Sukh dukhna sathi - Short Stories | RekhtaGujarati

સુખદુઃખનાં સાથી

Sukh dukhna sathi

પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલ
સુખદુઃખનાં સાથી
પન્નાલાલ પટેલ

‘કોઈ આંધળીને પાઈ પૈસો આપો માબાપ!’ ફૂટપાથની ધાર પર બેસી એક બાઈ પોકારી રહી હતી.

‘માબાપ, કોઈ લૂલાંલંગડા પર દીયા કરો બાપ!’ બાજુમ્થી એક બેઉ પગે લંગડાનો અવાજ આવ્યો.

‘કુણ જાણે નખ્ખોદિયાં ક્યાંથી ટળે છે? જ્યાં જઉં છું ત્યાં કેડે ને કેડે...’ બબડતી બબડતી પેલી આધળી બાઈ ઊઠી અને દીવાલને ભોમિયો બનાવી ચાલવકા લાગી.

‘એ બેસ બેસ, હું જઉં છું.’ પેલા અપંગે ઢસેડાતદા કહ્યું.

‘તારા બાપનો રસ્તો છે?’ એને બદલે, આવું કહેનાર પહેલું માણસ સાંભળતા, તે બાઈને મશ્કરી લાગી. આસ્તે આસ્તે ચાલતા તેણે કહ્યું, ‘જવું’તું ત્યારે તારું મૂળ જવા અહીં પાસે ઘલાણો’તો?’

‘ના ના, ખરું કહું છું, બેસ.’ લગડાએ કહ્યું અને પછી હસતાં હસતાં ઉમેર્યું : ‘અમથું ગયેલા મૂળનું મૂળ સું કામ કાઢે છે?’ એટલામાં રસ્તે જતા ધાર્મિક માણસને દેખતાં એનો અન્નપૂર્ણા જેવો વાડકો ધરતા બોલી પડ્યો : ‘લંગડાને કોઈ આલો માબાપ!’

‘આંધળીને પી પૈસો આલો માબાપ!’ કહી બાઈએ પણ ઝટ પીઠ ફેરવતાં વાડકો ધર્યો; પેલો શેઠે લંગડાના વાડકામાં પાઈ નાખી. ખણખણાટક સાંભળતાં પાછી પેલી બાઈ આર્જકવી રહી. શેઠને ચાલી જતા જોઈ લંગડાએ ભલામણ કરી : ‘આ આંધળીને આલતા જાઓ શેઠ!’

શેઠને દયા આવી, અને પાછા ફરતા ખીસામાંથી પાઈ કાઢતાં કાઢતાં જાય તે પહેલાં તો વાડકામાં કશુંક ખખડ્યું. શબ્દો જીભ પર રહ્યા. ગુસ્સો વાયરે ભળ્યો.

શેઠનકા ગયા કેડે, દૂર દૂર નજર દોડાવી લઈ. લંગડાએ હજુ ઊભી રહેલી બાઈને વલી કહ્યું : ‘લે બેસ, હું જઉં છું.’

પેલી બાઈ બેઠી, અને લંગડાના ખસવાનો અવાજ આવતાં બોલી : ‘બેસ ને તું ય. કાંઈ મારા કરમમાંથી થોડુ લઈ લેવાનો છે?’

‘પણ પાછી મૂળ કાઢે તો?’

‘તું તો કે’તો’તો ને કે મૂળ રે’વા સરખું તો કોઈ નથી?’ સહેજ મોં મલકાવતા બાઈ બોલી, અને પછી પેલા શેઠને કહેલું યાદ આવતા મોં ચઢાની ઉમેર્યું, ‘જો પાછો પેલા શેઠને કહ્યું એવું ફરી કે’તો!’

‘અરે ગાડી, એમ કહ્યું તો પાઈ મળી! એમાં તારું શું ગયું?’

બાઈએ તેના તરફ ફક્ત ડોકું ફેરવ્યું. લંગડાએ એની નાચતી પાંપણો પરથી પારક્યું કે અંધ આંખોમાં મોહિની છે.

પેલીએ એનું કામ શરૂ કર્યું, ‘આંધળીની કોઈ દિયા કરો માબાપ. કોઈ પાઈ પૈસો...’

‘શું કામ મોઢું દુખાડે છે? કોઈ આવતું હશે તો હું કાંઈ નાહ બોલું? ટલે તું બોલજે.’

બાઈને પણ વાત ગમી. થયાં રોજની ટેવ પ્રમાણે બોલી જકવાતું હતું. અને જ્યારે પેલો લંગડો બોલતો ત્યારે વલી બમણાં વેગે બોલતી.

એમ કરતાં અંધારું પડ્યું. પેલી બાઈ ઊઠી ચાલવા લાગી.

‘ક્યા જઈશ? તારે ક્યા ઠામઠેકાણું છે?’ કલંગડાએ પૂછ્યું.

‘તારે શી પચાત? જઈશ મારે જ્યાં હઈશ ત્યાં! ભિખારીને વળી ઠામઠેકાણાં શા!’ ચાલતાં ચાલતાં તે બોલી જવાબની આશા હતી પણ વ્યર્થ ગઈ.

લંગડો કંઈ બોલ્યો. તેણે પણ હમણાં બેચાર દિવસથી ગણેલા નવા ઘર તરફ સરકવા માંડ્યું.

બીજે દિવસે સૂર્યના આવતા પહેલા લંગડો પેલો ઠેકાણે આવી બેટો, અને પેલી બાઈની પ્રતીક્ષા કરવા લાગ્યો. થોડી વાર ગકેડે દૂરથી તે બાઈ આવતી દેખાઈ. લંગડાએ બમણા વેગે ઘાટો પાડ્યો. ‘કોઈ દિયા કરો રે સેઠ! કોઈ લંગડાને પાઈ પૈસો...’

