અહીં આ પૃથ્વીના પટ ઉપર કૈં ફુલ્લ, નમણાં,
નિહાળું છું કૂંળાં કમળ-મુખડાં બાળક તણાં:
કશાં ભોળાં; હસું હસું થતાં, સાવ અમથાઃ
સ્મિતાળું જો ભાળે વદન, હસતાં તુર્ત, બમણાં.
ફરું જ્યાં જ્યાં, ત્યાં ત્યાં સુભગ શિશુઓ કેરી રમણાઃ
નચિંતાં કલ્લોલે જગત-રસમાં મગ્ન જ ઘણા.
ન ઑથારો ભારી, હૃદય પર કારી, ગત તણા:
ન આવી ઊભા રહે દૃગ પજવતાં ભાવિ સમણાં:
પુરાણો અશ્વત્થ પ્રકટિત નવો આ નિત લહું.
મહોલ્લાસે કાંઇ, ફૂટતી ટીશીઓ નીરખી રહું.
જરી વાયુ-લ્હેરે રણઝણી રહે મોદિત અહો!
નવા ચ્હેરા; રૂડાં સ્મિત-નયનનું આ જગ ચહું.
અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા:
વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.
(૧૯૮૦)
ahin aa prithwina pat upar kain phull, namnan,
nihalun chhun kunlan kamal mukhDan balak tananh
kashan bholan; hasun hasun thatan, saw amtha
smitalun jo bhale wadan, hastan turt, bamnan
pharun jyan jyan, tyan tyan subhag shishuo keri ramna
nachintan kallole jagat rasman magn ja ghana
na autharo bhari, hriday par kari, gat tanah
na aawi ubha rahe drig pajawtan bhawi samnanh
purano ashwatth praktit nawo aa nit lahun
mahollase kani, phutti tishio nirkhi rahun
jari wayu lhere ranajhni rahe modit aho!
nawa chhera; ruDan smit nayananun aa jag chahun
anadi akashe abhinaw nawonmesh sawitah
wahe taji taji prithiwi patpe aadi kawita
(1980)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 63)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000