ટપાલની થોકડી લઈને હમણાં જ બાલકૃષ્ણ આવી ગયો. આજે પણ ગઈ કાલની માફક જ પાંચ ઠેકાણેથી નિમંત્રણો આવ્યાં :ક જોગેશ્વરીમાં લલિતકલાનું પ્રદર્શન ખોલવાનું, વીરભૂમિમાં બાલસેનાની કવાયતના મેળાવડાનું પ્રમુખસ્થાન લેવાનું, ત્રિલોકપુરમાં નવું લોકસેવામંદિર......
પણ કંઈ નહિ જવા દઈએ તમને કંટાળો આવશે. કેમ ન આવે? બાલકૃષ્ણ મારો દસ વર્ષનો જૂનો કારકુન, તેને પણ હસવું આવે છે કે હું આ બધા નિમંત્રણોની આટલી ચીવટપૂર્વક તારીખો કેમ મુકરર કરાવું છું? જવાબો લકાનું છું, તારો કરાવું છું, છેલ્લી ઘડીએ તારીખો બદલવાના સંદેશા મોકલું છું એ બધી મારી જજાળો છે એમ ન માનતા, મને એમાં મોજ પડે છે.
બાલકૃષ્ણ હસે છે, બીજા ઘણાઘણા મને મદમાં ચકચૂર બનેલો સમજે છે. મારા દરેક સમારંભના અહેવાલો, સમારંભ ખતમ થાય. કે તરત જ હું લખીલખાવી છાપામાં પ્રસિદ્ધિ માટે મોકલાવું છું એ પણ બધા જોઈ રહે છે.
હું પણ તેઓના મારા પરના સબ્દકટાક્ષો અને આંખમીચકારાથી અજાણ નતી. તેઓ માને છે કે પ્રસિદ્ધિના મોહે મારી આંખોમાં અંધાપો અને મારા કાનોમાં સીસું સીચેલ છે. પ્રગટ થયેલ સમાચારોની કાપલીઓની નોખી એક ફાઈલ જ મેં રખાવી છે ને ઈરાદાપૂર્વક જ તે મેં મારા મેજ પર મુકાની છે, એથી પણ મારા સાથીઓ મને ચસકી ગયેલો માને છે; પણ તેઓ મારે વિષે જે માની રહેલ છે તે પાચું હું પણ જાણું છું એટલી વાત તેઓ કદી જ નહિ સ્વીકારે.
છેલ્લા બે અવસરોમાં તો હું મારાં સાથીદારોની આખી એક મંડળી લઈને જઈ આવ્યો. મેં હવે પચીના નોતરનારાઓને ચોખ્ખું સંભળાવી દીધું છે કે ‘ઓછામાં ઓછો દસ જણાંનો રસાલો લીધા વગર હું નહિ જ આવું. એ દસેયનું જાતવળતનું ગાડીબાડુ તેમ જ બીજું ખર્ચ તમે આપી શકશો?’
‘જરૂર, જરૂર’ કહીને એ લોકો તો ઊલટાના ખુશાલી અનુભવે છે. ‘બહેનોને તો કાસ લઈ આવજો, હોં સાહેબ!’ એવો એ લોકો આગ્રહ સેવે છે; ને મેં પણ જોયું કે તેઓ કઈ હૈયાકૃટા નથી. તેમના સમારભોમાં મારું તેમ જ મારા મંડળનું–ખાસ કરીને સાડીધારી શરીરોનું–એક અજબ આકર્ષણ ઊભું થાય છે; ને નિવા બૅન્ડે, વિના બીજાં કશા નાટકોએ આખુ ગામ જમા થાય છે.
