joish aa hriday bhitar - Sonnet | RekhtaGujarati

જોઇશ આ હૃદય ભીતર

joish aa hriday bhitar

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
જોઇશ આ હૃદય ભીતર
હરિશ્ચંદ્ર ભટ્ટ

જોઈશ હૃદય ભીતર એક વાર?

પારેવડું ગરીબડું રડતું ઘવાયું.

ના હોંશ કૂજન તણી, ઊડવાની યે ના;

પાંખો ગઈ, ગઈ વળી દિવસોની ઉષ્મા.

આવે બિચારું તુજ હાથ મહીં લપાવા

જેણે ફરી ફરી ધરી કણ ભૂખ ભાંગી;

ને કૂજને હૃદયનો રણકાર પૂરી

જેને નચાવી રીઝવ્યું હતું કૈંક વેળ.

જાય કયાં, કયમ ભૂલે દિવસોની મૈત્રી

જ્યારે હવે નવ રહી ઊડવાની હામ?

તેં ખોળલે લઈ રમાડ્યું, હવે ખસેડે

શાને પૂછે હૃદયને નહિ બીજી વાર?

થૈને કૃતઘ્નીની કરી ચંચુ-પ્રહાર ક્યારે

ડાર્યા કદી તુજ વત્સલ હાથ એણે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000