પેલી બાઈ પણ તેનાથી થોડે છેટે બેસી દયાળુઓને આર્જવી રહી. ‘કભગવાન તમારું ભલું કરે શેઠ! કોઈ...’

બપોર ચઢ્યે ઘરાકોની અવરજવર ઓછી થતા, લંગડાએ તે બાઈ તરફ સરકતા પૂછ્યું. ‘કેટલા પૈસા આવ્યા?’

‘એક આનો ને બે પાઈ. તારે કેટલા થયા?’ બાઈએ પૂછ્યું.

‘મારે તો એક આનામા બે પાઈ ઘટે છે.’ એટલામાં તો લંગડો છેક પાસે આવી લાગ્યો હતો.

થોડીવાર ચુપકીદી છવાઈ.

‘તારું’ નામ શું? લંગડાએ પૂછ્યું.

‘તારે શું કામ છે? તારું નામ કહેને?’

‘મારું નામ તો અમનો...’

‘તાયારે મારું નામ જમની’ કહી જમનીએ તેના તરફ મોં ફેરવ્યું.

અમને જમનીના મોં પર હાસ્ય જોઈ હિંમત કરી, કહ્યું : ‘જમની કરતા ચમની નામ રાખ.’

‘તારું જમનો રાખને?’

એટલામાં અમને બેચાર ઘરાક જેવા આવતા ભાળી બોલવા માંડ્યું : ‘લંગડાને કોઈ. ,’

‘આંધળીને કોઈ...!’ જમનીએ પણ બોલવા માંડ્યું.

બપોર નમતાં બેઉ જણે બબ્બે પૈસાના ચણા લઈ લારીવાળાને ખટાવ્યો.

સાંજ પડતાં પાછો હિસાબકિતાબ કર્યો અને જવાની તૈયારી કરી. જતાં જતાં અમને પૂછ્યું : ‘કાલે અગ્યારસ છે, ભદૃરકાળી માતાએ આવીશ?’

‘હું શી રીતે આવું? ક્યાં ભૂંલી પડું તો?’

‘તું અહીં આવજે, પછી આપણે બેય જઈશું.’

‘સારું’ કહી જમનીએ ચાલવા માંડ્યું.

બેઉના ઉપર કાળનો કુહાડો તો બહુ નહોતો ફર્યો; હશે, અટ્ઠાવીસ ત્રીસની આજુબાજુ. પણ ભૂલના ગકુહાડે અંગને વેરણછેરણ કરી નાંખ્યું હતું.

પાછો દિવસ ઊગ્યો, ને લંગડો તે રસ્તા પર આવી જમનીની રાહ જોતો બેઠો. થોડીવાર કેડે જમની પણ આવી લાગી.

‘જો મારી પાછળ પાછળ આવ્યા કર,’ કહી ચમન ખસવા લાગ્યો. રોજ જે રસ્તો કાપતાં ઘણીવાર થતી, તે આજ તેનાથી ઝટ ઝટ કપાઈ જતો હતો–આજ એને ચાલ પર કાબૂ રાખનો પડ્યો. રસ્તામાં ઊતરવાનું કે ચઢવાનું આવતું તો ચમન, જમનીને ચેતાવતો, ‘જોજે ઢાળ છે,’ ‘એ અહીં ચઢવાનું છે.’ વલી કોઈ મોટર કે ઘોડાગાડી રસ્તો ઓળગતા દેખાતી તોપણ બોલી ઊઠતો. ‘જમની! ઊભી રે,’ મોટર આવે છે.’ અને એમ કરતા કરતા બેઉ જણ ધારેલે ઠેકાણે આવી, માતાને આગણે ધૂણી ધખાવી, ‘માબાપ કોઈ. ...!’

સાંજ પડતવા આવતાં, બેઉ જણ ઊઠ્યા. આજ એમનામાં સારી કમાણીનો ઉલ્લાસ હતો અને તેમાં જમનીને વધારે.

‘પેલી જગા આવતાં કે’જે પાચો હોં?’ જમનીએ કહ્યું.

વીજળીના ગોળા, પોતાનાં અંતર બાળી બાળી રસ્તાઓને ઝળહાવી રહ્યા. અમને રસ્તાની આજુબાજુ ઘૂઘવતા અંધારે જી રાત પડતી જામી, જમનીએ વાતાવરણને બોલતું સાંભળી રાત પડતી માની!

જમનીના અંતરમાં આછી આછી ફડક હતી : ચમનો ક્યાં અવળી દોરી જતો હોય. અને સવારના કાપેલા રસ્તાનું માપ કાઢતા ઘડી ઘડી હાથને ભીંત તરફ લંબાઈ ખાતરી કરી જોતી : પેલી ભીંત આવી કે નહિ.

‘આ તારી હદ આવી જમની. તું નિત મેરથી આવતી’તી.’

‘હા, બરોબર જ,’ જમનીએ ઊભી રહી દીવાલને આંગળીઓથી જોઈ રહ્યં, અને મગજમાંના એના નિતના રસ્તાનો નક્શો પણ વિચારી રહી. વળી માતાના રસ્તાનો નક્શો પણ ચીતરી લેવા ઓછોવત્તો પ્રયત્ન કરવા લાગી. એટલામાં ચમનનો અવાજ આવ્યો : ‘જમની, તું ક્યાં પડી રે’ છે? સારી જગા હોય તો મેં એક સારું ઠેકાણું બોળી કાઢ્યું છે. ત્યાં નતી કોઈ ભિખારી વિતાડે એવું, કે નથી પોલીસવાળા છેડે એવું.’ અને જમનીને ચૂપ રહેલી જોઈ પાછું પૂછ્યું : ‘લે હેંડ,ક આવે છે?’

