રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો, અડસઠ જલે સ્નાન કરિયાં,
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ! પુનિત એક્કે તીરથ, જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની!
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની!
અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં'તાં વાતોએ, નયન નમણાં ને સખીતણાં
ઢળ્યાં'તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતઝરા!
મને એ ચક્ષુમાં પ્રભુ! જગતતીર્થોત્તમ મળ્યું.
(૯-૯-પ૪)
bhamyo tirthe tirthe dhari ur manisha darashni
puri, kashi, kanchi, awadh, mathura ne awar sau
bhamyo yatradhamo, aDsath jale snan kariyan,
wali sathe lawyo wimal ghat gangodak bhari
chhatan re na ladhyun prabhu! punit ekke tirath, jyan
shake mari chhipi charam manisha tun darashni!
ane ewa jhajha din wahi gaya shodhan mahin,
wahya ethi jhajha satat ghatmale jiwanni!
ame be sanjukan sahj maDhiote nit pathe
walyantan watoe, nayan namnan ne sakhitnan
Dhalyantan watsalye, mridul nawjata kali pare
jhuki, Dhanki jene adhapardha palaw thaki
uchhange piwaDi angal rahi amritajhra!
mane e chakshuman prabhu! jagattirthottam malyun
(9 9 pa4)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000