રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(શિખરિણી-સૉનેટ)
અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા!
અહો એ વેગીલા શત શત સર્યાં પ્હાડથી ઝરા!
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યાં!
હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગશું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું - તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;
બધી ઇન્દ્રિયો ને મન પણ હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ
(shikharini saunet)
aho e ashwo, e taDit shi twara, khundti dhara
khario e, khullan harit chariyano gajawti
mahaheshao e atal unDun akash bharti;
jara wagi eDi, gagan uDta lakshyadhira!
aho e wegila shat shat saryan phaDthi jhara!
jhalata na jhalya, tat ubhayne uchchhli jata;
mahamoje tani taruwar, guhao gajawta
phino phutkaranta walawamalbanka balbharyan!
hwe dhime dhime ghatatun matatun jay jiwan;
bujhata diwani shagashun, awlo way pawan;
drigo tunkun bhale pag najikanun te ya dhundhalun;
pago tunki chale ghar mahin phare re haluhalu;
badhi indriyo ne man pan hwe shant, shithil
jagat jane gunthyun jeew jakaDatun jalun jatil

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 1995