ballukakane anjali - Sonnet | RekhtaGujarati

બલ્લુકાકાને - અંજલિ

ballukakane anjali

નિરંજન ભગત નિરંજન ભગત
બલ્લુકાકાને - અંજલિ
નિરંજન ભગત

હજી શ્રવણમાં શમે રણકો, રમે સ્પષ્ટ શો;

કઠોર ક્દી ઉગ્ર વજ્ર સમ તીવ્ર કો ત્રાડ શો,

સુકોમલ કદીક મંદ મૃદુ રે નર્યા લાડ શો,

હજી સ્વપ્નમાંય તે નવ જણાય જે નષ્ટ શો

તમે મનુજ જંતુડા? અગર સત્યની પૂર્તિ શો

હતો તમ કંઠ જ્યાં પ્રખર ગ્રીષ્મના સૂર્ય શો

તમે મનુજ જંતુડા? અગર સ્નેહની સ્ફૂર્તિ શો.

હતો તમ કંઠ જ્યાં શરદ શાંત માધુર્ય શો,

સુણ્યો ક્ષણ એક બે, પણ સુણ્યો દિનોના દિનો,

બહુ પ્રહર, ચા સમે, સ્વપ્ન-સ્નેહ-આલાપમાં;

અને અવ શું શબ્દ શબ્દ સહુ ગ્રંથના જાપમાં

નિરંતર મ્હેકશે મૃદુ તીવ્ર એનો હિનો?

સદા નીતરી નીંગળે હૃદય છાની બાની સરે,

હવે ચકિત કર્ણ કાળ પણ મુગ્ધ સુણ્યા કરે.

સ્રોત

  • પુસ્તક : છંદોલય (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સર્જક : નિરંજન ભગત
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2008
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