રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી રહે સકલ કલિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે, અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી રહે, જલછલક જોબંનવહને
વહે, જ્યારે ના રહે ક્ષણ પણ ધરા તમ તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન રહે તે પર ઢળી,
નવાણોયે કાંઠાભર રગરગે રહે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
chhakeli phalguni chhalbal chhata shi prithiwini!
dishao mukine man khilakhilate malakti,
wanoni mastani maghmagh parage chhalakti
wasante jagi rahe sakal kali jyare rasbhini;
ane peli warsha, jharmar nahin, dhodh warsi
badhi sima lope, ati trishit je grishmadahne
nawano nachi rahe, jalachhlak jobannawahne
wahe, jyare na rahe kshan pan dhara tam tarsi;
tada mari haiyakali adhkhuli phull pulke,
ane pyaran maran sahu swapan rahe te par Dhali,
nawanoye kanthabhar ragarge rahe khalabhli,
adithan swapne shan nayan sartan door mulke!
hase warshe warshe ritu hridayne be ja gamti,
sada saundaryoni rasasbhar jyan srishti ramati!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000