taru smit - Sonnet | RekhtaGujarati

તારું સ્મિત

taru smit

જશભાઈ કા. પટેલ જશભાઈ કા. પટેલ
તારું સ્મિત
જશભાઈ કા. પટેલ

તારે હતું હૃદય ભવ્ય વિરાટ ગાન

ને માહરું સકલ છેક હતું પ્રશાન્ત;

કિન્તુ થયા ઉર કશા તુજ કોડ એવા

મારે ઉરે હૃદય તારું સમર્પી દેવા!

મારું જ્યહીં હૃદય મૂળથી મૂઢ સાવ

ત્યાં શી લગીર પ્રતિસ્પંદ તણી આય?

ને આદર્યું વિરલ તાંડવ નૃત્ય રોષે

તેં; તોય ના હૃદય માહરું મૂઢ ડોલે!

થંભી ગઈ, વ્યરથ નૃત્ય ગયું, પરંતુ

ના આશ છોડી મુજ અંતરસ્પંદનાની;

ને આખરે મધુરવા સ્મિત વાટ ત્યાં તું.

વ્હાવી રહી સતત સંગીતલ્હેર ઝીણી!

ત્યાં મારે કશું કૈં

હૃદય સળકતું? મંદ્ર ઝંકાર શા આ?

ધીરે ઘીરે ઊઠન્તા

અકલ મુજ ઉરે સ્પંદ જાણ્યા કદી ના!

(અંક ૨૩૨)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 102)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991