malini - Short Stories | RekhtaGujarati

માલિનીને કયો રોગ હતો તેની ચોક્કસ માહિતી ફક્ત એક જણને હતી : વન વટાવી રહેલાં માલિનીના નાની કંકુડોશીને!

કારણ કે કંકુડોશીને હવે રોગ સાથે સારી કહી શકાય એટલી ઓળકાણ થઈ ગઈ હતી.

પરંતુ આજથી ત્રણેક વરસ પહેલાં જ્યારે રોગ માલિનીને પહેલી વાર થયો હતો ત્યારે તો કંકુડોશીના પણ હોશકોશ ઊડી ગયેલા?

તે વખત માલિની અંગ્રેજી ઠઠ્ઠા ધોરણમાં ભણતી હતી; અને સત્તર વરસની ઉમરે ઘડાઈને તૈયાર થઈ ગયેલી તેની કાયા ઉપર સૌંદર્યની પતાકા હજુ પહેલ વહેલી લહેરિયાં લેવા માંડી હતી!

માલિનીને પોતાને ભાન પહેલું, તેના સૂવાના ઓરડામાં પલગની બરાબર સામે પડેલા કબાટના કમાડમાં જડેલા આકા કાચે કરાવ્યું હતું, કે અત્યાર લગી અતડાપણું દાખવતા વિદ્યાર્થીવૃંદ અને શિક્ષકસમાજના તેના પ્રત્યે એકાએક પલટી ગયેલા વલણ અને વર્તણૂકે કરાવ્યું હતું, કહેવું અલબત્ત બહુ મુશ્કેલ છે; પરંતુ કંકુડોશીને તો તે દિવસની યાદ સુદ્ધા હતી કે જે દિવસે પ્રભાતના પહોરમાં ઊઠીને માલિનીએ દર્પણમાં સેનાપતિ જેમ પોતાની વિજયી સેનાની સલામી ઝીલે તેમ, પોતાની વિજયી કાયાના પ્રતિબિંબની પહેલી વાર સલામી ઝીલી હતી!

પરંતુ સત્તર વરસની છોકરીને શી રીતે સમજ પડે કે ઘણાખરા પરાજયોના બીજો વિજયમાં વેરાયલા પડ્યા હોય છે!

*

ઘટના પચી બરાબર ત્રીસમે દિવસે માલિની નિશાળમાંથી એક ‘સમય’ વહેલી ઘેર આવી અને આગણામાં બેસીને કરચલીઓના કુડાળાઓથી વીંટળાયેલી આંખોના ઝાખા તેજને ભગવદગીતાના પાના ઉપર પાથરી રહેલ કકુડોશી ‘કેમ માલુ, આજે કંઈ વહેલી?’ એટલો પ્રશ્ન પૂરેપૂરો પચૂ લે, તે પહેલાં તો પોતાના સૂવાના ઓરડામાં ધસી જઈ, ચોપડીઓને રોષપૂર્વક સામેની દીવાલ પર ઝીકી, પલંગ ઉપર ઢગલો થઈને ઢળી ગઈ!

‘કેમ, કંઈ ઠીક નથી?’ તેને પગલે પગલે નજર પરોનતા આવેલાં નાનીમાએ પૂછ્યું.

‘માથું દુખે છે.’ માલિનીના શબ્દો સાથે અત્યાર લગી માંડમાંડ રોકી રાકેલ ધ્રૂસકા પણ ઉત્તરોત્તર વધતા જતા વેગ તથા આવેગથી બહાર પડવા માંડ્.

કંકુથી કસું યે સમજાયું નહિ! તેણે માલિનીના કપાળ ઉપર, ગાલ ઉપર પોતાનો હાથ ફેરવ્યો. તાવ નહોતો. તેણે માલિનીની નાડ ઉપર પોતાની વૃદ્ધ આંગળીઓ ઠેરવી કઈ ખાસ ફેરફાર નહોતો!

‘પણ છે શું?’ તેણે ફરી પૂછ્યું.

