આવ્યાં છો તો અહીં જ રહી જાઓ હવે, રાહ જોઈ
થાકેલાં આ નયન મીંચવા દો તમારા ઉછંગે;
કહેવાની છે કથની હજી તો દુઃખની; રોઈ રોઈ
ગાળ્યા લાંબા વિરહદિન આશ્વાસનોના ઉમંગે.
લંબાવીને ભુવન ભરતું ગાઢ ઘોરે તમિસ્ર
જેમાં તારાગણ નહીં, નહીં ચાંદની ચંદ્રમાની;
એકાન્તોના હતું અધરપે મૌન જામ્યું અમિશ્ર,
હેરાયે ના કિરણરવની ઝાંખીયે જ્યાં નિશાની.
આવ્યાં છો તો અહીં જ રહી જાઓ હવે પાસ મારી,
વાંછું મારે ભવન દ્યુતિછાયા તમારી છવાય;
જામે રાત્રિ દિવસ રસના ઉત્સવો ચિત્તહારી,
સૌની જીભે વિરલ ઊજળું ભાગ્ય મારું ગવાય.
સ્થાને સ્થાને તમ સહ રહો નામ ઉલ્લેખ મારો;
કે વિશ્વે ના અસફલ બને યોગ મારો તમારો.
awyan chho to ahin ja rahi jao hwe, rah joi
thakelan aa nayan minchwa do tamara uchhange;
kahewani chhe kathni haji to dukhani; roi roi
galya lamba wirahdin ashwasnona umange
lambawine bhuwan bharatun gaDh ghore tamisr
jeman taragan nahin, nahin chandni chandrmani;
ekantona hatun adharpe maun jamyun amishr,
heraye na kiranarawni jhankhiye jyan nishani
awyan chho to ahin ja rahi jao hwe pas mari,
wanchhun mare bhawan dyutichhaya tamari chhaway;
jame ratri diwas rasna utswo chitthari,
sauni jibhe wiral ujalun bhagya marun gaway
sthane sthane tam sah raho nam ullekh maro;
ke wishwe na asaphal bane yog maro tamaro

સ્રોત
- પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1978