Rajputani - Short Stories | RekhtaGujarati

રજપૂતાણી

Rajputani

ધૂમકેતુ ધૂમકેતુ
રજપૂતાણી
ધૂમકેતુ

ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બવી જાય છે. જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં નહીંને ઘડી બેઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. એક વખત ચામાસું હતું. રૂપેણ બેય કાંઠામાં આવી હતી. ખેતર છલક્યાં હતાં. નદીનાળાં તૂટ્યાં હતાં, અને બારે મેઘ ખાંગા થઈને આજ ને આજ આકાશ-પૃથ્વી એક કરવાનું જોશ બતાની રહ્યા હતા તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો.

પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી. ઘોડી બહુ પાણીદાર અને જાતવંત હતી. પણ પાણી વેગ ઘણો હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી, પાણીમાં ગોથાં લેતાં, ઘૂમરી ખાતાં, ધરામાં જંઈને પડ્યાં.

ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં સાહસ ને શૌર્ય અચેતન થઈ ગયાં.

રૂપેણમાં થઈને જતા માર્ગ આડે દિનસે બહુ રળિયામણો, ને સુંદર વનરાજીથી ભરપૂર છે.ય તેમ ગાડં વિસારમો લે એની એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે. સુંદર વડલા નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે; અને કંઈક થાકેલાં પશુઓ આનંદ પામ્યાં હસે. રૂપેણ નદી, આવો સુંદર વડલો,. રૂપાળી ચોખ્ખી જમીન, નાનું પણ સારું ને રળિયામણું, ભયંકર8 લાગે તેવું વન, બધાંને લીધે પોચામાં પોચો વાણિયો પણ ત્યાં આરામ કરવા લલચાય એવી જગ્યા બની રહી ચે.

પણ ગરાસિયાના મૃત્યુ પછી સુંદર માર્ગ ઉજ્જડ પડતો ગયો. ઘણી મુશ્કેલોઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા અને સુંદર માર્ગ ઉજ્જડ થોવા લાગ્યો.

ચાકરે તરફનાં ગામડાંમાં વાત ચાલતી હતી કે માર્ગે થઈને કોઈ મુસાફર સહીસલામત થઈ શકતો નથી. એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બવન લાગ્યો.

એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને રસ્તે આવવા નીકલ્યો. ગામ સોંસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાકે વગર માગી સલાહ આપી કે “ભાઈ, રસ્તે જવા જેવું નથી, રસ્તે જનારનું માશું ધડ ઉપર રહેતું નથી.”

‘કેમ? એવું શું છે?’

“પાંચ વરસ પહેલાંની વાત છે. પણ એક ગરાસિયો અવગતે ગયો છે ત્યારથી રસ્તો ઉજ્જડ બવ્યો છે. ગરાસિયો ચોમાસામાં નહીં ઊતરતાં તણાયો ને આશાભર્યો ગયો. એને જાવું હતું નદી ઊતરીને સામે પાર, પાતાના સાસરાના ગામમાં ઠકરાણાંને તેડવા, પણ અધવચાળે રહી ગયો. ત્યાર પછી માર્ગે જનાર કોઈ બચ્યો નથી.”

“જોઈ લેશું” કહીને ચારણે તો ઘોડી મારી મૂકી. ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મુર્ખ ઉપર હસીને છૂટા પડી ગયા. ચારણે પંથ લીધો.

બપોર જરાક નમતા હતા. પશુપંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયાં હતાં. આખી સીમમાં એક જાતની નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી તે વખતે પેલો ચારણ, રૂપાનો રસ વહેતો હોય તેવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખ લાખ ઊર્મિઓથી ઘેલો ઘેલો થઈ ગયો : એ...ય... ને તરફ વડલો ઝૂકી રહ્યો છે : બીજી તરફ ખાખરાનાં વન ઊભાં છે. ઘાટી છાયામાં પારેવાં, તેતર ને મોરલી કેવી કેવી ગોઠડી માંડી રહ્યાં છે : ચારણ તો સ્થળ અને આવી રૂપાળી રચના જોઈને, “ભલે રૂપેણ!” “ભલે રૂપેણ!׍ બોલતો આગળ વધતા લાગ્યો. વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે રચના જોઈ, જોઈને તો આડો આંક વળી ગયો.