પછી તો મારા અને મારાં સગાથી વહેનોનાં ભાષણો : અમારી સહુની ગ્રુપતસવીરો તેમ જ એકલછબીઓ : અમારામાનાં બેચારને હાથે જુદાં જુદાં ગૃહો, મંડળો, સંમેલનો ખુલ્લા મુકાવવાની તડામાર : ખાસ કરીનવે મારી જોડેની બહેનોના થોડા કસરતપ્રયોગો, તેમ જ એ પ્રત્યેકની મુલાકાત લઈ ‘મિસ મેયો વિષે આપને શું કહેવાનું છે?’ એ પ્રશ્નના મેળવવામાં આવતા ધગધગતા પ્રત્યુત્તરો વગેરે વગેરે–અરે સરઘસ તો હું ગણાવવા બૂલી જ ગયો–સરઘસો વગેરે આ બધા રંગોની રંગોલી એ ભાઈઓ છાપાંમાં તેમ જ પોતાના અહેવાલોમાં એવી તો સરસ રીત પૂરી લે છે કે હવે પછી મારે મારું સાજનમાજન લઈને જવામાં કશો સંકોચ રાખવાની જરૂર નથી. જો લોકો મને ‘ઍક્સ્પલોઇટ’ કરે છે, અર્થાત્ મારપો કસ કાઢે છે, તો પચી મારે શા માટે આ છેલ્લા જીવનવર્ષોને માણી ન લેવાં? શા માટે સામો કસ ન કાઢવો?
‘માણી લેવાં’ એવો પ્રયોગ કરવા બદલ હું તમારી કોઈની લેશમાત્ર ક્ષમા માંગતો નથી. આ દસ્તાવેજ તમને મારા મૃત્યુ પછી હાથ લાગશે એટલે હું નિર્ભય છું. એ નિર્ભયતાનો પ્રેર્યો જ હું એકરાક કરું છું, કે એક પાટેલું,ત થીગડા મારેલું, શરીરને બહુ વધ ન બેસતું એવુ કૃડતુ પહેરવાથી હું કઈ વિરક્ત નતી થઈ ગયો. મારી ટુંકી ધોતલી ને મારા લગારી રંગઢંગ કંઈ ત્યાગનાં કે શાંત પડેલી વૃત્તિઓના ચિહ્નો નથી. મોરલાનો પિચ્છકલાપ અને સિંહની કેશાવલિ, કૂકડાની માજર અને કલાકારના કેશગૂંચળા : એ તમામની અંદર જે આકર્ષકતા રહેલી છે તે જ આકર્ષકતા મારા આ લઘ્ઘર-વઘ્ઘર લેબાસમાં તેમ જ દીદારમાં છુપાયેલી છે. તમે સહુ ભરમો છો કે બાઈ ધેલા બન્યા છે. પણ તમે, મારી બીજી ચાહે તેટલી ખામીઓ કાઢવા છતાં ય. મારી વૃત્તિઓના લહેરીપણા પર તો અદેશો નહિ જ આણો, ખરું? હું તમને કહેતો જું છું કે હું ઘેલો નથી.
આઠ દિવસ પહેલાંની ટપાલના પરબીડિયા મને કેવા યાદ આવે છે! તે દિવસે મેં બે પરબીડિયા કેવી સિફતથી સેરવી લીઘાં! મારું પડખું સેવનારો શકરોબાજ બાલકૃષ્ણ પણ ન કળી શક્યો. મેં એની નજર ચુકાવી–હા! હા! હવે તો મને મારા નાના નાના વિજયો પણ વહાલા લાગે છે–બુઢ્ઢા બાપને છેલ્લા છૈયા લાગે છે ને–તેવા વહાલા.
સેરવેલું પરબીડિયું હું હવે એકલો પડ્યો પડ્યો ફોડું ચું. અક્ષરો હું ઓળકું ચું. સરનામાની અંદર જ એ ન ભુલાય એવો મરોડ છે. વીરમતીનો પ્રદ્યોત પરનો એ કાગળ છે. પ્રદ્યોત મારી કને પરાઉપરી ત્રણ આંટા મારી ગયા : પછી ગયો કે ‘રાજેશ્વરભાઈ, મારો કાગળ છે?’