જમને, ફૂટપાથથી એક દીવાલ સોડે ઝાડનાં બે જબરાં થડિયાં, એની વચ્ચે સૂઈ રહે એટલી જગ્યા, થોડેક છેટે પાણીનો નળ, એમ પોતાના ઘર તથા લત્તાનું સ્મરણ કર્યું. વળી અકંડ રા જાગતાની સાક્ષી પૂરતા ભસ્યા કરતાં બે કૂતરાં યાદ કર્યા. તેને જવું ગમ્યું. ‘ના, મારે તો સારી જગા છે.’

‘તો તું જાણે; બાકી જગા સારી હતી.’ ચમન ઉદાસ થતાં બોલ્યો અને પછી ઘસડાવકા માંડતાં કહ્યું : ‘જા તો!’

જમની ચમનની ઉદાસી સમજી ગઈ. તેને પણ બેઉ પગે લૂલો જાણેલો અને આવાજથી કલ્પેલો ચમન છોડી જવો આજ નહોતો ગમતો. આખરે પોતાના પંથે પડતાં જમનીએ પૂછ્યું : ‘કાલ આવીશ ને?’

‘પાછી તું ભાંડશે તો?’

‘એવું બોલતો હોય તો! મેં ક્યારે તને ભાંડ્યો છે?’ મોં પર બનાવટી રોષ હતો.

‘સારું, જા.’ ચમને હસતાં હસતાં કહ્યું, અને પછી વૃક્ષ નીચેના પોતાના ઘરને ગળે કોઈ પડી ગયું હોય ફિકરે હાથની ફગાળો ભરતો સરકવા માંડ્યો.

ઉનાળાનો સમય હતો એટલે બેઉને બિસ્તરાની પીડા ઓછી હતી.

પછી તો રોજ જમની તથા ચમન રસ્તા પર બેસતાં અને નવરાશની ઘડીએ વાતોચીતો પણ કરતાં.

એક દિવસ જમની પોકારી રહી હતી : ‘માબાપ કોઈ...’ એટલામાં વડકામાં કંઈક ખખડ્યું. જમને હાથ ફેરવી જોતા અને પાઈ પૈસાને બદલે કાંકરી હાથ આવતા બાજુમાં બેઠેલા ચમનને છૂટી મારતાં કહ્યું, ‘ચાળાનો ભરેલો દીઠો હોય તો!’ અને અવળી દિશામં ચમનને ખડખડાટ હસતો સાંભળી બોલી, ‘આવજે મારી પાસે હવે!’ ચમન તો હસતો હતો.

આજે જમનીનું અક્ષયપાત્ર રૂઠ્યું હતું. સાંજ પડતાં ફક્ત ચાર પી મળી હતી. સાલ્લાની પાલવતિજોરીએ બાંધેલા ચાર આનામાંથી ખાવું પડશે વિચારે તે ઉદાસ હતી. ચમનને પણ આજ પૈસો મળ્યો હતો. પણ તેની પાસે અકબંધ પડેલા બે રૂપિયાનો તેને તો ગરમાવો હતો.

‘લે ચાલ, વેલા થઈ, જવું નથી?’ અમને પૂછ્યું.

‘બેસને. કોઈ દિયાળું આવે તો!’ જમની બોલી.

ચમન જમનીની ઉદાસીનું કારણ કળી ગયો.

એવામાં જમનીના કાનોએ ખૂટનો ખડખડાટ સાંભલ્યો. ‘કોઈ આંધળીને આપો માબાપ!’ છાલામાં કંઈક પડતું સાંભળી ‘જીવતાં રે!’ શેઠ, ભગવાન તમારો વેલો વધારો.’ અને છાલામાંથી પૈસો હાથ આવતાં મોં પર આનંદ નાચી રહ્યો.

‘જમની, વેલો તો શેં વધે! મૂળમાં બૈરું હોય પછી. ભગવાન બૈરું આલે એમ કે’! કહી ચમન હસવા લાગ્યો.

જમની સમજી ગઈ. પેલા બૂટ તો સીધા જતાં સાંભળ્યા હતા. માન માન, પણ કારસ્તાન ચમનવા છે, વિચારી બોલી : ‘લે તારો પૈસો.’

‘પૈસાને શું કરું, મારે તો બૈરું મલે એવો આશરવાદ જોઈએ છે.’

‘એ મલશે લે,’ ચમન તરફ પૈસો ધરેલો હાથ એમ ને એમ રાખી જમની બોલી.

‘દાનમાં દીધેલું પાછું લેવાય.’

‘ઊંહું: તારે લેવો પડશે.’

‘એક શરત કબૂલે તો લઉં,’ ચમને સહેજ પાસે ખસતાં કહ્યું.

આલમને આંગણે અંધાર ઘૂઘવતાં હતાં પણ બેમાંથી એક્કેને બાન નહોતું.

‘શું?’ જમનીએ ઈંતેજારી દર્શાવતા અવાજે પૂછ્યું.

‘તું આજ મારે ઘેર પરૂણી થાય તો.’ ચમને છાતી પર હાથ રાખી કહ્યું.

ચમની વિચારમાં પડી અને થોડી વાર પછી બોલી : ‘તો તું મારી હારે હેંડ ને?’