વડલાની નીચે, કોઈ પચીસ પચીસ દેવાંશી રજપૂતોની સભા ભરાઈ હતી. રૂડી જાજમ ઉપર, બરાબર એક હાથ દળની ગાદીએ પથરાઈ ગઈ હતી. દોળા બાસ્તા જેવા ઓછાડ પથરાયા હતા. ને વચ્ચોવચ્ચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો. વડલાની પાસે કચ્છી અને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઊભા રહી ગયા હતા. ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો. એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો, બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા. બાર ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઊતર્યો હોય તેવો સમૃદ્ધિ ભરેલો, પણ જુનવટ ને શૌર્યની રેકાએ રેખા સાચવતો. દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઊતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો.

એને આવતો વિહાળીને જુવાન રજપૂર જરા મલક્યો. તેણે ડાયરા તરફ અર્થવાહી દૃષ્ટિએ જોયું, ને ચારણને આવકાર દેનાર પચીસ-પચાસ સાદ એકસાથે થઈ રહ્યા : “આવો, આવો, બાપ! આવો. ટાળાસર છો. ક્યાંથી આવો છો?”

ચારણ બેઠો, પણ આખી સભામાં કોઈના મોં પર માનુષ તેજ લાગ્યું નહીં. તે જવાબ દેતાં ખંચાયો; પણ વડલાની નીચે હણહણાટ કરતાં જાતવંત ઘોડાં જોઈને તે ઠંડે પેટે સામે બેઠો. ડાયરામાં ફરતો રૂપેરી હુક્કો આવ્યો તેની બેચાર પેક લીઘી, ખાસી આડી હથેલી ભરીને કસુંબો પણ લીધો. સ્વપ્નસૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાતજાતની વાતો કરવા લાગ્યો.

“દેવીપુત્ર છો કે?” પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું : “એક સવાલનો જવાબ દેજે.”

ચારણ તેની સામે જોઈ રહ્યો.

“એવું છે કે ઈશ્વરે આટલા દી ને આટલી આટલી ઋતુ ઘડી છે પણ એક રતની મીઠાશ બીજી રતમાં મલે નહીં, પણ બધી રતમાં સારામાં સારી ને મીઠામાં મીઠી કઈ?”

ચારણ જામે વાત કળી ગયો તેમ ગોઠણભેર થઈ ગયો.

“દરબાર! રતુ બધી સારી, પણ દીનાનાથે જોબનવંતા નરનારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શિયાળો, બાપ! કંઈ શિયાળો થાવો ચે? એ... ને રૂડાં ભાતભાતનાં પકવાન ખવાય, મીઠા તાપે દેહ તપી તપીને રસ રસ થઈ જાય, ને પોંખ ને ઓળા, ને જાદરિયા ને મીઠાં ગોરસ અને ગોરી નાર, ને બાપ! શિયાળો શિયાળો. શિયાલો કીં થાવો છે! શંકર-પાર્વતીનો જોગ છોડાવવા દીનાનાથે શિયાળો ઘડ્યો છે.”

રજપૂત ચમકતી આંકે ચારણ તરફ જોઈ રહ્યો.

“પણ માણસમાત્રને જીવન દેનાર વરખા ઋતુ કંઈ થાય?” તેણે ફરીને ચારણને પૂછ્યું. ચારણે માથું ધુણાવ્યું, “ના બાપ, ના. જ્યાં ત્યાં ડહોળાં પાણી હાલે ને કાદવ થાય, ને વીજળી ચમકે. ઢોર ખેંચાય, માણસ તણાય...”

રજપૂત વધારે ટટ્ટાર થયો.ય તેની ચમકતી આંખમાં ઊંડી વેદના ને નિરાશા દેખાના લાગ્યાં. ચારણ જોયું જોયું કરીને આગળ વધ્યો : “એવી ચોમાસાની રત તો બાપ કણબી માટે હોય. એમાં કાંઈ પિયુ ને કામની મલકાતે મોંએ રસની વાતો માંડે? બાપ, રતમાં રત શિયાળો, તે પછી લ્યો તો ઉનાળો, ને ચોમાસું તો કાંઈ રત કહેવાય? તો ક-રત! ક-રત!”