ટંડાગાર કલેજે મેં એને કહ્યું : ‘ના ભાઈ, આજે તો નથી.’
તો યે એ ક્યાં ખસતો હતો? એનું દ્યાન તો મારી પાસે પડેલી ટપાલની ઢગલી પર જ ચોંટ્યું હતું. મારાં ચસ્માંની બાજુએથી તીરછી નજર નાખી હું પ્રદ્યોતના મુખભાવો નિહાળતો હતો. મને લહેર પડતી હતી. ભલે ને એ બેસી રહ્યો! હું શા માટે કહું કે જા! એને કાતરી જ ન કરાવું, કે હું કદાપિ અનિશ્ચયાત્મક ના નથી કહેતો! ધીરે ધીરે મેં ટપાલ વાંચ્યા કરી. એક્કેક પરબીડિયું ફોડવામાં મેં કચકડાની છુરીને કેટલી ભિન્નભિન્ન રીતે ચલાવી? પ્રથમ ચોંટાયેલી જગ્યાએ, પચી એક ખૂણા ઊપર, પછી બીજા, પછી ત્રીજા ને ચોખા ખૂણા ઉપર.
પ્રદ્યોતની મજાલ નહોતી કે ટપાલની ચોકડીને–મારી ટપાલની થોકડીને–હાથ અડકાડે. નીચે વળી વળી એણે બેત્રણ બાજુએથી કોઈક અમુક રંગનું કવર પારખવાની માથાકૂટ કર્યા કરી અને આખરે પોતાનો પરાજય પોતાના મોં પર લખી લઈને એ ચાલતો થયો.
એ જતો હતો ત્યારે એ મારી નજરે કેવો જણાતો હતો? કઈ ઉપમા આપું? હા, હા, યાદ આવી : એ લાગતો હતો સીચોડામાંથી ચેપાઈને બહાર નીકળેલા શેરડીના સાંઠા જેવો.
ટપાલનાં રંગબેરંગી પરબીડિયાં મારા ટેબલ પર મારી લિજ્જતના મેઘધનુષ્યો રચતાં હતાં. એ તમામને પતાવી ઘડીમાં મેઘધનુષ્યો રચતો અને ઘડીમાં મારી રચનાઓને વિખેરતો હું ઊભો થયો. પ્રદ્યોતને હું શોધતો હતો. અમારી સંસ્થાના ‘ગ્રામસેવકમંડળના’ તારામાં એક હોવો જોઈઁ. લટાર મારતાં મારતાં હું તો એ તારાની તપાસ અર્થે જ જાણે આવી ચડ્યો હોઉં એવું દેખાડવા માટે મેં માળીને એક ચીમળાતો ગુલાબપનો રોપ બતાવ્યો, ને કહ્યું.
‘માળી, તારો અને મારો સમાન ધંધો :ક હું જગતના માનવપુષ્પોનો માળી, ને તું આ વનસ્પતિનો તને આ રોપ સુકાયો દેખી દુઃખ ને તું આ વનસ્પતિનો તને આ રોપ સુકાયો દેખી દુઃખ નતી થતું? મારો તો ’વાસ ઊડી જાય, જો મારું એક પણ સહકર્મચારી સુકાય તો.’
હું મકાનમાં ગયો. ‘આ પાણીના ગોળામાં કૂગ તો નથી જામતી ને?’ એમ કહેતા કહેતા મેં ગોળાની અંદર હાથ ફેરવ્યો, ત્યાં તો અંદરથી પ્રદ્યોતનો નિઃશ્વાસ સંભળાયો.
‘કોણ છે અંદર?’ કહેતો હું દાખલ થયો. પ્રદ્યોત નાક-મોં લ્છતો હતો.
‘કેમ પ્રદ્યોત, તમને વળી પાછી શરદી લાગી શું?’
પ્રોદ્તે માથું હલાવ્યું.
‘ચાલો, યુકેલિપ્ટસ છાટી દઉં તમારા રૂમાલમાં.’
