thoDe sudhi ja - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

થોડે સુધી જ

thoDe sudhi ja

ઉશનસ્ ઉશનસ્
થોડે સુધી જ
ઉશનસ્

થોડે સુધી પુર, ઈંટચણ્યાં મકાન,

તેને અડી પછી પડ્યું નર્યું આસમાન

થોડે સુધી પદચિહ્નિત માર્ગ, ને પછી

નિશ્ચિહ્ન અસ્લુસૂલ ગાઢ વનો તૃણશ્રી!

થોડે સુધી વસતિ, કૃષિ, ચૌટું, દેવળ;

તેના પછી નરી પહાડી અને સમંદર!

આટલી ઇતિહાસની પોપડી; નીચે

જૂનો પ્રવાહી ગ્રહ હજી ઊનો ઊનો!

ને કાળ કાઢી શકું જો ઘડિયાળ બ્હાર તો

—તો આદ્ય શ્વસતો ખીણમાં, ગુહામાં;

આટલે લગી શબ્દખલેલ શૂન્યમાં,

તેના પછી નિરવધિ નર્યું મૌન નિસ્તલ.

થોડે સુધી રુધિરે હજી સભ્યતા-નય,

સ્પદે નીચે પરમ વિસ્મય આદ્યનો લય!

(ર૭-૬-૬પ)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 378)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996