‘કશું યે નહિ. આંઘખોમાં બળતરા થાય છે... ચક્કર આવે છે. ગમતું નથી... મને સૂઈ રહેવા દો...તમે નહિ સમજો.’

લગભગ એકલવાયા એવા પોતાના જીવનમાં પંચાવન વરસ કંકુએ કંઈ અમસ્તાં ફગાવી દીધાં નહોતાં કે તે સમજે! નાનપણમાં તેના માબાપ તેને દૂરના એક પિત્રાઈની અસ્થિર દયા ઉપર છોડીને રસ્તે પડ્યાં હતાં. લગ્ન પચી ત્રીજે મહિને, તેનો બાળપતિ તેના ઉદરમાં નાનુશું એક સભારાણું મૂકીને રવાના થયો હતો! અને.. ...

અને તે પછી જગતે એને કેટકેટલું સમજાવ્યું હતું!

એની નાતરિયા નાતમાં અસામાન્ય રૂપ અને અબોટ જુવાનીને સઘરે એવા ઉદાર આત્માઓને કંઈ તોટો નહોતો. અનેક આધેડ વિધુરોએ પોતાની સૂની સંપત્તિઓના ડુંગરોની સામે આંગળીઓ ચીંધી ચીંધકીને કંકુને નવીન દામ્પત્યના આમંત્રમો પાઠવ્યાં હતાં.

પણ અભણ અને અજ્ઞાન કંકુએ પોતાની ફાટફાટ થતી જુવાની ફક્ત બે જણને ચરણે ન્યોચ્છાવર કરવાનો સંકલ્પ કરી નાખ્યો હતો : એક તો માલિનીના બા, એના ત્રણ મહિનાના પતિની જીવંત સ્મરણમૂર્તિશી સુભદ્રા......અને બીજા... ...એનાચિરસગાથી બાલમુકુન્દ.

કંકુ સૌને એક જવાબ દેતી.

‘હગું અભાગણી ભારે પગની છું. મને સુખ સદે નહિ. છે તેટલી સુભદ્રીનું સુખ હું માણી શકું તો યે મારે બસ!’

અને પછી તો, કંકુએ કોઈકના દળણાં દળી દળીને કોઈકનાં વાસીદા વાળી વાળીને સુભદ્રાને ઉછેરવા માંડી. જે જમાનામાં અને જે નાતમાં, છોકરીઓને ભણાવવી અને લોઢાના ચણા ચાવવા બન્ને સરખાં મુશ્કેલ ગણાતા તે જમાનામાં કંકુએ, જોતજોતામાં સુભદ્રાને ફાઈનલ બનાવી દીધી!

અને સુભદ્રાનું લગ્ન! કોઈ શ્રીમતીનો એકનો પુત્ર પરણતો હોય એટલી દામધૂમ! કંકુ પાસે આટલા બધા પૈસા જમા હશે એની પ્રસંગ પહેલાં કોઈને કલ્પના પણ આવે! પરંતુ કંકુ તો ઘર લુટાવવા બેઠી હતી!

‘મારે આંગણે હવે બીજો કયો અવસર આવવાનો છે?’ તે સહુને કહેતી. ‘આ સુભદ્રા સાસરે જાય એટલે પછી હું અને મારો બાલમુકુન્દ બે રહ્યા! અમને બેને શેર જુવાર નહિ મળી રહે?’

*

પરંતુ કંકુની કસોટી તેના બાલમુકુન્દે ખૂબ કપરી સર્જેલી હશે!

પુત્રીને પતિ સાતે વિદાય કરતી વખતે હર્ષના આંસુઓથી ભીંજાયેલી કંકુની આંખો હજુ સુકાય તે પહેલાં જ, લગ્ન પચી ફક્ત આઠ મહિનામાં, તેનો ઈજનેર સજમાઈ એક ચણાતા મગકાનને ચોથે માળે બાંધેલી પાલખ સાથે પડીને હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યો; અને આઘાતની વેદનામાં ને વેદનામાં, ચાર દિવસની માલિનીને નાનીના હાથમાં સોંપીને સુભદ્રા પણ સદાને માટે પોઢી ગઈ!

