ઉમાશંકર જોશી
Umashankar Joshi
રોજ રાતે ખાવાપીવાનું પતાવી પહેલાં તો હાથહાથ કરીને અમે વાસણો સાફ કરી નાખતા અને પછી ઓરડીમાં આજે કેટલા સૂનારા છીએ એની ગણતરી કરવા મડી જતા. રાંધતી વખતે એવી ગણતરીની જરૂર રહેતી નહિ, કારણ કે આ સદીમાં પણ અમારી તપેલી અક્ષયપાત્ર હોવાનો દાવો કરી શકતી. ત્રણ ભાઈઓને માટે રાતે એટલી ખીચડી બસ થતી. હું તો નવો જ આવેલો, અને બાઈઓ કહેતા કે એ બે જણા પણ ભરીને જ ખીચડી ઓરતા. પરમ દિવસે મળવા આવેલા એક મિત્રને અમે મદદમાં લીધા તો પણ તપેલી હારી નહિ અને આજે જ્યારે અમે પાંચ સૂનારા છીએ એમ નીકળ્યું ત્યારે શી રીતે સૂઈશું એવું મને આશ્ચર્ય ન થયું, પણ પાંચ જણને તપેલીએ ખીચડી ક્યાંથી પૂરી એનો જ હું વિચાર કરવા મંડી ગયો. નાનાભાઈ જ હંમેશા પીરસતો, અને તપેલી કરતા એની પીરસવાની શક્તિમાં જ કંઈ રહસ્ય એવું કંઈ માન્યા વગર છૂટકો ન હતો. કેમ કે આવું હોય ત્યારે એને કાં તો પેટમાં કંઈ થતું હતોય કે પચી નિશાળથી આવતાં કોઈ મિત્રને ત્યાં મારા લાભમાં એણે નાસ્તો કર્યો જ હોય. આજે સારું હતું કે બપોરની એકાદ ભાકરી પડી હતી.
વાસણ માંજવામાં અમે ત્રણે જણા લાગી ગયા હતા. એક ઘસે તો બીજો ધુને ને ત્રીજો પાણી રેડે. મહેમાન મિત્ર પણ સ્વાશ્રયનો ધડો લઈને અબોટ કરવા મંડી પડ્યા, ને બીજા પોતાની સૂઝ વાપરીને કહે : ‘માટલામાં પાણી નતી તેનું શું થસે, ભાઈલાલ?’ વાવાભાઈએ વાસણ ઘસવાનું પતાવ્યું હતું. તે હાથ સાફ કરી, અંધારાનો લાભ લઈ, કોઈને કે પોતાને અસભ્યતાનો આંચકો લગાડ્યા વિના ચૂપચાપ પનિહારીનો પાઠ ભજવી આવ્યો. એને ખબેથી માટલું ઉતારી નીચે ગોઠવી અમે સગડી પાસે ભીના હાથ શેકતા હેઠા. રોંધી રહ્યા પચી થોડા કોલસા બાકી રહ્યા હોય તો તેને ઠારી ન દેતાં બળતા રાખવાની બેજવાબદારી અમારાતી થઈ જતી.