‘આવી જગા ત્યાં નહિ હોય, જમની. અહીંથી ઘણું છેટું નથી. હવેલીઓથી થોડે બેગળે ઉઘાડામાં એક લીંબડો છે. કોઈ યે નામ લે એવું નથી ત્યાં.’ અને થોડીવાર છાના રહી પાછું ચલાવ્યું : ‘આજ ગોઠે તો કાલ આવતી.’

‘લે હેંડ ત્યારે,’ કહી જમની ઊઠી.

ચમનનું હૈયું થનગની ઊઠ્યું, ભક્તને ઘેર જાણે ભગવાન આવતા હોય એમ.

‘ઊભી રે’, થોડાં ભજિયા લઈ લઈએ. તું અહીં ઊભી રે’જે હું તો આમ આવ્ચો.’ હાથના ઠેકડા ભરતાં ચમન બોલ્યો, અને નજીકની હૉટેલમાંથી શેર ભજિયાં લઈ, ખબે વિંટાળેલા કપડાએ ગાંઠ મારી, ઘડીકમાં પાચો ફર્યો.

‘લે ચાલ.’ ચમન આગળ થતા બોલ્યો. પાછળ અવાજની લાકડીએ જમની દોરાઈ.

ચમનનું ઘર આવી પહોંચ્યું. તેને ઘર–ધરતી માતાએ અંતરનાં અમી પાઈ ઉછેર્યું હતું, કુદરતે આછી આછી પાંદડીએ છાયું હતું, અનિલ સદા જેને હસાડ્યા રમાડ્યા કરતો હતો, અને રોગ જેનાથી તોબાહ પોકારતો હતો એના એ–લીમડા નીચે હતું. ચારે બાજુ મેદાનનું ખુલ્લું આંગણું હતું. નીચે સદાય પડી ને પાથરી રહેતી ધૂળની પથારી પર ઠરતાં ચમને જમનીને કહ્યું : ‘બેસ.’

પછીક ભજિયા છોડી બેઉ જણ ખાવા લાગ્યા. જમનીની ભૂખ આજ ક્યાં મૂઠીઓ વાળી ગઈ હતી. પણ ભજિયાના સ્વાદે થોડીક તાજી કરી. તેણે હાથ ફેરવતા પૂછ્યું. ‘તું તો ખાય છે કે નથી ખાતો?’

‘ખઉં છું ને.’ ચમને જમનીના હાથને અડે એમ ભજિયું લેતા કહ્યું. એને તો આજ જાણે જીવતરની ભૂખ ભાગી હોય એવું હતું.

થોડીવાર પથી પાછી જમની બોલી : ‘લુચ્ચો! ભજિયાં તો એટલાં ને એટલાં લાગે છે.’ અને અમનને ‘ના ના, ખઉં છું ને’ કહેતો સાંભળી પૂછ્યું : ‘કા જો મારા સમ?’ પણ જ્યારે ચમન કાંઈ બોલ્યો, ત્યારે, ‘એમ નહિ, અડધો અડધ ભાગ પાડીએ, કહી બેઉ હાથે ભાગ પાડી પોતાનાં ભજિયાં પર એક હાથ મૂકી ખાવા લાગી.

‘તેં તો ઓચાં લીધા.’

‘મારે વધારે નથી ખાવા,’ જમનીએ કહ્યું.

ખાઈ પરવાર્યા કેડે ચમન, જમનીને થોડેક દૂર આવેલા નળે દોરી ગયો. બુ જણ પાણી પી પાછાં ફર્યા અને આડા પડી મોડી રાત સુધી વાતો કરતાં કરતાં ઊંઘી ગયા.

પછી તો જમની તથા ચમન સાથે માગવા હતાં, સાતે ખાતાં અને સાથે રહેવા લાગ્યા. ચોમાસું શરૂ થઈ ગયું હતું. ચમનને ઘર બદલવાની જરૂર જણાઈ. ‘તું બેસ, હં જરા કોઈ સારું ઠેકાણું જોઈ આવું,’ કહી ચમન બેઉ હાથ વચ્ચે ઝુલાવતો નીકળી પડ્યો.

‘જો ક્યાંઈ બહુ છેટે જતો. પાછો થાકી જઈશ. ને ઝટ પાછો વળજે,’

‘જમનીએ કહ્યું. અને પાછી ઘરાકોની દયા યાચી રહી.’

ચમન મોડેથી. ઘર ખોળી આની લાગ્યો; અને થોડીવાર વાર પછી ગગનનો આગગોળો ક્ષિતિજના જડબામાં અદૃશ્ય થતાં બેઉ ઊઠ્યાં.

તોડેક ગયા કેડે દૂરથી લૉજ જી ચમનના મોંમાં પાણી વળ્યું. ‘જમની, બે પૈસા મારા પાસે છે. જો એક આનો આલે તો દાળભાત લાવત્ત, ઘણા દન થયા આજ સ્વાદ થયો તો.’

ભેગાં રહ્યાં કેડે બેઉની લક્ષ્મી જમનીના સાલ્લાને છેડે રહેતી.

‘તે લેને, ના કોણે કહી? પણ લાવીશ શામાં?’

‘એક શગકોરું મેં સતાડી રાખ્યું છે વીશીની પાસે, ગટરના બાકોરામાં. તું ન’થી ત્યારે કોક કોકો દન ત્યાં ખાઈ આવતો.’

‘પણ તને લાવતા શી રીતે ફાવશે? લે હેંડ હું આવું.’ જમકની બોલી.

વીશી પાસે જતાં ચમને, ફૂટપાથની કિનારી નીચે પાણી જવાના બાકોરામાંથી શકોરું કાઢી એક છોકરાને કહ્યું : ‘ભી, એક પૈસાના દાળબાત આપો ને?’

