રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીકમહીં આ રાસ રમવા,
ચઢી ચોપાસે જો પ્રલયપૂર વ્યાપે પલકમાં
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા!
ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વફરતા
ફરે ઝંઝાવાતો, ફરીફરી બધું યે જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથી યે પ્રલયપૂર તો એક ગ્રહજે.
અને પ્હાડોના જો વીજતણખથી કોઠ જ ફૂટે
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજ રજે,
પરંતુ વજ્રો શા દૃઢ વીજકડાકા કદિ ખૂટે
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે!
નિસાસા, આંસુને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા! તુજમય નવા સર્જનમહીં.
prbho! chhankari de sakal grah, tara, udadhiman,
ane sankeli le ghaDikamhin aa ras ramwa,
chaDhi chopase jo pralaypur wyape palakman
grhi leje marun drigjal, khutye shaktimahima!
trute gebi guha, anal sarkha wishwapharta
phare jhanjhawato, phariphri badhun ye jag sijhe;
khute e wayu to hridayabharman dah dawta
nisasamanthi ye pralaypur to ek grahje
ane phaDona jo wijatanakhthi koth ja phute
una angarathi gaganpat wyape raj raje,
parantu wajro sha driDh wijakDaka kadi khute
are aa haiyani uradhbak ekad grahje!
nisasa, ansune uradhbak sarwe muj wahi
thashe nakki dewa! tujmay nawa sarjanamhin

સ્રોત
- પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
- પ્રકાશક : વોરા એન્ડ કંપની
- વર્ષ : 1966
- આવૃત્તિ : 2