મારે પહેલાંથી કહી દેવું જોઈતું હતું કે આ કજળી જતા કોલસાને અરધોક કલાક અમે છંછેડતા એનું કારણ એ જ ગકે પોષ માસ બેસી ગયો હતો. અને કૉલેજ પાસે પડે એ ખાતર ભાઈઓએ ઓરડી શહેર બહારના પરામાં રાકેલી. નદી પાસે જ એટલે રાતની વેળા ઠંડીનો ચમકારો જરી ઊંચા કરી દેતો બે ભાઈઓ માટે માંડમાંડક પૂરતાં એટલાં પાથરણામાં અમે પાંચ કેમ સમાશું એનો કોયડો કોલસા પર રાખ જામતી ગઈ તેમ મગજ પર જામતો ગયો. પહેલો પ્રસ્ન તો જગાનો પણ હતો. 15x10 ની આ ઓરડીને કલાક પહેલાં તો અમે રસોડું બનાવી દીધી હતી. સવારમાં એ જ ઓરડી વાચનાલય બની જતી રસોડું, વાચનાલય, દીવાનખાનું, સ્ટોરહાઉસ, બાથરૂમ2જે ગણો તે બધું હોવાનો આ ઓરડી દાવો કરી શકે એમ હતું અને દિવસ થોડો ચડ્યે ઘેર અથવા નદીએ નાહી લઈને, બહાર સગવડ ન હોવાથી અંદર સામસામી બે વળગણીએ અમે ધોરિયા સૂકવી દેતાં એટલે પડદાની ગરજ સરતી, ને મઝાની ત્રણ ગુફાઓ બની જતી. સવારે બે કલાક અભ્યાસ કરતી વેળા એકમેકના મોઢાં થોડી વાર ન દેખવા માટે મારા વિદ્યાર્થી ભાઈઓને જરી રાહતમળતી, ને પછી તો નવ વાગે પાછો રસોડાનો દેકાવ થઈ જતો.
ઓરડીને એક બારણા ઉપરાંત તેની પડખે જ બીજી એક બારી હતી એડલું જ. બારી આમ જાણે ગજવામાં ભરાઈને બેઠા હોઈએ એવં બાન થયા કરતું. બારણું કે બારી, એક તો ઉઘાડું રાખવું જ જોઈએ, કેમ કે કલકત્તાના કારાગૃહની વાત અમ્રે ગુજરાતી તેમ જ અંગ્રેજી ભણતરમાં બધાને બબ્બેવાર આવી ગઈ હતી.
નદીના વહેણની પાતલી પટ્ટી જાણે કોરડાની જેમ નીઝાતી હોય એમ અમારી ખુલ્લી ગરદનો પર ટંડીની એક તીખી ચમકારી વાગી રાતે કામ કરતી એક મિલનું બૂંગલું કટાણે ચીસ પાડી ઊઠ્યું. મને થયું કે આની ઠંડીમાં પરસેવે રેબઝેબ મજૂરો પોતાના થીજી જતા બૈરાછોકરાં માટે તો નહિ પોકારી રહ્યા હોય? બારણું અરધું વસાઈ ગયું હતું, ને આરપાર જોતા ઊંચે મૃગ અને એની પાછળનો શિકારી શ્વાન ફલગ મારતા મારતા જ થીજીને ઠરી ગયેલા જેવા દેકાયા.
સાણસી વતી મારા ભાઈએ સગડીની રાખમાંથી. થોડીક ચિનગારીઓનો ઉદ્ધાર કર્યો ત્યારે એના અવાજથી અને કૃંકાતી રાખથી મારું સ્વપ્નું ઊડ્યું ‘કેમ, કઈ કવિતા કરે છે કે?’ મને ચોકીને આંખ પેરવતો જોઈને સોમને મારા પર આરોપ કર્યો.
‘ના રે! હું તો વિચાર કરું છું, આપણે હવે સૂઈ જવું જોઈએ. અરે નાનાભાઈ, પાથરીએ નહિ બિલકુલ તો ઓઢવાનું તો થઈ રહેશે ને?’
નાનાભાઈ કંઈ બોલે તે પહેલાં તો સોમને મને લીધો : ‘ના ભાઈ, તું કવિતા કરે એમાં આપણને તલભારે વાંધો નતી. પણ કાંઈ કવિતાથી ગરજ સરે એમ લાગે છે? તો તો અમારે માટે આટલું બસ છે તું તારે સારી રાત કવિતા...’
