રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલીલો કોમળ ઘાસથી હર્યુંભર્યું મેદાન આ વિસ્તર્યું,
નીચી ડોક નમાવી અશ્વ ચરતા, ત્યાં તો વહેતી હવા
ભીની માદક ને મથે શિર જરા ઊંચું કરી સૂંધવા
અશ્વો, મસ્ત છલાંગતું મન રહે એનું ધર્યું ને ધર્યું.
પાયે બંધન, કાય સાવ નબળી, અંધારું આંખે ભર્યું
જાણે કાયમ ડાબલા, પણ થતું સામે નવાં ને નવાં
બીડો સૂર્યપ્રકાશથી ઝળહળે, ઝંખી મરે આંબવા
આધેરી ક્ષિતિજે, — શું પૂર પળમાં આવ્યું ન ત્યાં ઓસર્યું!
અશ્વો પુચ્છ ઉછાળતા હણહણે, પાછા નમીને ચરે,
ને જે હોડ હવાની સાથ કરતું, સ્પર્શી જતું ઘ્રાણને
આજે માત્ર, કદાપિ પૂર પળનું જો રોમરોમે ચડે,
કોઠે બંધન જે પડયાં સકળ તે એવાં કઠે આખરે
ને આ મસ્ત હવા જરાક પજવે અશ્વો તણા પ્રાણુને,
તો તો તેજી તુખાર, રંગ પલટે, આકાશ ઓછું પડે.
lilo komal ghasthi haryumbharyun medan aa wistaryun,
nichi Dok namawi ashw charta, tyan to waheti hawa
bhini madak ne mathe shir jara unchun kari sundhwa
ashwo, mast chhalangatun man rahe enun dharyun ne dharyun
paye bandhan, kay saw nabli, andharun ankhe bharyun
jane kayam Dabla, pan thatun same nawan ne nawan
biDo suryaprkashthi jhalahle, jhankhi mare ambwa
adheri kshitije, — shun poor palman awyun na tyan osaryun!
ashwo puchchh uchhalta hanahne, pachha namine chare,
ne je hoD hawani sath karatun, sparshi jatun ghranne
aje matr, kadapi poor palanun jo romrome chaDe,
kothe bandhan je paDyan sakal te ewan kathe akhre
ne aa mast hawa jarak pajwe ashwo tana pranune,
to to teji tukhar, rang palte, akash ochhun paDe

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989