વાતને આજે બીજા સત્તર વરસ વીતી ગયા હતા! બાલમુકુન્દ અને બાલમાલિનીને લઈને કંકુએ એટલા નિઃશબ્દ અણનમપણાથી સંસાર સામે ઝુકાવ્યું હતું... અને કોઈ મહાન કળાકાર, દાયકાઓના સતત પરિશ્રમ પછી પોતાના જીવનના નિચોડ સમી કોઈ કલાકૃતિ સરજે, તેમ તેણે નિજનું સર્વસ્વ નિચોવીને માલિનીની સત્તર વરસની કાયા સરજી હતી...

*

માલિનીના રોગને કંકુડોશી હમજે! ડૂસકાંઓથી હિબકતી માલિનીના માતે અને વાસે તેણે ફરીવાર હાથ ફેરવવા માંડ્યો ફરીવાર તેણે બીજી દિશામાં રોગનં નિદાન કરવા મથતા પૂછ્યું.

‘પણ વાત તો કર! કોઈ વઢ્યું છે?’

માલિને, જાણે કંઈક ખંખેરી નાખના માગતી હોય એટલા જોરથી માથું ધુણાવ્યું અને નાનીના હાથને બળજબરીથી પોતાના શરીરથી આઘો કર્યો!

‘મને પડી રહેવા દો...મારા લોહી પીઓ માં......તમને શું કહું?

પોતાની પૂછપરછથી માલિનીનો ઉશકેરાટ અને આક્રંદ લટો વધતો જતો હતો તે જોઈને ડોશળી તેને સુંવાળે હાથે પલંગ ઉપર વ્યવસ્થિત રીતે સુવાડી, ધીમે પણ ભારે પગલે બહાર ચાલ્યાં ગયાં!’

પરંતુ સત્તર વરસની છોકરીનાં હૃદયરહસ્યો ક્યાં સુધી ચાનાં રહે! જાગ્રત અવસ્થામાં માલિનીએ વાત નાનીમાંથી છુપાવી, તે તેની નિદ્રાવસ્થાથી જીરવી શકાઈ નહિ. આખી રાત ઊંઘમં ને ઊંઘમાં માલિનીનો લવારો ચાલુ રહ્યો! ઊંઘમાં તે અનેક અસંબદ્ધ વાતો કર્યાં કરતી હતી તે ધમકાવતી હતી, કરગરતી હતી, ખડખડાટ હસી પડતી હતી, ડૂસકાં ભરતી હતી, મેણાં મારીત હતી, મીઠું બોલતી હતી; પરંતુ બધા ચૂટા મણકાઓને સાંકળનારું એક સૂત્ર શોધવું, તે પાસે સૂતેલી કંકુના જાગ્રત કાનોને જરાયે મુશ્કેલ પડ્યું! સૂત્ર હતું : વખતોવખત જુદેજુદે ભાવે બોલાતું એક નામ. પ્રવીણ!

તે પછી લગભગ એક અઠવાડિયા સુધી માલિની ‘બિમાર’ રહીત તે દરમ્યાન કંકુડોશીએ કોઈ સિદ્ધહસ્ત ‘શૅરલોક હોમ્સ’ને પણ શરમાવે એટલી સફાઈથી ‘પ્રવીણ’ શબ્દની આસપાસ ગુંથાયલી માલિનીની આખી મનઃસૃષ્ટિ એની એકેકએક વિગતો સાથે સમજી લીધી!