“ભારે કરી ચારણ! બહુ કરી! દેવીપુત્તર ખરો!” કહીને રજપૂત બેઠો થયો. તે ઉઠીને ચારણની પાસે આવ્યો ને તેનો હાથ ઝાલીને તેને ઊભો ક્રોય.

“દેવીપુત્તર! હું ગરાશ્યો છું.” રજપૂત બોલવા લાગ્યો. ચારણે વિહ્વળતાથી આસપાસ જોયું. ત્યાં ડાયરો ગેબ થયેલો લાગ્યો. ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડતો લાગ્યો. માત્ર પોતે ને ગરાસિયો બે જણા વડ નીચે ઊભા હતા!

“અને ભડકતો નહીં હોં–”

ચારણ હસ્યો : “હું ભડકું? બોલ, બોલ રજપૂત! તારે કહેવું હોય કહી દે.”

જુવાન રજપૂતના મોં ઉપર આશાનાં કિરણ ફૂટતાં લાગ્યાં. તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ દાબ્યો :

“પાંચ વરસ ઉપર ભરચોમાસે રેજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેમ બેટય કાંઠામાં આવી હતી, અને પેલો ઘૂનો–” તેણે વેદનથી હાથ ઊંચો કરીને ઘૂના તરફ અત્યંત દુઋખભરી દૃષ્ટિ કરી.

“ઘૂનામાં હું ડૂબ્યો અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ!”

નિરાશાના ડુંગર દાબવા યત્ન કરતો હોય તેમ રજપૂત ઘડીભર શાંત થઈ ગયો.

“અને દેવીપુત્તર! બે માણસની વિજોગ જેવી વસમી વાત કઈ છે?”

“હા બાપ, હા. તું તારે તારી વાત પૂરી કરી જા.”

“સાત સાત જનમારાનાં ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યાં છે. તું મારું એક કામ કરે તો અવગતિયો દેહ ગતે જાય. તનેખબર છે, કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેચટે બળી શકે તેવા આત્માને પણ ભરખી જાય છે?”

“હા.”

“ત્યારે તું રૂપેણ ઊતરીને આથમણી કોર હાલ્યો જા. પાંચ ગાઉ ઉપર દાંતાસર ગામ છે. ત્યાં નરી કંકુમાંથી ઘડી હોય એવી મારી રજપૂતાણી રહે છે. રજપૂતાણી મને એક વખત આવીને દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે. તારા વિના કામ બીજું કોણ કરશે?” આજીજીભર્યો રજપૂતનો દુ-કી સ્વર બંધ થયો કે તરત ચારણે જવાબ વળ્યો : “રજપૂત! મારો કોલ છે કે જો સાચો દેવીપુત્તર હોઉં તો રજપૂતાણીને એક વખત આંહીં લાવું. પણ તું જો અણિશુદ્ધ ગરાશ્યો હો તો વેણ દે કે રાજમારગ જેવા મુસાફરીના મારગ ઉપર પાછી કોઈ દી ઊભા રહેવું.”

“કોલ છે, જા, કોલ છે, કે પચી મારગ છોડી દેવો; અને ચારણ! હું ચોમાસામાં મર્યો ચું એટલે મને ચોમાસું ખારું લાગે છે. મુસાફરને કંઈ રત સારી એમ હું પૂછું છું. હેબતથી કે બેથી માણસ બીજેત્રીજે દિવસે મરી જાય છે. મુસાફરો રીતે મરે છે. એમાં મારો વાંક નથી, ચારણ 3”

“બહુ સારું, બાપ! ત્યારે આજથી આઠમે દિવસે રજપૂતાણી અહીં આવશે.”

“ચારણે ડોકું ધુમાવ્યું ને ધોડાની રેનને પકડવા પાછળ નજર કરી. તેણે ફરી વાર જોયું ત્યારે માત્ર વડલાનાં પાન ખખડતાં હતાં, તીવ્ર વેદના ભોગવવા તે એકલો ઊબો રહીને પાન ખખડાવી રહ્યો હતો.

રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દાંતાસર આવ્યો. ચારણ તો દુદ્ધરમણે ચડેલા રજપૂતનો આનંદ છે : અને રાજદરબારે, જ્યારે મોંઘો રાણીવાસ સૌના ઉપર કંઈ ને કંઈ આળપંપાળ ચડાવી જાય, ત્યારે એકલો રાજકવિ એમાં નિર્દોષ મનાય છે. ચારણ રજપૂતના સસરાને ત્યાં ઊતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો.