પ્રદ્યોતે ફીર પાછું માથું ધુળાવ્યું, પણ નકારમાં.
‘કેમ? શરીર બગડ્યું છે તેથી કંઈ નથી ગોઠતું? ઘરે સાંભરે છેឯ માબાપ યાદ આવે છે?’ મેં વહાલભર્યા હાથે એને પંપાળતાં પંપાળતાં પછ્યું.
એણે ફરી ડોકું ધુળાવ્યું–નકારમાં પણ એની આખોએ જુદો જવાબ દીદો–હકારભર્યા આંસુઓનો.
‘અરે ગાંડાભાઈ!’ મેં હસીને એની પીઠ થાબડી; ‘આટલી પોચી લાગણીવાળા થયે કંઈ ગ્રામસેના થવાની છે? વજ્રશો કઠોરપ બન. મારો દાખલો લે. મારું કુટુંબ ક્યાં રઝળતું પડ્યું છે! પણ હું એને યાદ જ કરતો નથી.’
પ્રદ્યોતને ચોધાર રૂદન ચાલ્યું. મેં જોઈ લીધું કે લોઢું. પતી લાલચોળ થયું છે કે મેં સવેળાનો ઘણ ચવાલ્યો.
‘જા જા’ ઊઠ, સાંજની ગાડીમાં ઊપડ. જઈ આવ તું તારે. કુટુંબ પ્રત્યેનો પમ આપણો ધર્મ રહ્યો છે સુખેથી જા.’
પ્રદ્યોતે કાકલૂદીભર્યાં નેત્રે મારી સામે જોયું. મેં જવાબ દીધો.
‘હું સમજી ગયો. બેફિકર રહેજે. હું કોઈને નહિ કહું કે તું આટલો ભાગી પડ્યો હતો. નહી જ કહું હું સમજું છું. આપણે સહુ મનુષ્યો જ છીએ.’
2
સાંજની ગાડીમાં એક ઊપડી ગયો. તે પછીના બે કલાકો મારે માટે જુગજુગ જેવડા ગયા. પ્રદ્યોતને લઈ જતી ગાડીના તથા વીરતમતીને લઈ આવતી ગાડીના ક્રૉસિંગનો મને ભય હતો કદાચ એકબીજા મળી જસે તો?
પણ મારા એ બે કલાકના જાપ ફલ્યા વીરમતી આવી પહોંચી.
શ્વાસભરી એ મારે મકાને આવી. મારી ગાદકી ઉપર એ મારી પુત્રી શારદાના જેટલા જ સ્નેહદાવાથી ઢળી પડી. એના માથામાં તાડી જ બાંધેલી વેણી હતી, સાંજે પેલા જંક્શન પરથી જ લીધી હોવી જોઈએ.
મેં ચકિત બની પૂછ્યું, ‘તેં શું બીજા વર્ગમાં મુસાફરી કરી?’
એ કહે : ‘ના રે!’
‘ત્યારે આ તારા કપડાં આટલા સ્વચ્છ ક્યાંથી? તારા કાનમાં યે એંજિનના ધુમાડાની કોલસી નતી એ શી નલાઈ?’
અલબત્ત, તમે સમજી શકશો કે હું વીરમતીના કાનને લૂછી રહ્યો હતો.
‘હેં! કહે તો, આ શું?’
એ શરમિંદી બની ગઈ, વાયુની લહરમાં મરોડ લઈને તીરછી છટાથી ફૂલ દાખવનાર કોઈ ફૂલછોડની માફક એણે પોતાનું આખું અંગ મરડીને મોં ખ્લ્યું.
‘જંક્શને નાહીને કપડાં બદલ્યા’તા.’
‘ક્યા નાહી?’
‘સ્ટેશનના નળ ઉપર.’
‘અરરર! એમ નાહવાય, ગાડી! આપણી સંસ્થાને માટે કી શું કહે?’