*

મૅટ્રિકના વર્ગનો મૉનિટર પ્રવીણ અને માલિની વરસે નિશાળની ચર્ચાપરિષદનાં સંયુક્ત મંત્રીઓ બન્યા હતા! મહિના પહેલાં ‘સ્ત્રીઓનું સ્વાભાનિક કાર્યક્ષેત્ર કયું ‘રસોડું કે રણાગણ?’ વિષય ઉપર ચાલેલી ખૂબ રસિક ચર્ચાના બે પક્ષોની આગેવાની બન્ને મંત્રીઓએ પોતે લીધી હતી એક સફળ અને વિનોદી વક્તા તરીકે પ્રવીણની કીર્તિ આખા વિદ્યાલયમાં છેલ્લાં બે વરસો થયાં જામેલી હતી. એટલે જે પક્ષનું સુકાન પ્રવીણ હાથમાં લે તે પક્ષ વિજયી થાય એની એક જાતની પ્રણાલિકા બંધાઈ ગઈ હતી–શાળામાં પ્વીણને. માલિનીએ આજે પહેલી વાર ચર્ચામાં છક્કડ ખવડાવી હતી! એમ તો માલિની કંઈ વાગ્વિલાસમાં ઓછી ઊતરે એવી તો નહોતી જ. પરંતુ તેને વરેલો વિજય. કેવશ તેની વાક્છટાને આભારી નહોતો એની પ્રવીણને ઊડે ઊડે ખાતરી હતી. અને તે છતાં ય. ચર્ચાને અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા વિખેરાયા ત્યારે પ્રવીણે ખેલદિલીથી માલિનીને મુક્તકંઠે ઉપકાર માન્યો હતો.

પરંતુ સૌન્દર્યનું જાદુ કંઈ નિરાળું છે. ઉપકાર માનવાને વિચાર કરતી વખતે તો પ્રવીણે અમુક નકકી કરેલા શબ્દો બોલબાનો નિશ્ચય કર્યો હતો, પરંતુ વિજયે નરમ બનાવેલી માલિનીના એકાંત સાનિધ્યમાં તે એટલો બધો લાચાર અને વાચાળ બની ગયો કે પાંચ મિનિટમકાં તો તેણે કંઈનું કઈ કહી નાખ્યું!

અને તે દિવસથી તે બિચારો પ્રવીણ. પ્રસંશાની ભૂખી એની માલિનીને મન. તેનો આરાધ્યદેવ બની ગયો!–

પછી શું જોઈએ? એકબે પર્યટનો, એકબે ઉત્સવો, દસબાર સમજાય તેના સ્મિતોની આપ-લે, પચ્ચાસ-સો અધબોલ્યા શબ્દોનો વિનિમય...અને સત્ત્ર વરસની માલિનીમાં ‘પ્રેમ કી જ્યોત’ જાગી ગઈ!

ફક્ત એક જણને જબરદસ્ત ઘટનાની માહિતી નહોતી : બિચારા પ્રવીણને! પેલી યાદગાર ચર્ચાની સમાપ્તિ પછીના પાંચ મિનિટમાં વાર્તાલાપે એક કિશોર હૃદયમાં આટઆટલાં તોફાનો જગાવ્યાં હશે તેની તે બિચારા પુસ્તકકીટને ક્યાંથી ખબર!

અને અધૂરામાં પૂરું, એક દિવસે તેણે ‘રિસેસ’ પછી પોતાના લગ્નની કંકોતરી માલિનીના હાથમાં મૂકી!

ફૂલની છાબ ઉપાડવા જતા ફણીધર નાગ હાથમાં આવી ચડે અને માણસના ચહેરા ઉપર મોતની ફિક્કાશ ઊતરી આવે તેમ કંકોતરીના અક્ષરો કેલતાં માલિનીને થયું! તેની ઇન્દ્રિયો અને તેના મગજ વચ્ચેનો સંબંધ, પળવારને માટે, જાણે તૂટી ગયો!

‘આવશો ને!’

માલિનીએ યંત્રવત્ માથું નમાવ્યું અને વિદ્યાર્થીઓની આંખોથી સદા બીતા પ્રવીણે ચલતી પકડી! પરંતુ ‘હા’માં વિધાતાને ઠપકો હતો કે તેના આમંત્રણનો સ્વીકાર, તે જણાવાને નહોતો એને સમય કે નહોતું એને કુતૂહલ!

અને...માલિની માંદી પડી, પહેલી વાર, સત્તર વર્ષની ઉંમરે!