થોડીવાર પછી છોકરો દાળભાત નાખના આવ્યો.

‘શાક નથી લાવ્યા ભાઈસા’બ?’ અમને ખાલી દાળબાત જોઈ પૂછ્યું.

‘લેવું હોય તો લે નહિ તો ચાલતો થા. સાલી ભિકારીની જાતને સ્વાદ તો જુઓ!’ થડે બેઠેલા શેઠ બોલ્યા.

ચમને વાટલું ધર્યું.

‘અલ્યા. પૈસા લીધા?’ શેઠે પૂછ્યું.

છોકરાએ પહેલાં પૈસા મુકાવ્યા, અને પછી દાળભાત વાટલામાં નાખી, પૈસા લઈ ચાલતો થયો. ચમન જમનીનું રગશિયું ગાડું પણ ચાલવા માંડ્યું.

‘હવે પડવા દેને, દાળભાતમાં ઉમેરો થશે!’ ક્યાકંય પડીબડી જઈશ.’ ચમને વરસાદના પોરાંને ટાળવા શકોરા પર પાલવ ઢાકતી જમનીને કહ્યું.

એક દીવાલ પર નાગની ફેણ માફક ઝૂકેલા વૃક્ષ નીચે ઠરતાં ચમન બોલ્યો, ‘બેસ, જો અહીં છાંટો પડે છે?’

‘સારું ખોળી કાઢ્યું ચે; કોરું કટ છે.’ જમનીએ બેસતા કહ્યું.

‘મેં તો ગયે વર્ષે અહીં ચોમાસું ગળ્યું’તું’ ચમને કહ્યું. અને જમનીનો કભો હલાવતાં ઉમેર્યું : ‘પણ વેળાએ જમની ન’થી. રાત તો જાણે કરડવા દોડતી.’ પછી બેઉ જણ, વચ્ચે વાટલું રાખી, કાવા વળ્યાં.

‘તું બીંત બાજુ સૂઈ રહે,’ જમનીએ પૂટપાથની કિનાર તરફ ખસતા ચમનાને કહ્યું.

‘ના. એણીપા તું સૂઈ રહે,’ ચમને કહ્યું.

અને એમ કેટલી રકઝક પછી જમની દીવાલ તરફ સૂતી સોડામાં ચમન સૂતો.

એમ કરતા દીવાળીના દિવસો આવ્યા. જમનીને ચમન પેલા રોજના ઠેકાણે મૂકી, બેઉ હાથના ઘોડા પર ચઢી અલક મલકને મંદિરે ઘૂમી આવી, સુખીઆ લોકોની દયાથી પાઈ પૈસો મેળવી એની મિઠાઈ લઈ સાંજે મુકામ પર જમનીને તેડી જી એની આગળ મૂકતો.

‘તું ખાને!’ જમની કહેતી.

‘મેં તો કાધું છે તું ખા,’ કહી ચમન ના પાડતો.

‘ના, ખાધું હોય તો ય, ફરીવાર ખા...પણ, એમ તો હું એકલી નહિ ખાઉં.’ અને આમ જ્યારે ચમનને ખાવું પડતું, ત્યારે જમની પાંપણો નચાવી કહેતી : ‘હું તને ઓળખતી હોઉં ત્યારે ને? પણ કાલથી તું જતો. ક્યાં ફરવામાં ને ફરવામાં મોટર નીચે આવી જઈશ. બળ્યું ખાવું. જીભને તો જેટલા સવાદ કરીએ એટલા ઓછા.’

‘આ બે દિન પછી ક્યાંથી આવા ચચ્ચાર આના મલવાનાય છે, ને આવું ખાવાનાં છીએ?,’

‘મૂવું નહિ મલે તો. થોડું મલસે તો સોંઘું કાઈશું.’

દીવાળી પસાર થઈ ગઈ.

એક દિવસ રાતના ઠંડીનો ચમકારો જોઈ ચમને સોડમાં સૂતેલી જમનીને પૂછ્યું, ‘જમની, કેટલા પૈસા છે?’

‘બે રૂપિયા ને એક આઠ આની બંધક છે. બીજી થોડીક પાઈઓ છે. કેમ પૂછવું પડ્યું?’

‘કાલે શક્કરવારીમાંથી એક સાલ્લો ને ઘાઘરો લઈ આવું,’ અને પથી જમીનીના અંગ પર નજર દોડાવતાં ઉમેર્યુ, ‘જોને તારાં લૂંગડાં કાઢ્યું હોય તો એક ગયણું સાબત નીકળે.’

‘તાયરે તારે ક્યાં સાજા છે?’ અને આડા પડેલા ચમનના શરીર પર હાથ ફેરવતાં ‘આ...આ, જેમ તેમ ગાંઠો મારીને તો વેંઢારી રાખ્યાં છે.’

‘મારી વાત તો ઠીક છે.’

‘ના, લાવે તો બેયને સારું લાવજે, નહિ તો હું નહિ પહેરું, હા!’ જમનીએ કહ્યું.

જમની તથા ચમન ઠંડીના ચમકારમાં દિવસ ઊગતા પહેલાં રોજને સ્થાને આવી બેઠાં હતાં. માતા ચઢી હોય એમ શરીર કાપતું હતું. મોં પોકારી રહ્યું હતું : ‘કોઈ દિયાળુ દિયા કરો રે શેઠ!’ પણ દિયાળુના શા ભોગ લાગ્ચા હોય તે આવા વખતે ખિસ્સામાંથી હાથ બહાર કાઢે?

પેપરવાળા ઝડપી ચાલથી ઠંડીને હંફાવતા પોકારી રહ્યા હતા ᛿: ‘ઠેર ઠેર પડેલા હિમ તારાજ થયેલો પાક!...’

