de payghunt, maiya! - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દે પયઘૂંટ, મૈયા!

de payghunt, maiya!

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
દે પયઘૂંટ, મૈયા!
ઉમાશંકર જોશી

(આત્માનાં ખંડેર : સૉનેટમાલા)

રાતેદિને નિશિદિવાસ્વપને લુભાવી,

દેતી ચીજો વિવિધ ને લલચાવી ભોળો.

રાખે મને નિજથી નિત્ય તું દૂર બાળ.

તારા સમી જનનીયે કરશે ઉપેક્ષા?

શાને વછોડતી, અરે! નથી થાવું મોટા.

હું તો રહીશ શિશુ નિત્યની જેમ નાનો.

નાનો શિશુહકથી ધાવણસેર માગું,

દૂધથી છૂટી ભ્રમે થવાય મોટા.

રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા

કમૂખા પૂંઠે, વળી દિને રવિહીરલો તે

અંબારતેજ મહીં છાતી રહે છુપાવી.

રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,

ને ના પટાવ શિશુને, બીજું કૈં જોયે

થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા !

[મુંબઈ, ર૬-૮-૧૯૩૪ (નિશીથ)]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005