નાનાભાઈ ત્યાં તો કંઈ વ્યવસ્થા કરવા મંડી ગયો હતો. બીજા મિત્ર શિવજીએ પગની ઠેસથી સગડીને ખૂણામાં જરી ખસેડી અને એની મૂળની જગ્યા તપી હતી ત્યાં બેસીને એની ગરમીનો સારો લાભ લીધો. સગડીની ચારે કોર હાથ ફેરવી તપેલા લોઢાની ગરમી પણ એ એળે જવા દેતા ન હતા. એ મેં એકલાએ જ ધ્યાનપૂર્વક જોઈ લીધું.
ધન્ય છે સોમનના મળતાવડા રવભાવને કે એણે નાનાભાઈની મદદથી બધકી વધારાની જણસો વગે કરીને સૂવાની યોજના અમારી આગળ મૂકવા માંડી. ‘પણ’ મેં કહ્યું, ‘આ તો તારે ત્યાં અમે આવ્યા હોઈએ અને તું મૂંઝવણમાં પડીને તજવીજ કરવા મંડી પડે એમ કરે છે.’ સોમને મારું સાંભળ્યું જ નહિ. ‘જુઓ, નાનાભાઈ,...’ બે હાથ પહોળી અને ચાર હાથ લાંબી એક જાડી ત્રણ વળમાં વાળેલી ગાદી પેટી પરતી ઊંચકીને નાનાભાઈએ સોમનના પગ આગળ ધફફ દઈને નાખી. સોમને આગળ બોલવા કરતાં કામે વળગવું જ પસંદ કર્ય ને ઓરડીની વચ્ચોવચ ગાદી બિછાવી દીદી. ઉભડક પગે બેસી આખી છાતી સગડી ઉપર નમાની ગરમીની જરીકે જરી આંચ ગળી જતા. શિવજીભાઈ ડોકુ ફેરવી એની બીજી બાજુને ગરમીનો લાભઆપતા મારા સામં જોઈને બોલ્યા : ‘કેમ ભાઈલાલ, તમારો સોમન તો વચ્ચેવચ ગાદી પાથરીને એકલો જ એની ઉપર આળોટવાનો છે કે શું? ને આપણને સારી રાત ટટળાવવાનો, એમ?’ એટલું કહી એમણે સગડીને બે બાજે અદ્ધર અદ્ધર હાથે પકડીને ખખડાવી ને થોડીક ચિનગરીઓ ચમકી એને સતાડવી હોય એમ ઉપર બન્ને પજા બિછાવી દીદા. સોમન એના કામમાં જ હતો.
‘જોને, નાનાભાઈ, પેલો મોટો કોથળો સેનો છે? ઘઉંબઉં હોય તો એમાં ઉંદર તો નથી ને? નહિ તો સતાવશે.’
મારે કહેવું પડ્યું ‘સોમન, એટલું ય પારખી શકતો નથી? કાળેમેંશ કોથળો છે તો કોલસા સિવાય શેનો હોય?’
સોમન હસી પડ્યો : ‘અરે! અંગેઅંગમાં આગના ભરેલા કોઈ પણ ઓઢવા માટે ગરમાગરમ કોથળાનો ડગલો છે.’
અમે હસી પડ્યા. બધાયનું હસવું પૂરું થઈ રહ્યા પછી પણ પોતાનું હાસ્ય લંબાવી રાખીને શિવજીભાઈ સગડીનો એક ઠોકો લગાડી બોલ્યા. ‘અરે, ભાઈલાલ, બિચારા કોલસા ટાઢકે મરતા હશે.ય લાવને બાચકો હજી પડી છે અંગારી રાખમાં.’ મેં આપવા ન લાપવાનો મુદ્લે વિચાર કર્યો ન હતો, ત્યાં, ‘રાખ, હું જ લઈ લઉં છું.’ કહી શિવજીબાઈએ પોતે જ ખાસો હીરાનો બાચકો ભરતા હોય. એમ એમની ઠીકઠીક ગરમ રહેવા પામેલી આંગલીઓને બરોબર લાંબી પહોલી ખેંચી કોલસા લઈને સગડીમાં નાખ્યા.