“ગરાસણી! જોજે, બાપ! પાછું ડગલું ભરતી. કામ સાટુ સંભારી છે.”

કાઠિયાણી બોલવે જરાક જાડી લાગે ચે, પણ ગરાસણી તો એના શરીર જેવી બોલવે મીઠી હોય છે. સોનરેખ દાંત દેખાતા હોય, અને ઘાટીલાં નાના ઠોળિયાં કાનમાં લટકતાં હોય, એની ગરાસણી જ્યારે બોલે છે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નતી એમ લાગે. ગરાસણીએ જવાબ વાળ્યો : “બોલો, મારા જેવું શું કામ પડ્યું?”

“બાપ! જીવતા નેહ તો માનવી માતર રાખે છે, પણ તો મર્યા પછીના નેહની વાત છે.”

ગરાસણી જમકી. ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની.

“દરબાર ગામતરે ગયા કેટલાં વરસ થયાં?”

“પાંચ વરસ.”

“ભલે બાપ! સાચું બોલજે; તી પછી તને દરબાર સપનેય ચડેલ ખરા કે?”

“ના, ક્યારેય નહીં, જાણે ગયા પચી પ્રીતિ ભૂલી ગયા છે.”

“ના, બાપ, ના સાચો અણિશુદ્ધ ગરાશ્યો કાંઈ સતીને ભૂલે? શંકર-પારવતીના જોગમાં કાંઈ મણા હોય? ભૂલ્યો નથી, હજી ગરાશ્યો તને ભૂલ્યો નથી. અને સાંબળજે બાપ, ભડકતી નહીં હોં! સાચી ગરાસણી છો કે?”

રજપૂતાણી ટટ્ટાર થઈ : ચારણ દ્રૂજે એટલી દૃઢતાથી બોલી : “આજ પરીક્ષા કરવી છે?... શું ગરાશ્યાએ બૂત થઈને મારી ખબર કઢાવી છે ના?”

ચારણ હેબતાઈ ગયો : “રજપૂતાણી! ગજબ કરી, તને ખબર ક્યાંથી?”

“ખબર ક્યાંથી? રણસંગ્રામમાં મરે નહીં રજપૂતમાત્ર ભૂત. અને એવા બૂતને વાસનાસહિત જડમૂળથી ઉખેડી નાખવા માટે જ, હું ગરાસણી છતાં સતી નતી થઈ. બોલ ચારણ, હવે કાંઈ કહેવું છે?”

“ગરાશ્યો તને મળવા આવતાં રૂપેણમાં ડૂબ્યો છે, નેહ કાંઈ જેવોતેવો કહેવાય?”

“ના, ના નેહ જેવોતેવો કહેવાય?” ગરાસણી કરડાકીથી બોલી, “અને એટેલે રૂપાળો સોને મઢ્યો હોય એવો રાજમારગ ગરાશ્યો ઉજ્જડ કરી રહ્યો છે. સાચું કે?”

“સાચું, બાપ! સાચું. પણ મરેલ હારે કાંઈ વેર હોય? ભૂતની હારે કાંઈ ભડ થવાય? તો વાની વાસના હોય એને કટકું બટકું નાકો, એટલે જાય ભાગ્યાં. લે સાંભળ, બાપ, ગરાશ્યાની વાસના છે તને જોવાની. મને બે દી પહેલાં વડ હેઠળ મળ્યો’તો. ધોળે દીએ કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો’તો અને જુઓ તો દેવાંશી રજપૂતોનો ડાયરો જામી ગયેલો. જાણે મરતલોકમાં ફરી વાર અવતર્યા હોય! મારી પાસેથી વેણ લીદું કે ગરાસણીને એક વાર દેખાડ. મેં બાપ! વેણ આપ્યું છે અને રે વેણ લીદું કે ગરાસણીને એક વાર દેખાડ. મેં બાપ! વેણ આપ્યું છે અને તારે વેળ પાળ્યે છૂટકો છે. અને પછી ગરાશ્યો મારગે કોઈ દી દેખા નહીં દીએ એવું વેણ લીધું છે.”