‘આજ તો બહુ ટાઢ છે, જમની. ગોદડી વીટી છે તો કાળજુ કાંપે છે!’ ચમને કડકડતી દાઢીએ વાત કરી.

‘તે અહીં મારે પડખે દબાઈને બેસ ને!’

‘ના રે ના, કોઈ પાઈ પૈસો આપતું હોય તોય આપે.’ ચમને ભેગું હાસ્યને ભેળવ્યું.

‘તો ક્યાંક તાપમાં જઈને બેસ. હવે તો તાપ નીકળ્યો હશે!’ જમનીએ કહ્યું. અને પોતે ઓઢેલી ચારશેરેક ગાભાની ગોદડી કાઢતાં બોલી, લે, ગોદડી લેતો જા.’

‘અરે ના, તું તારે રે’વા દે, પેલા તાપમાં જઈને બેસું છું.’ કહી ચમન સરકના લાગ્યો, ધીમેધીમે. આજ હાથ ઊભા રહે તેમ નહોતં.

બપોર થવા આવ્યા તો ચમનની ટાઢ ઊડી નહિ. જમનીને વહેમ પડ્યો. ‘કે પછી તાવબાવ આવ્યો છે?’ કહી ચમનના શરીરને હાથ અડાડતામાં બોલી પડી : ‘હાય! હાય! શું ટાઢ ટાઢ કરે છે? ડીલ તો તાવે ધીકે છે!’

‘એ તો અમથું.’ અમને જમનીના મોં પરથી ઊડી જતું લોહી જોતા કહ્યં.

‘અમથું શું તારું કપાળ! લે ગોદડી ને સૂઈ જા ઓઢીને.’

ચમનથી વખત ના પાડી શકાઈ. ના પાડવી તેને યોગ્ય પણ લાગી: અને બુ ગોદડીઓ ઓઢી ભીંત સોડે ધ્રૂજતો લાંબો થયો.

જમનીએ વચ્ચે બેત્રણ વાર : ‘પાણીબાણી પીવું છે?’ સોડા લાવી આપું?’ વગેરે પૂછી જોયું, અને રોજની વેલા થતાં પહેલાં ચમનને આગળ કરી મુકામ પર આવી.

ચમનના શરીર પર તલ મૂકો તો તતડી જાય એવો તાવ હતો. જમનીએ તેને ભીંત સોડે સૂવડાની બેઉ ગોદડીઓ ઓઢાડી અને બીજી બાજુમાં આખી રાત જાગતી પડી રહી તેને હૂંફ આપ્યા કરી.

‘જમની, વેળા થઈ. તું જા.’ સવાર પડતાં ચમને કહ્યું.

‘તને આવો મેલીને?’ જમનીએ કહ્યું.

‘તું જા, જમની! હું તો અહીં સૂઈ રહીશ. મને તો કાંઈ નતી થવાનું. મારું તો ઠીક છે, પણ તું શું ખાઈશ? અધૂરામાં પૂરી કાલની ભૂખી છે, ઉઠ.’ કહી ચમને તેને ધકેલી.

જો ગોદડીઓ અને કપડાંમાં પૈસા ખર્ચી નાખ્યા હોત તો જમની જાત; અને પેટને કાંઈ ઓછી લાજ શરમ છે? વલી તે બેસી રહે તો શું? થોડો કંઈ દવાદારુ કે શેક કરવાનો હતો? પણ તો તેને ખસવાનું દિલ નહોતું થતું. આખરે જ્યારે ચમને મોંમાં જીભ ઘાલી ત્યારે : ‘જો માથેમોઢે ઓઢીને સૂઈ રે’જે, ને પાણી પીવું પડે તો વાડકો ઓશિકા તરફ ભરી મેલ્યો છે,’ કહી જમની ઊઠી અને રોજની જગ્યાએ જઈ ભિક્ષાની નોકરે ચઢી ગઈ. જીવ ચમનમાં હતો, જીભ રોજને પથે ચાલતી હતી : ‘આંધળીની કોઈ દિયા કરો માબાપ!–’ પણ મન નહોતં કોઈની ચાલ સાંભળવામાં કે વાતચીત પારખવાં.

થોડીક વાર થઈ હશે એટલામાં કાને અવાજ આવ્યો : ‘એ અધી! ઊઠ ઈધર સે.’ જમની સમજી નહિ કે કોને કોણ કહે છે. તેણે તો બોલવું ચાલુ રાખ્યું : ‘દિયાળુ કોઈ.....’ પણ વખત વાક્ય પૂરું નહિ થઈ શક્યું. ‘સાલી માનતી નહિ હૈ? ઊઠ ઈધર સે’ મોં આગળથી અવાજ આવ્યો. જમની સમજી ગઈ કે પોલીસદાદા છે. ‘સાબ! આધળી છું! માંગી ખાઉ છં. શું કામ.....’

‘અરે ઊઠ. જા દુસરી જગે બેઠના. ગવર્નર સાબ ઈધરસે નીકલનેકા હૈ વો માલૂમ નહિ? ઊઠ, નહિ તો અભી દેતા હું.’

જમની ઊઠી, અને પોતાના ઘર તરફ મોં ફેરવ્યું. ત્યાં તો પાછો પેલો અવાજ આવ્યો. ‘! ઉધર કહાં જાતી હૈ? ઉસ તરફ જા.’

‘સા’બ...!’

‘સૂનતી નહિ ઔર સા’બ સા’બ કરતી હૈ?’ જમાદાર ઊખડ્યાક અને બાવડે ઝાલી મોં અવળી દિશામાં ફેરવતા બોલ્યા : ‘જકા, ઈસ તરફ હો કર જલદી નીકલ જા.’