‘પણ બહેન! આપણેં જીવન કઈ પટિયાંને આધારે નતી ચાલતુ ને? તેં એ દૃશ્ય પાટિયું દીઠું કે ‘આ નળ નાહવાનો છે’ પણ જીવનના માર્ગ ઉપર પાટિયા ન લગાવેલી એવી કેટલી કેટલી નીતિરીતિઓ પડેલી છે!.
કમેં જોયું કે વીરમતી કસું સમજી ન શકી. મારે પણ એ જ કામ હતું : એને સમજાવવાનું નહિ, એને અણસમજની મુગ્ધતામાં મૂંઝવવાનું.
‘એ તો ઠીક, પણ બે કલાકમાં શું કાટુમોળું થઈ જવાનું હતું? અહીં આવીને નો’તુ નવાતુંધોવાતું?’
એ કશો ઉત્તર ન દઈ શકી. એ કસુંક પૂછવા પ્રયત્ન કરતી હતી; પણ હું શા માટે એને સૂચન પણ કરું? મેં કહ્યું :
‘જા, સ્વસ્થ થા.’
એ ઊઠી. બારણા સુધી ગઈ, પછી એણે પાછા વળીને પૂછ્યું : ‘મને સ્ટેશને કોઈ લેવા કેમ નહોતું આવ્યું?’
‘તેં ખબર આપી હતી?’
‘હા.’
‘શી રીતે?’
‘કકાગળ લક્યો હતો.’
‘કોના પર?’
એણે આડો જવાબ દીધો : ‘મારું કવર મળ્યં જ નથી કોઈને?’
‘કવર? ના! કવર શીદ લખવું પડ્યું? આવવાના ખબર દેવા એમાં કવરનો ખર્ચ? તું કેટલી ઉડુ છે. બચ્ચા!’
‘નોટ-પેઇડ થયું હશે?’ મારા પરક કશા ઉદ્ગારો તો નહોતા ઠાલવી મોકલ્યા ને?’
આવી આવી મારી ‘અવળવાણી’ સામે વીરમતી એક ખામોશીભર્યો પાઠ ભજવી રહી હતી. પણ હું એને સાપટમાં લેવા જ મથતો હતો. આખરે, શિકારીએ છેક કોઈ ખૂણામાં પેસાડી દીધેલી હરણી જેમ જવાના માર્ગો બંધ થયા દેખી. શિકારીનો સામનો કરે, તેમ વીરમતીએ પણ પૂછ્યું, ‘પ્રદ્યોતચંદ્ર અહીં નથી?’
‘વાહ! મારા પ્રશ્નોનો જવાબ તો દેતી નથી ને આડુઅવલું મારી ઉડાવણી કરનારું પૂછ્યા કરે છે તું તો, બહેન!’
‘કહો ને!’ એણે શરમ છોડી.
‘એને તો જવું પડ્યું.’
‘ક્યાં?’
‘કેમ?’
‘સહેજ શરદી જણાતી હતી એટલે માટી મૂંઝાઈ ગયો!’
‘ક્યારે ગયા?’
‘તમારી બેઉની ગાડીનું ક્રૉસિંગ જંક્શન પર જ થયું હશે.’
ને મારા મનમાં એક વાક્ય રહી ગયું તે આ હતું : ‘તને કદાચ એણે સ્નાન કરતી પણ દીઠી હશે.’
‘પણ એ ગયા ક્યાં?’
‘બીજે ક્યાં! એને ઘેર.’
‘એને ઘર જ નથી, માબાપ પણ નથી; કોઈ નથી.’
‘હવે એ બધી તો મને શી ખબર? એને વિષે મારા કરતાં તને વધુ ખબર છે એ ય હું શું જાણું ભલા?’
મારા એ શબ્દો–હું જાણું છું–શ્વાનના દાંત સરકા હતા : તીક્ષ્ણ અને લાંબા એ શબ્દોએ વીરમતીના કાળજાનો એક લોચો દજાણે કે તોડી લીધો.
‘રાજેશ્વરભાઈ!’ વીરમતીએ દડદડ આંસુડે કહ્યું : ‘હું આશીર્વાદ લેવા આવી હતી.’