*

અને તે પછી તો, દૂબળા માણસના શરીરમાં જેમ સૅલેરિયાનાં જંતુઓ ઘર કરી જાય, તેમ માલિનીની સુવાળી કાયામાં રોગના જંતુઓએ જાણે માળો નાખી દીધો!

તેં મૅટ્રિકમાં આવી તેની સાથે જ, શાળામાં ગુજરાતી સાહિત્યના અધ્યાપક લેખે નવા ભરતી થયેલ ત્રિવેદી માસ્તર જોડે પ્રેમમાં પડી; પણ ‘ત્રિવેદી’ને પ્રેમ કરતાં પ્રમોશન વધારે વહાલું હતું એટલે તેણે મુખ્યાધ્યાપકના બે ચાર બાધા ભરમના શબ્દોને માથે ચડાવીને માલિનીની દિશાને સાષ્ટાંગ નમસ્કાર કર્યા...તેમના પરિચય પછી બરાબર પંદરમે દિવસે માલિને તેમને ચા-પાણી લેવા માટે પોતાને ઘેર નોતર્યાં હતા; પરંતુ નક્કી કરેલે દિવસે ત્રિવેદીને, ત્રીજી ધોરણના છોકરાઓને લઈને માફેરથી પંદર માઈલ દૂર આવેલ એક બગીચામાં સહેલગાહે જવાનું ખાર્યું.

અને માલિની ફરી માંદી પડી! એક પ્રકારના ચિહ્યો : એક ફરિયાદ : માથું દુખે છે...ચમર આવે છે...ગમતું નથી...મારું લોહી પીઆ માં. તમે વહિ સમજો.’

અને કંઈ બધુ સમજી લેતી ચિત્રની કેટલીએક નજીવી વિગતો–જેમ કે, નાયકનું નામ–....રહેતી તે માલિનીની નિદ્રા પૂરી કરી દેતી! પોતે અને પોતાનો તે વખતનો નાયક, બે સિનાય આખું જગત પોતાની હૃદયવાટેથી બિનવાકેક છે એની સુખજ શ્રદ્ધાથી પોતાના જીવનપ્રહસનનાં, ચિત્રપટની ઝડપથી પવટાતાં જતા દૃશ્યોમાં વધતાં જતાં કલા અને કૌશલ્યથી કામ કર્યે જતી માલિનીને કલ્પના યે નહોતી કે તેની નીંદરડી તેની મોટામાં મોટી વેરાનું બની ગઈ છે.

કકડોશી નહોતી સમજી શકતી ફક્ત એક વાત તેણે પોતે તો એક ‘છોકરા’ સાથેના ત્રણ મહિનાના લગ્નજીવનની ઓછી યાદગીરીની મૂડી ઉપર, લગભગ અર્ધી સદી જેટલું આયુષ્ય શાંતિ અને સ્વસ્થતા સાથે પસાર કર્યું હતું... અને તેની ‘દોહિત્રી’ વરસમાં સરાસરી બે વખત ‘પ્રેમ-રોગ’નો ભોગ થઈ પડનાર માલિની. શું ખરેખર તેની પોતાની દૌહિત્રી હતી! બન્નેના ચિત્તતંત્રો વચ્ચે આટઆટલો તફાવત? શું માલિનીના અસામાન્ય રૂપનું પરિણામ હશે?

કંફ કોઈવાર વિચારને અગડોળે ચડી જતી. તે પોતે પણ નાનપણમાં કંઈ ઓછી રૂપાળી હતી! રૂપે તો તેના જેવી નમાઈ, નબાપી છોકરીને માટે પિત્રાઈના ઘરના કઠોર વાતાવરણને કાળુ બનાવ્યું હતું. એક પેટ વધુ ભરવાની અને એક નાનકડી કાયા વધુ ઢાકવાની ભારે જવાબદારીથી સદા ધૂંધવાતી અને વારે અને તહેવારો સળગી ઊઠતી તેની ‘ભાભી’ પણ ‘મોટી પદમણી જોઈ હોય તો!’ એમ કહીને તેના ઉપર હૈયાની વરાળ ઠાલવતી અને રૂપે તો તેને...‘ રાતી પાઈ જેટલી પહેરામણીની પણ આશા નથી’ એવું ઉગાડું આખરીનામું તેના અનાથ લલાટ ઉપર કોતરેલું હોવા છતાં પણ... રૂડો રૂપાળો વર શોધી આપ્યો હતો!