“વેણ પાળીશ, એક વાર નહીં, હજાર વાર. પણ હું તો ગરાસણી છું. એણે વટેમાર્ગનું માર્યા છે ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેણનો ઘેઘૂર વડલો ઊજ્જડ કરી મૂક્યો છે, અને સોનાની રેખ જેવી રાજમારગ કાળોધબ કરી દીધો છે. એનો ગરાશ્યો મારો ધણી હોય તો ધણીનેય સોંસરવો વાઢી નાખું. આવીશ. મળવા આવીશ, પણ ચારણ! એને કહી આવજે કે રજપૂતાળી આને છે ને ખાંડાની ધારે ફરી વાર લગન કરવાના એને કોડ જાગ્યા છે.”

“રજપૂતાણી! બાપ! તો અવગતિયો દેહ. એની હારે કાંઈ ખાડાંની ધારે ધિંગાણાં થાસે? તો કાંઈ મનખાદેહ છે કે કબજ રપિયે? ઊડી જાશે, જાણે વંટોળિયો હાલ્યો ગયો.”... કેતકીના સોટાની જેમ રજપૂતાણી સીધી ટટ્ટાર થઈ ગઈ. એની પાતલી દેહલતા નાગણની જેમ, જાણે ફૂંફાડાં દેતો ઊભી થઈ ગઈ; મરદના પણ હાડેહાડ ધ્રૂજે એટલી કડકાઈથી તે ચારણ સામે જોઈ રહી : “દેવીપુત્તર છો? રજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયણ હારે?”

અને ઝડકપ દેતીકને એક ફલંગે તેણે ખીંટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એને નાગી કરીને મ્યાન ફેંકી દીધું : “ચાલો! દેવીપુત્તર! મોઢા આગળ થો. આજ મારગને નરભે કરી મૂકવો છે.”

બાલ્યાચાલ્યો વિના ચારણ આગળ ચાલ્યો અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી હોય તેની રજપૂતાણી ચાલી.

બપોરની બાર વાગ્યાની તક સાધીને રજપૂતાણી અને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યાં. વડલાનાં પાન એવી ભયંકરતાથી ખખડી રહ્યાં હતાં કે કાચુંપોચું હૃદય તો ત્યાં ગેબ થઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું; વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો; અને આવી ભયાનક એકલતામાં ચારણ અને રજપૂતાણી બે જણાં ઊભાં રહ્યાં.

“ક્યાં છે રજપૂત?” રજપૂતાણી બોલી, અને એના અવાજથી જાણે ધ્રૂજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો : “આંહીં કોઈ નથી!”

“હવે ઘડી બે ઘડીકમાં તમને આવ્યા દેખાડું.”

થોડી વાર સુધી બન્નેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી.

અચાનક એક ઘોડેસવાર દેખાયો. રજપૂત જાણે પોતાની પાણીપંથી ઘોડી લઈને ચાલ્યો આવે છે. નજર તો રૂપેણની સામે ને સામે મંડાઈ રહી છે.

ચારણે વિહ્વળતાથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણીના ચહેરા પર ભયનું નામનિશાન હતું. તેણે પોતાની તલવાર વધારે જોસથી પકડી, અને ચારણને પડકાર્યો : જોજે, મરદ તોજે હોં!” થોડી વારમાં ઘોડેસવાર છેક પાસે આવ્યો. અઠ્ઠાવીસ-ઓગણત્રીસ વર્ષનો ભરજુવાનીમાં આવેલો રૂપાળો રજપૂત દેકાયો.

“બસ, જ, આવવા દે.”

“જોજે હોં; જોગમાયા! ઘા કરતી.”

રજપૂત તદ્દન તજીક આવ્યો. તેનં રૂપાળું મોં દેખાયું. તે રજપૂતાની સામે જોઈ રહ્યો. રજપૂતાણી તેની સામે જોઈ રહી.

“ઓળખાણ પડે છે કે?”

“હા, હા,” રજપૂતાણીએ જવાબ વળ્યો : “ઓળકાણ કેમ પડે? જેણે બાયડીને મળવા નિર્દોષ વટેમાર્ગુ માર્યા, રાજમારગ અભડાવ્યો, ને ભિખારીની પેઠે ચારણને જાચ્યો અને...”