જમનીને નાછૂટકે અવળી દિશાએ માપવું પડ્યું. થોડેક ગઈ હશે ને બીજો અવાજ આવ્યો : ‘એ! નીકળી જલદી.’ જમનીનો જીવ ચમનમાં હતો, આધળા પગ અજાણ્યે રસ્તે આગળ ને આગળ માપતા હતા. ઘડી ઘડી જુદા અવાજ, પણ એના વાક્ય અથડાતા હતા–‘એ ચલ, જલદી નીકલ.’ વળી એક બીજો અવાજ. ‘બિચારી અધી હૈ કહાં જાયગી?’ આવો સાંભળતા કાળજે પૂરી ટાઢક વળે વળે ત્યાં તો સાંભળ્યું : ‘અરે મિયાં ગવર્નરસા’બકા આનેકા વખ્ય હોને આયા હૈ।’ અને પાચો પોતાને ઉદ્દેશાતો અવાજ લાગ્યો. ‘ચલ. ચલ, જલદી ચલ’

જમની ક્યાંક ભરાઈ બેસવાનો વિચાર કરી હાથની ઓથે ભીંતને જોવા લાગી, એટલામાં એક ખાચા જેવું લાગતા તે સીધી અંદર ચાલી ત્યાં તો સાંભળ્યું : ‘એ! ક્યા જાય છે અહીં? બહાર જા’ લાચાર બની પાછી પેલી તૂટેલી દીવાલનો છેડો ખોળી કાઢ્યો અને ચાલવા લાગી. અવાજ તો આવતા હતા : ‘ચલ’ ‘જલદી ચલ.’ જમનીને સમજ પડી કે ગવંડર એવું તે કેનું મનેખ કેવું મનેખ હશે, કે ઠેરઠેર પોલીસદાદા ઊભા છે! ને પોતે એમને શું કરવાની હતી? વલી જેમ જેમ પહલું આગળ માંડતી તેમ તેમ ચમનની યાદ આવતી હતી. મનમાં ફિકર ઘર કરી બેઠી હતી : એની આવી દશા હશે, તો ક્યાં જશે? કેમ કરીને જશે?’ એટલામાં દીવાલે દગો દીધો. જમનીને ખાતરી હતી કે ધરતી દગો દેવાની નથી અને આશરે સીદું માપવા લાગી ત્યાં તો અવાજ, ‘એ! ઉધર જમણે હાથકે ખાંચેકો વળ જા!’ આવતાં વળી ખાચામાં વળી, અને છેક દૂર ગઈ ત્યાં સુધી અવાજ આવ્યા કર્યો : ‘ઉધર મત બેઠના, ઔર આગે જા.’ અને એમ જમની કોઈ ઊંડી ઊંડી ગુફામાં જતી હોય એમ જવા લાગી. થોડીવાર સુધી કંઈ અવાજ સાંભળતાં છૂટકારાનો દમ લાઈ બેસી પડી અને ચમનની પોતા જેવી દશા કલ્પી આંસુ નિતારવા લાગી. સારું હતું કે જોવાનો રસ્તો બંધ હતો, આંસુ વહાવવાનો બંધ નહોતો.

જમનીની કલ્પના ખોટી નહોતી. તેના ગયા કેડે થોડી વારમાં ચમનને કોઈ રાક્ષસી હાથે ઢંઢોળતું અને કહેતં લાગ્યું. ‘ઊઠ, ઉલ્લુ, અભી તક સોતા હૈ?’

ચમને આંખ ઉઘાડી જોયું તો પોલીસદાદાના પગ ઢંઢોળતા હતા. ઊઠતા ઊઠતામાં તો પાચો તેમનો પગ ઊપડ્યો. ‘ચલ ઊઠ, ક્યા દેખતા હૈ? ઉઠા યહ સબ.’

‘સા’બ! તાવ આવ્યો છે! અહીં બેસી તો રે’વા.’

‘અરે ચલ, બેસી, રે’વાડી બહુ! બુખાર આયા હૈ તો જા હૉસ્પિટલમેં. અબ ચલ, ઊઠ જલદી.’

ચમને પોલીસદાદની એડીઓના સ્વાદ ઘણીવાર ચાખ્યા હતા. તેણે જવાની તૈયારી કરી. તે ટાઢે દ્રૂજતો હતો. તાવની સગડી રોમેરોમ ધીજતી હતી. હાથના પંજામાં સળી ઉપાડવા જેટલી પણ તાકાત નહોતી. મિલકતમાં મિલકત ગોદડીઓ ને છાલું તેને મૂકી જવાનું મન થયું. પણ પોલીસદાદા શોભાને યે રહેવા દેવા દે ખરા કે? ‘ચલ કીતની ડેર, ઉઠા લે સબ.’

ચમને ખબાની પીઠ પર ગોદડીઓ લાદી અને ‘હે રામ!’ કહી, લાવ જમનીના તરફ જાઉ, થોડે છેટેથી બોલાવી કહીશ. વિચારી તે તરફ ખસવા મંડ્યો. ત્યાં તો પોલીસદાદા બોલ્યા : ‘એ! ઉધર કહાં જાતા હૈ? યહ રાસ્તે પર તો અભી ગવર્નર સા’બ નીકલને કે હૈ ઈધર જા; ઔર નો ખાંચેમે વળ જાના.’