ડોશીની ઝાંખી આંખોમાં ‘વર’ શબ્દના માનસિક ઉચ્ચારણે એક કોમળ અને કિશોર ચમક ઝબકી જતી, અને પછી, તરત આંસુના ટીપાં જેવી દેખાતી તેજની ટપકીઓ બે આંખોને ચારે ખૂણે આવીને જાણે જગત સમક્ષ પોતાની જાતને જાહેર કરતા શરમાતી હોય તેમ, ઊભી રહેતી!

આવે વખતે, ડોશી, જ્યાં હોય ત્યાંથી ઊડીને સીધી પોતાના નાનકડા દેવમંદિરમાં બિરાજતી બાલમુકુંદની પ્રતિમાની સન્મુખ પલાઠીવાળીને બેસી જતી! હળવે હળવે તેની પાંપણો ભિજાતી, તેનું અંતર કરગરવા માંડતું : ‘તમારી ભક્તિમાં મેં ઊણું આવવા દીધું હોય તો મને ખમા કરજો, બાપા! પણ મારી માલિનીનો ચૂડો અમર રાખજો.’ અને સાથે તેના હોઠમાંથી ભજનની ધૂન ઊઠતી :

રામસભામાં અમે

રમવા ગ્યા’તાં!

પસલી ભરીને રસ પીધો!

હરિનો રસ પૂરણ પીધો!

પણ હવે ‘ઈન્ટર’ના વર્ગમાં આવેલી ચોપડીઓમાં છાપેલાં માનસશાસ્ત્રને પોપટની પેઠે રટવા માંડેલી માલિની ડોશીની ભક્તિ-વેવલાઈનું માનસપૃથક્કરણ કરવા જેટલી સમજું, શિક્ષિત અને સરકારી થઈ ગઈ હતી…

ચારેક મહિના પર વીતેલી તેની છેલ્લી ‘બિમારી’ના પ્રસંગે તેણે મનમાં ગાંઠ પણ વાળી નાખી હતી કે દિલબરવિહોણી દુનિયામાં, ઉદારતાને અંકુશમાં રાખી શકાય તો બધુ યે આપવું પરંતુ એક દિલ કોઈને આપવું! જગતમાં પ્રેમ જેવી કોઈ વસ્તુ નથી એમ નહિ, પરંતુ એને સો પાંદડીએ પાગરવા માટે જોઈતું વાતાવરણ અને એથી યે વધુ એને ઝીલી શકે એવું ઊર્મિલ જિગર આજકાલ છે ક્યા?

પરંતુ માલિનીના સંકલ્પના દુર્ભાગ્યે, તેની કૉલેજના માનસશાસ્ત્રના આધેડ પ્રાધ્યાપક શ્રી જોશી પણ પ્રેમની બાબતમાં હૂબહૂ આવા વિચારો ધરાવતા હતા!

એટલે કંઈ નહિ તો, સાચા પ્રેમની સમજવિહોણા જમાનાના ઝાટકણી કાઢવા માટે પણ. બે સંસ્કારી હૃદયો અવારનવાર મળવા માંડ્યાં!