“હં હં બાપ!” ચારણે રજપૂતાણીને વારી. રજપૂત ખસિયાણો પડી ગયો. તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દૃષ્ટિથી રજપૂતાણી સામે જોયું : “રજપૂતાણી!”

“મારા ગામનાં મારાં આશ્રિત માણસોને માર્યં એનં શું?”

“મેં? મેં નથી માર્યાં રજપૂતાણી!”

“ખરો અણિશુદ્ધ ગરાશ્યો હો તો તૈયાર થઈ જા.” ગરાસિયાનો દેખાન એકદમ ફરી ગયો. ચારણ ધ્રૂજતો હોય તેમ લાગ્યું. પણ જેમ ભયંકર વીદળી ખરે તેમ ગરાસણીના હાથની તલવાર ચમકી ને જનોઈવઢ કાપી નાખવો હોય એવા જોશથી તેણે ગરાસિયા પર ઘા કર્યો.

“માર્યા બાપ! ભારે કરી!” કહીને ચારણ વચ્ચે કૂદ્યો. પણ ગરાસિયો ત્યાં હતો નહીં, અને રજપૂતાણી, તલવારનો જોશભર્યો ઘા ખાલી જવાથી, ગોઠણભર નીચે નમી ગઈ હતી. તલવારના ઘાથી ઊડેલી થોડીક ધૂળ માત્ર દેખાણી.

“ભારે થઈ, બાપ!”

“વાંધો નહીં, દેવીપુત્તર! હવામાં ખાલી શબ્દો સંભળાયા!

રજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું. ગરાસિયો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. તે તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વારતો ચારણ પાછળ પડ્યો.

રૂપેણને ચોખ્ખાં પાણી ચાલ્યાં જતાં હતાં. ગરાસિયો ઘોડો સહિત તેને કાંઠે પહોંચ્યો. રજપૂતાણી પાછળ ચાલી.

“ગરાશ્યો હો તો ઊભો રે’!” રજપૂતાણીએ હાકલ મારી. સાંભળી ગરાસિયો સ્થિર થઈ ગયો.

રજપૂતાણી છેક તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળે નહીં... પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું. રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. રજપૂતાણીએ નીચે જોયું. ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં, બે તરસ્યા હાથનો ખોભો વાળીને પડતું પાણી બારે વિહ્વળતાથી પી રહ્યું છે! ઘટૂક... ઘટૂક... ઘટૂક... ઘૂંટડાં લે છે.

રજપૂતાણી જોઈ રહી. રજપૂતે તેની સામે જોયું. પણ આહ! કેટલી વેદના! કેવું દુઃખ! કેવી નિરાશા! કેટલી તૃષ્ણા કે પૂછો વાત. રજૂતાણીથી અત્યંત માયાભર્યા અવાજે બોલાઈ ગયું : “રજપુત! શું?”

“બસ, હવે તૃપ્તિ અતિતૃપ્તિ થઈ ગઈ. હવે તલવાર ચલાવી લે, રજપૂતાણી! બીજા મૃત્યુની કંઈ વળી ઓર મજા આવશે.”

રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો.

રજપૂતે એક વખત છોડાવ્યો. રજુપૂતાણીએ એને ફરી પકડ્યો : “તેં ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે?”

રજપૂતે રૂપેણમાં લાંબે નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું ત્યાં તેની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ.

“હવે તને નહીં જવા દઉં!” રજપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી ને રજૂતનો બીજો હાથ પણ પકડ્યો.

પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીને આગળ વધવા ઉત્તેજતો રજપૂત વળી વધારે દૂર દેખાયો. રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો.

ચારણે કાંઠા પરતી બૂમ પાડી : “ગરાસણી, પાછી વળો, હવે પાણી ઊંડું છે. તો ઊડી ગયો. બાપ, પાછાં વળો!”

મોં મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી : “જા, જા, દેવીપુત્તર! હવે તું સુખેથી ઘેર જા. મારે તો દુઃખી ગરાશ્યાનું ઘર ફરીને વસાવવું છે.”

સ્રોત

  • પુસ્તક : આપણી શ્રેષ્ઠ નવલિકાઓ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ગુલાબદાસ બ્રોકર
  • પ્રકાશક : ધી નેશનલ ઈન્ફર્મેશન એન્ડ પબ્લિકેશન્સ લિમિટેડ
  • વર્ષ : 1948