષે,
જીવું ઝંખી જનનીસહિતા જન્મભૂમિ વિદેશે.
gali lambo samay durnan dohylan pani pi pi
jawa hawan janbhumiye pran nakhe pachhaDa
kuwakanthe kamaralalti paniyari, rasalan
kshetre kshetre anilalahre Doltan annpurna,
hinDoltan harit trin ne khantila kheDutonan
mithan gito, gambhir waDla, shambhunun jeern dherun,
wagoltan dhan, uDi rahyo wawto wyom gerun,
ochhi ochhi thati bhagini, langotiya balya bherun;
jhankhi nindramhin jhabakto, jagtan nind leto
ghela haiya ! sahuy malshe; kintu kalagnimanthi
sambhalelan smritisumanna sarwela parage
sinchayelun ab nirakhawun moDhun kayan mawDinun ?
whali to ye jannirahita janmabhumi na toshe,
jiwun jhankhi jannisahita janmabhumi wideshe

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000