સૉનેટ
સૉનેટ એ 14 પંક્તિ ધરાવતું ઉર્મિકાવ્ય છે. કથયિતવ્યમાં આવતો વળાંક, પલટો કે ઊથલો અને અંતે આવતી ભાવની પરાકાષ્ઠા કે અર્થપૂર્ણ ચમત્કૃતિ સૉનેટના પ્રાણભૂત તત્વો ગણાવાયાં છે. 1888માં બલવંતરાય ઠાકોર દ્વારા રચાયેલ સૉનેટ ‘ભણકારા’ને ગુજરાતી ભાષાનું પ્રથમ સૉનેટ ગણવામાં આવે છે. વીતેલાં વર્ષોમાં ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરવામાં સૉનેટનો મોટો હિસ્સો છે. એકવીસમી સદીમાં પણ સૉનેટ સ્વરૂપ ઓછેવત્તે અંશે ખેડાતું રહ્યું છે.