મારો કાલોજિયન ભાઈ કાઈંક ઓછાબોલો ખરો પણ જરા સ્વભાવે ટીકાખોર. વલી હવે એની પરીક્ષા ઢૂંકડી આવી હતી એટલે અમે બેકારો અહીં ટોળે મળીને ખલેલ પહોંચાડવાનો જ ધંધો લઈ બેસીએ એ લાંબું સહન પણ થઇ શકે? એણે શિવજીને હેતનો થપ્પો લગાડ્યો ને એમની ગરમ ગરદનનો સેજારો પોતાની ઠંડી આગળીઓને પમાડીને એમને ચોંકાવ્યા.
‘કા શિવજીભાઈ, આખી રાત જાગરણ માંડવુ છે શું?ક આટલા કોલસા હોલાઈ ક્યારે રહેશે?’ ને ઉત્તરની રાહ જોયા વિના કોલસાની શગમાંથી થોડા એણે નીચે ખેરવી પાડ્યા.
‘પણ આ જો ને, ભાઈલાલ તો જોઈ જ રહ્યો છે ને પેલા બે ગોદડાંતી કુસ્તી ક્યારે પૂરી કરી રહેશ? ત્યાં લગી આપણે મરી જવું?’ ને એમ કહી એમણે એની તરફ સગડી ખસેડી અને એની આંચથી ગરમ થયેલી ખૂણાની બન્ને ભીંતે પોતાના પાસા ચાપવા માંડ્યા સોમને એ જોયું, ને એના અસલ રૂપમાં આવી જઈને બોલ્યો :
‘શિવજીકભાઈ, માણસને તે કેટલી ગરમી જોઈએ? કોલસા જો કાઈ શકાતા હોત તો પેટમાં પધરાવી દઈને પાછળ થોડીક દીવાસળી સરકાવી દેત. પછી ગમે તેવી ઠંડી પડો ને?’
શિવજી અંગારા કૃંકવાના વધારે ઉપયોગી કામમાં રોકાયા હતા. સગડીની કાળાશની રપાર ધોળોપીળો આચો ભડકો નીકળ્યો તેની સામું જે નજરથી એમણે જોયં તે ભૂલી ભૂલાય એવી ન હતી. થોડાક તણખા ઊડીને એમને ગાલે, વાળે ને ડોકે જઈને બેઠા ત્યારે એમની તરફ અથાગ ક્ષમાવૃત્તિ કરતાં અખૂટ માતૃભાવથી એમણેસ્મિત કર્યું, ને બધે હાથ ફેરવ્યો તે તણખા ખંખેરી નાખતા હોય તેમ નહિ પણ પંપાળતા હોય એમ જાણે. ઉત્ક્રાન્તિની ભઠ્ઠમાંથી તારાની ચિનગીઓ ઊડીને પોતાની અડી હશે ત્યારે વિશ્વકર્યાએ જે મધુર સ્મિતે એમની તરફ જોયું હશે એ આખું દૃશ્ય મારી કલ્પના આગળ રમવા લાગ્યું. બહાર પવન ફૂંકીને ઉઘાડું રહેલં ક બારણું વાસી ગયો. એ વસાતી વખતે, ઉતાવળી ઉતાવળી બહાર જતાં પહેલાં ઠંડી અમારા કાળજામાં કંઈ છૂપી વાત કરી ગઈ. ગાદી પર ઢીંચણભર ઊભેલો સોમન પણ કશાકનો પ્રેરાયો સગડીના નાના ભડકા ઉપર સૌના હાથ નીચે પોતાના હાથ ગોઠવીને બેસી ગયો. નાનાભાઈએ પણ પોતાની જગ્યા કરી લીધી. અડોઅડક સજ્જડ થઈને બેસવાથી અર્ધોક કલાક કેમ સરી ગયો એની કંઈ ગમ ન રહી. સોમનની વાક્છટા પણ તેજી ફેલાવનારી હતી. શિવજીભાઈ આખો વખત ચૂપ હતા. એની મુખમુદ્રા ઉપરથી એ સાંબળતા હોય કે વિચાર કરતા હોય એમ પણ લાગ્યું નહિ. અત્યારે તો માત્ર શારીરિક ધર્મ તરીકે એકાગ્રતાથી તાપવાનું જ એક માત્ર કામ સંપૂર્ણપણે બજાવતા હોય એમ જણાતું હતું. કોલસા હોલાવા લાગ્યા ને સોમને બોલ્યો.