‘શા બાબત?’
‘પ્રદ્યોતચંદ્રની જોડે....’ એ અટકી પડી.
‘ઓ...હો!’ મેં ચિંતાજનક વિસ્મય બતાવ્યું. ‘હવે સમજાયું આશીર્વાદ–તો હું જરૂર આપત, પરંતુ...’ હું સહેજ ધગ્યો. ‘તારે મને પૂછવું તો જોઈતું હતું ને?’
‘એમાં પૂછવાનું શું?’
‘પૂછવાનું શું? એ પણ ભલી વાત! તારું આગલું વેવિશાળ તોડાવનાર કોણ? તારા માતાપિતાને મક્કમ બવાવનાર કોણ? તારા સામાવાળાઓની નાગાઈનો સામનો સામ, દામ, દંજ ને ભેદથી કરનાર કોણ? બોલ.’
‘તમે–મારા પિતાતુલ્ય તમે જ.’
આ ‘પિતાતુલ્ય’નું પદવીદાન મને ગમ્યું નહિ. મારેકોઈના પિતા નથી થવું. મને એનો શબ્દ બહુ ડખ્યો. શું હું એટલો બધો બુઢ્ઢો થઈ ગયો છું, કે મને જુવાન સહકર્મચારિણીઓ પણ ‘પિતાતુલ્ય સમજી બેસે? પણ મેં મારી ચીડ છુપાવીને હસતાં હસતાં કહ્યં :
‘તો પછી ગાડી! તને એક વાર બચાવીને સું મારે જ તને પાછી ઊંડી ખાઈમાં ઉતારવી, એમ?’
‘ઊંડી ખાઈ!’ એણે લાલઘૂમ રડતી આંકો મારી સામે તાકી.
‘ત્યારે નહિ? મૂરખી! આ પ્રદ્યોતનો પૂર્વઇતિહાસ જાણે છે તું? તું શું જાણે? એ તો એ તને બનાવી જાય, મને ન બનાવી શકે. હું કો 1906ના રાષ્ટ્રઆંદોલનથી માંડી આજ સુધી દેશજનોની ગોવાળી કરું ચું. હું તો ભરવાડ છું. હાથ પેરવીને મારાં ઘેટાના જૂના રોગો પારકું છું.
‘પણ એણે એનો આખોય પૂર્વવૃત્તાન્ત મને કહ્યો છે.’
‘એ...મ છે!!!’ હું દરેક અક્ષર ચીપીચીપીને બોલ્યો.
‘ને એણે...’ હો! હો!!’ મેં ગમ્મત કરી. ‘તું તો ગ્રામસેવાનું શિક્ષણ લેતી લેતી કવિતા પણ કરવા મંડી ને શું?’
હું યાદ કરતો હતો–મારા ક્યા પુસ્તકનું એ વાક્ય વીરમતીએ ચોર્યું હતું?
‘મૂરખી રે મૂરખી!’ મેં એને થાબડી : ‘ઉતાવલી બની ગઈ! મને વિશ્વાસમાં તો લેવો’તો! ને હજુય શું બગડી ગયું છે? તારા મનમાં એ જ જો દૃઢ સંકલ્પ હોય તો અમે વેતરણ ઉતારી આપું. જા, પ્રભાત થવા દે; અને હા, પ્રદ્યોત ક્યાં ગયો હોવો જોઈએ?”
વીરમતીએ પ્રદ્યોતને સઘરનાર એક સ્થાનનું મનેસરનામું આપ્યું.
એ ગઈ. મેં તરતજ ‘અર્જન્ટ’ તાર મૂક્યો. ‘પ્રદ્યોતચંદ્ર, તમારે ફરીથી અહીં આવવાનું નથી.’
વળતે દિવસે પ્રબાતે પ્રાર્થના પૂરી થઈ કે તરત જ મેં અમારાં પચાસે ગ્રામસેવાભ્યાસીઓની મેદની વચ્ચે ગંભીર સ્વરે વાત કરી.