અનુભવે માલિનીને કટુ બનાવી હતી વાત સાચી, પણ રીઢી બનાવી નહોતી પણ કમબખ્ત અનુભવે, પ્રો. જોશીને રીઢા બનાવ્યા હતા, અને કટુ બનાવ્યા નહોતા! એટલે માલિની અને જોશી વચ્ચે સારો મેળ જમવા માંડ્યો! પરંતુ. ભક્તિથી જે ભગવાનને મેળવતા સાત જન્મારા જાય છે, તે ભગવાનને શત્રુભાવે ભજતા એક જન્મમાં પ્રાપ્ત કરી શકાય, એવો માલિનીએ ઘણીયે વાર સાંભળેલો પૌરાણિકોનો મત ભગવાનની બાબતમાં ખરો હોય કે ખોટો, પણ પ્રેમની બાબતમાં તો સાચો છે, એનું ભાન માલિનીને હજુ હવે થવાનું હતું!

અને ભાન તેને એક દિવસે થયું...દરિયાકિનારે, નમતી સાંજે, આથમતા તેજે... ભવિષ્યમાં આવનારાં હજારો ચુંબનોના પુરોગામી ચુંબન જેવા એકલા અટૂલા સૌથી પહેલાં ઊગેલા એક તારલિયાની હાજરીમાં!

*

બધુ કેમ બની ગયું તેની તો માલિનીને પોતાને પણ ખબર રહી! નજીક આવતી પરીક્ષાના સંભવિત સવાલો ચર્ચવાને મિષે, તે કંકુડોશીને કહીને પ્રો. જોશીને ઘેર ગઈ હતી. અકસ્માત્, બરાબર તે પહોંચી તે વખતે, પ્રોફેસરની ‘કાર’ તેમને દરિયાકિનારે લઈ જવા માટે બહાર ઊભી ઊભી હાંફતી હતી અને પ્રોફેસર ઘરની બહાર નીકળતા હતા.

‘માલિની! ફરવા આવશે? રસ્તામાં મુશ્કેલીઓની ચર્ચા પણ થશે અને હવા પણ ખવાશે!’

સળગી ઊઠેલા વિમાનમાંથી કોઈ છત્રીધારી વિમાની જેમ અજ્ઞાત આકાશના ઉદરમાં કૂદી પડે, તેમ માલિની પ્રોફેસરની ‘કાર’માં કૂદી પડી!

*

તે દિવસે રાતના નવેક વાગ્યે માલિની જ્યારે પાછી ફરી ત્યારે એના ચહેરા ઉપર સાગરકાંઠાની સંધ્યાનો એક નાનો ટૂકડો જાણે ભૂલથી રહી ગયો હોય તેટલી લાલાશ તરવરી રહી હતી; એટલું નહિ, પરંતુ, વરસાદની એક ઝડી વરસી રહ્યા પછી તરત લીલી ધરતી ઉપર જેમ એક પ્રકારની પુલક દેખાય, તેમ તેના ઓઠ અને ગાલ ઉપર બહુ ઝીણવટથી જોનાર કળી શકે એટલું સૂક્ષ્મ નૃત્ય પણ ચાલી રહ્યું હતું!

પણ કંકુડોશીનું બધું લક્ષ્ય તે વખતે માલિનીને માટે ઊનાં રાખેલાં દાળ-ભાત-રોટલી-શાક ઠરી જાય ઉપર હતું!

*

અને પછી પૂરા એકસો ને તેર દિવસો સુધી માલિનીના હૃદયની હવેલીમાં પ્રેમની રોશની જળહળી રહી! બહુ ચોક્કસપણે કહેવું હોય તો અલબત્ત, એમ કહેવું જોઈએ કે રોશની પોતે એકાશી દિવસ રહી અને બાકીના બત્રીસ દિવસ સુધી રોશનીનં પ્રતિબિંબ રહ્યું!

કારણ કે છેલ્લા બત્રીસ દિવસો પ્રો. જોશીએ પોતાના વતનમાં ગાળ્યા હતા!

પણ તેત્રીસમે દિવસે માલિની જ્યારે વતનથી પાછા ફરેલ પ્રોફેસરને તેમને ઘેર મળવા ગઈ ત્યારણે તે ઘરમાં પ્રોફેસરને બદલે, પોતાથી યે વધુ સુંદર એની એક તરુણીને હીંચકતી જોઈ.

