agninun awahan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અગ્નિનું આવાહન

agninun awahan

પૂજાલાલ દલવાડી પૂજાલાલ દલવાડી
અગ્નિનું આવાહન
પૂજાલાલ દલવાડી

(પૃથ્વી)

ગુહાનિહિત આદિ–અગ્નિચિનગારી જાગી ઊઠો!

ઊઠો ભડભડી જ્વલંત નિજ અંગ વિસ્તારતી!

ઊઠો પરમ પાવકો! જડ સમાધિ ત્યાગી ઊઠો,

યુગાંધતમ ઘોર રાત વિલસંત શૂલો વતી

વીંધો, ભસમસાત દુર્ગ તમના કરો રોષમાં,

ચીરી કઠણુ કાળજું મલિન કારમા કાળનું,

અનંત યુગની ક્ષુધા લઈ ચડો મહાકાશમાં;

પ્રતિધ્વનિત થાવ ગાન તહીં મૌનમાં જ્વાળનું.

તું પ્રેર શુભ પ્રેર, વેગભેર પ્રેર, અગ્નિ મને

ક્ષણે વિરમ ના, વિરામ મુજને ના દે ક્ષણે.

પ્રચંડ તવ જ્વાળને પ્રતિપળે ઊંચે ને ઊંચે

ઉછાળ, રચી વીજવલ્લરીમયી શિખાની સીડી,

અનંત શિવ ધામમાં અચળ એહને ટેકવી,

મને સતત આપ ઊર્ધ્વ ગતિ, અગ્નિ! તારી ફૂંકે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983