ek madhyrate - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક મધ્યરાતે

ek madhyrate

રાવજી પટેલ રાવજી પટેલ
એક મધ્યરાતે
રાવજી પટેલ

અરે, ઓચિંતું, થઈ ગયું શું સ્હેજ પરસે!

પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં!

ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં

હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં!

અને હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા

નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા. સ્હેજ ચમક્યું

સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.

જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.

વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.

સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)