ચમન પાછો ફર્યો, અને કીડીની પેઠે જવા લાગ્યો ઘડી ઘડી પેલા જમાદારનો અવાજ ધકેલતો હતો. ‘ચલ, જલદી નીકલ જા.’ આખરે ખાચામાં વળતા એક પાણીના નળની દેરીનું ઓથં જોઈ તેની સોડમાં લપાયો. હાફ એવી ચઢી હતી કે પૂરો શ્વાસ પણ લઈ શકતો નહોતો. તાવ ઘોડે ચડીને આવ્યો હોય એમ લાગ્યું. અંગેઅંગ ઝાડની પત્તીઓ પેઠે કાંપતા હતા. આંખોના તેજ ઊંડા તરવા લાગ્યા. જીવ જમનીમાં જઈ ભરાયો. જીભને બદલે હૈયું રટવા લાગ્યું. ‘જમની’ ‘જમની’ થોડીવાર પછી ટાઢ ઓછી થી.હૈયાએ એક બે પછાડો મારી. ‘જમની! જમની!’ અને તાવ ચેતન લઈ પલાયન થઈ ગયો! અગ લાકડા જેવું થઈ પડ્યું રહ્યું.

દિવસ માથા પર આવવા થયો હશે તેવામાં જમનીએ બૂટના અવાજ કરનારને પૂછ્યું : ‘શેઠ, ગવડર સા’બ ગયા?’ક પેલાને સહજ નવાઈ લાગી પણ પૂછવાની ફુરસદ નહોતી : ‘હા નીકલી ગયા.’

જમની ઝટપટ ઊઠી અને મગજને પૂછતી પૂછતી પડતી આખડતી ચાલવા લાગી. આવી હતી રસ્તે ઠેકાણે આવી પહોંચતા તેના મને નિરાંતનો શ્વાસ લેતાં કહ્યું : ‘ફિકર નથી હવે તો જઈ પહોંચીશ અને થડકતે હૈયે પગની ફગાળો ભરતી ઘર તરફ આગળ વધી હૈયું ઘડી ઘડી વહેમ ખાયા કરતું હતું : ‘ચમનો ત્યાં હશે કે નહિ?’ મન સાન્ત્વન દેતું હતું : ‘નહિ હોય તો કયા ગયો હશે? એવા તાવવાળા મનેખને તો કાંઈ નહિ કાઢી મૂક્યો હોય? અને કાઢી મૂક્યો હસે તો ક્યાંક એટલામાં હશે.’ એમ કરતાં કરતાં ઘર–સૂવાનું ઠેકાણું–આવી પહોંચ્યું. જમનીએ બોલાવ્યો : ‘ચમના! ચમના!’ વળી હાથ વડે દસ દસ હાથ ધરતી ખૂડી વળી. પણ હોય તોને! એણે તો જોરથી બૂમ પાડી : ‘ચમના! ચમના!’ જવાબ મળતાં જીન અકળાઈ ઊઠ્યો. આજ તેને આંખોની ખોટ સાલી તેટલી કદાચ કદી નહિ સાલી હોય. ગળામાં ડચૂરો બધાયો. આંખો ઉભરાવા લાગી. તેણે થોડેક આગળ જઈ વળી માંડમાંડ બૂમ પાડી : ‘ચમના!’ રસ્તે ચાલતા એક બે જણનો અવાજ સાંભળ્યો : ‘ગાંડી લાગે છે.’ જમનીએ તેમને પૂછ્યું, ‘શેઠ આટલામાં ક્યા ચમનો ભાલ્યો? પગે ટૂટો છે. શેઠ?’ક ચાલ્યા જતા શેઠનો જવાબ આવ્યો. ‘ના.’ જમનીનું હૈયું લૂલું પડ્યું. તેણે ચાલવું ચાલુ રાખી નર્યા રુદનભીના અવાજે વળી બૂમ મારી : ‘ચમના? ક્યા ગયો? ચમના?’

‘અરે ક્યા ચિલ્લાતી હૈ કભી સે? કીસકુ ઢૂંઢતી હૈ?’ એક નારંગી વેચવા બેઠેલા મુસલમાને પૂછ્યું.

‘તમે બે પગે ટૂંટો છે એને ભાળ્યો ક્યાંઈ? એને તાવ આવતો’તો કુણ જાણે ક્યા...

‘રે હા, પાસમેં દો ગોદડી થી ના? ઔર એક છાલિયા, ઔર દોનું પગસે ટૂં...’

‘હાં હાં શેઠ? તો અભી મ્યુનિસિપાલિટીકી ગાડીમેં ડાલ કર લે ગયે. ફોજદાર સા’બ અબી ગયે. ઉધર નલકી પાસ મરા હુઆ પડા થા.’ પેલા મુસલમાને કહ્યું.

‘હે! ચમનો મરી ગયો! હૈં શેઠ! ખરી વાત?’ જમની બેસી પડતા પાટે મોએ પૂછી વળી, અને પછી પાંપણની પાણ નીચેથી પૂરપાટ વહતા આંસુ સાથે આછા પડતા અવાજે ‘ચમના! તુ...મરી...ગ...!’ બોલતા બોલતા ઢળી પડી.

મિયાંએ ખબે નારંગીની ટોપલી મૂકી; ‘યે સાલી બલાકુ મેંને કહા કીયા? મર જાયગી તો ભોગ મિલેંગે! લેના દેના ખામખા.’ બબડતા ચાલતી પકડી.

સ્રોત

  • પુસ્તક : આપણી શ્રેષ્ઠ નવલિકાઓ (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સંપાદક : ગુલાબદાસ બ્રોકર
  • પ્રકાશક : ધી નેશનલ ઇન્ફર્મેશન એન્ડ પબ્લિકેશન્સ લિમિટેડ
  • વર્ષ : 1948