‘તમને સર્વને મારે ગ્રામસેવાના હિતને કારણે એક કલકકથા વિદિત કરવાની છે. બહુ વ્યથિત હૃદય એ કહીશ.’
સહુ સંકોડાઈ ગયા. કોના પક વીજળી ત્રાટકવાની હશે? પચાસે ચહેરા ઉપરથી લોહી ઉડી ગયું. એ લોહી નિહાળીને મેં સંતોષ લીધો.
મેં ‘એક ભાઈ અને ક બહેન’ની કલકકથા શરૂ કરી ત્યારે સોય પડે તોય ય સંભલાય એની સ્તબ્ધતા પથરાઈ ગી. કથાને પૂરી કરતા સુધી મેં નામો દબાવીરાખ્યા. નામો જાહેર કર્યા ત્યારે જાણે ત્યાં બે જણાને ફાંસી દેવાઈ ગઈ.
મને સંતોષ થયો હું વેદનામૂર્તિ બનીને સહુની વચ્ચેથી નીકળી ગયો. ત્યારે જાણે કે ત્યાં જીવતા જીવો નહિ પણ પાળિયા ઊભા હતા.
પાછળથી કોઈએ આવીને મને કહ્યું : ‘વીરમતીને મૂર્છા આવી ગઈ છે.’
મેં આદેશ દીધો. ‘એને સાંજની ટ્રેઇનમાં એના માબાપ કને મૂકી આવો.’
બપોરે વીરમતી મારી કને આવી રોઈરોઈને એનો ચહેરો સુંદર બન્યો હતો.
એણે કહ્યું : ‘એક જ પ્રશ્ન પૂછવા માગું છું.’
મેં કહ્યું : ‘જરૂર પૂછો.’
‘આમ શા માટે કરવું પડ્યું?’
‘તમે બેઉ મારાથી છૂપી રમત રમ્યાં તે માટે.’
‘તમે એમ ધારો છો કે અમે નહિ પરણી શકીએ?’
‘મેં છાપાંમાં ખબર મોકલી દીધા છે, તમારા માતાપિતાને લખી નાખ્યું છે. પોલીસને પણ ચોમેર ખબર આપી દીધી છે. શક્ય એટલું બધું જ કર્યું છે, ને જરૂર પડ્યે વધુ કરીશ.’
‘રાજેશ્વરભાઈ!’ એના કઠ આડે જાણે કોઈ ડૂચા ભરાયા હતા. ‘કતમારાં પુસ્તકો, તમારી જીવનકલ્પનાઓ, નવરચનાનાં તમારા સ્વપ્નો...એમાંથી પ્રેરણા...લઈ...અમે...’
‘બસ, વીરમતી! ઝાઝાં sentimental ખવાનું મને પસંદ નથી થયું.
વીરમતીને પાછી મૂર્છા આવી.
એના મોં પર પાણી છાંટતો હું એને પંપાળતો હતો.
સાજે એ ગઈ. વળતા દિવસની સવારે હં અને મારાં પાંચ સાથીદારો ગ્રામસેવાનું એક નવલું મથક ખોલવા ઊપડી ગયાં.
હમણાં જ મને બાતમી મળે છે કે ‘અમદાવાદના એક પીઠામાં પ્રદ્યોત દારુ પીતો હતો.’
શી નવાઈ! એનું નામ જ જાતીય વિકૃતિ.*
*એક રાષ્ટ્રસેવકની રોજનીશીમાંથી.
સ્રોત
- પુસ્તક : આપણી શ્રેષ્ઠ નવલિકાઓ (પૃષ્ઠ ક્રમાંક 89)
- સંપાદક : ગુલાબદાસ બ્રોકર
- પ્રકાશક : ધી નેશનલ ઈન્ફર્મેશન એન્ડ પબ્લિકેશન્સ લિમિટેડ
- વર્ષ : 1948