‘લાવું થોડા, શિવજીભાઈ?’
શિવજીભાઈએ એનો ચોંપ્યો. ‘કેમ તું તો કોલસા ને દીવાસળી ખાવાની વાતો કરતો હતો ને? કેમ હવે ઊઠવાનુકં યે મન થાય છે કે?’ કહીને તે ઊટ્યા ‘ચાલ ભાઈલાલ, આપણે સૂવાનું કરી જઈએ. સોમનથી તો તડાકા સિવાય બીજું કશું તવાનું નથી?’ હું ઊઠ્યો. ‘ખબરદાર છે તમારા ત્રણેમાંથી કોઈ ખૂણેથી આઘુપાછું ખસ્યું છે તો!’ પાથરતાં પાથરતાં તે બોલવા લાગ્યા, ને મને આમ ને તેમ કરવાનું કહીકહીને આખા ઓરડામાં શેતરંજી, કોથલા, વગેરે પાતલાં પાથરણાં હતા તેટલા પથરાવી દીધાં. મેં કહ્યું : ‘આ ગાદી છે તે પેલે છેડે રાખી તમે તેના પર સૂઓ. એ ઓઢવાના કામમાં તો શી રીતે આવે? બે ગોદડીઓ છે તે એકમાં બબ્બે એમ ચારને ઓઢવા ચાલશે. એક રહ્યો.’
‘આપણાં ધોતિયા છે સૂકાયેલાં સવારનાં, એક જણને એ પહોંચશે’ નાનાભાઈએ રસ્તો કાઢ્યો.
‘સારું ત્યારે, મને ધોતિયા આપો,’ કહી શિવજીભાઈએ ગાદી ખસેડવા માંડી.ક ત્યાં સોમન ઊઠ્યો ને ગાદી પાછી ઓરડીની વચ્ચોવચ આડી બિછાવી દીધી. શિવજીભાઈએ જરીક ખીજાતા અવાજકે કહ્યું :
‘જરી ખામોશ પકડી જાઓ, હં બધું કરું છું’ કહી એણે એકેક ગોદડી ગાદીની બન્ને બાજુ ફેંકી. નાનાભાઈએ શિવજીભાઈને ધોતિયા આપ્યા એટલે બોલ્યો, ‘તૈયાર?’ ને પછી હૂકમ કરતો હોય તેમ બે ભાઈઓને ગાદીની એક બાજુ જવા કહ્યું, ને મને બીજી બાજુ પોતાની પાસે બોલાવી લીધો. શિવજીભાઈ ચોંક્યા કે એમનું શું, ત્યાં સોમન કહે :
‘શિવજીભાઈ, ગાદી પર સૂઈ જો વારું!’
એ તાડૂકયા, ‘હું કંઈ એકલપેટો નથી વચ્ચોવચ અજગર9 જેવો પથરાઈને પડું! ગાદીને એક બાજુ કાઢી નાખ, ગંડુ!’ સોમને એમને હાથે જાલીને સુવાડી દીધા, ત્યારે કેટલો વિરોધ કરવો તે એમને સૂઝ્યુંક નહિ. તરત જ સોમને અમને કહ્યું :
‘હવે ગાદીની કિનારોનાં ઓશિકાં કરીને આડા થઈ જાઓ જોઉં. બબ્બેને એકેક ગોદડી તો ઓઢવા બસ છે. હવે આવ સવાર ઢૂંકડી!’ ને અમે તેના તાબેદાર હોઈએ એમ ચૂપચાપ ઢળી ગયા. પણ કૉલેજિયનક ભાઈથી બોલ્યા વિના ન રહેવાયું.