આટલા વિયોગ પછી પહેલે દિવસે આમ બેપરવાઈ બતાવનાર દિલબર ઉપર ઉપજેલો ગુસ્સો, કોઈ ત્રાહિત માણસની હાજરીમાં જાહેર થઈ જાય એટલા ખાતર, મોઢા પર સ્મિતનું લીપણ કરીને તે પાછી ફરવા જતી હતી, તેટલામાં પેલી તરુણીએ તેને રોકીને કહ્યું.

‘બેસીને! તો પ્રિન્સિપાલને મળવા ગયા છે. હમણાં આવશે. તમારે કઈ ખાસ કામ હતું?’

માલિનીનું હૃદય એકાએક કારમી રીતે ધબકવા માંડ્યું : કોણ હશે મજુભાષિણી મૃદુલા?

‘કંઈ ખાસ કામ નહોતું. તો હું તરફથી નીકળી હતી તે... પણ તમે? ઘરમાં અગાઉ તો કદી જોયાં...!’

‘ક્યાંથી જુઓ?’ મજુભાષિણીએ પ્રશ્ને અદ્ધરથી ઊંચકીને જવાબ દીધો : ‘અમે હજુ ગઈ પાંચમે પરણ્યા!’

પ્રોફેસરના ઓરડાની ભીંતો માલિનીના માથાની આસપાસ રાસ લેવા મડી હતી... અને તેમાં તેના અતરના તાડવે ચડેલા ધબકાર તાલ આપ્યે હતા. ભાગભાગ... ભાગભાગ... ભાગભાગ!

શું કરવું તે સૂઝતા તેણે વાર્તાલાપની સાંકળ ચાલુ રાખવા પ્રયત્ન કર્યો :

‘પણ...’

‘પણ શું?’ પેલી ચકોર યુવતીએ માલિનીનો ભાવ પારખી લઈને પોતાના પતિદેવ તરફથી બચાવ ફેંક્યો : ‘એમને પોતાને ક્યાં ખબર હતી, ગામ આવ્યા ત્યારે? હજુ બીજને દિવસે તો અમને ચાંલ્લા થયા!’

માલિનીના અતરમાં પરાજિતોનું રણગીત વધુ ને વધુ ઉગ્રતાથી ગાજી રહ્યું હતું. ભાગભાગ, ભાગભાગ, ભાગભાગ!

‘મુબારકબાદી!’ એટલા અક્ષરો માંડમાંડ કાઢીને વિનયમર્યાદા સહન કરી શકે તેટલી ઝડપે, ‘આવજો, તમારું નામ તો કહેતા જાઓ!’ શબ્દોને સાંભળવાની વાટ જોયા વગર જ, માલિની પ્રોફેસરના ઘરની બહાર નીકળી ગઈ!

*

આજે પંદર વીસ દિવસ થયાં માલિની પથારીવશ છે. તેનું માથું દુઃખે છે... તેની આંખોમાં બળતરા થાય છે... તેને ચક્કર આવે છે... અને લગભગ આઠે પહોર, તેનાં નાનીમાં તેની ખડેપગે આસનાવાસના કરે છે... તેવું શરીર દાબે છે, તેના માથાં પર,તેના ગાલ પર, તેના વાંસા પર હાથ ફેરવે છે. તેના વાળની લટો રમાડે છે, તેને દવા આપે છે, તેને મોસબીનો રસ પાય છે, પરંતુ... તેને પૂછતાં કશું યે નથી.

કારણ કે માલિનીને કયો રોગ છે તે હવે બરાબર જાણે છે.

નથી જાણતી માત્ર માલિની, કે નાનીએ પણ, જીવનમાં વધુ વાર નહિ તો એકવાર તો પ્રેમ કરી જાણ્યો છે!

સ્રોત

  • પુસ્તક : આપણી શ્રેષ્ઠ નવલિકાઓ (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : ગુલાબદાસ બ્રોકર
  • પ્રકાશક : ધી નેશનલ ઇન્ફર્મેશન એન્ડ પબ્લિકેશન્સ લિમિટેડ
  • વર્ષ : 1948