‘શિવજીભાઈ, તમારી ગાદીકમાં અમારે ભાગ પડાવવો ન હતો હોં! આ સોમનના કામ છે બધાં!’ પણ શિવજીભાઈ ઊઠી પડ્યા, ને કશાકના પ્રેર્યા અમે ય છળીને બેઠા થઈ ગયા. ધોતિયાનો ખાસો વેંતેક જાડો વીંટો કરી માથા તલે રાખી શિવજીભાઈ ગાદી તળે સરકી ગયા. ‘હવે તમે, બન્ને કિનારાપર માથા ટેકવી સૂઈ જાઓ તો! એમ ઉપર સૂનાથી તો તમને મારા પગ વાગત!’ હું જરી વિવેક કરવા ગયો, ‘હવે બાઈ, સ્વપ્નામાં સૌ સૌના ગડા પ્રમાણે જોઈતી ગોદડીઓ પાથરી ઓઢી લેજો.’ક પણ ગાદી નીચેનું શિવજીભાઈનું ઢીચણ મારા માથા પર એવું જરી ઘસાયું કે મારે થોડી વારમાં જ ચૂપચાપ ઊંઘમાં ડૂબકી મારી જવાનો વિચાર કરવો પડ્યો. સોમને જરી જોસથી શ્વાસોચ્છવાસ ચલાવીને પોતે ઊંઘે છે એમ જાહેર કર્યું અને બત્રીસી જોસથી ભીડીને માંડમાંડ મેં હસવું દબાવી રાખ્યું.
દૂરથી ખાનપુર ચોકીના પોલીસે પુકારેલી આલબેલનો ઘેરો થથરતો અવાજક સંભળાયો. બહાર લીમડાઓમાં પવન ફૂંફાડા મારવા મંડી પડ્યો હતો. અમે એકમેકની હૂંફમાં કોકડુ વાળીને નીંદરને ખોળે લપાઈ ગયા.
સારી રાત એક સ્વપ્નો મારો પીછો પકડ્યો. સોમોન અને શિવજીબાઈ ધરતીનાં પડ ઉખેળીઉખેળીને ગોદડીઓ કેંચતા હતા અને ટાઢે ઠુંઠવાતાં લોકો પર ફેંકતા હતા. પાંચાલીના શરીર પરથી સેંકડો ચીર ખેંચતા છતાં નવાં ને નવા એના ડીલ પર તો ફરક્યે જતાં હતાં એમ ધરતીના આ બે દુઃશાસનોએ કેટલાય ગાભા ખેંચ્યા હશે, તો ય એને શરીરે નવી ને નવી ગોલડીએ પ્રગટતી હતી. ફરી એમણે ‘હેઇસા! હોઇસા!’ કરીને વસુંધરાને શરીરેથી ગોલડીઓ ખેંચી કાઢી અને ઠંડીમાં શીગડું થઈ ગયેલા અનેક લોકોને એમાં લપેટ્યાં. ‘હજી છે ગોલડકીઓ! ખેંચો! પેલાં લોકો ટાઢે મરે! રેઇસાં! હેઇસાં!’ અને હજારો ગાભા એમણે ખેંચી કાઢ્યા ધરતે એટલી ગોલડીઓ પોતાનાં બાળકોથી શા સારું ચોરી રાખી હશે? બધાંને ગોદડીઓ પૂરી થઈએ જોઈને સોમન અને શિવજીભાઈ નાચવા લાગ્યા. એમની આગળ કપાસનું એક મોટું ખેતર દેકાયું. ધોળું ધોળું રૂ ડોડવાઓમાંથી ડોકિયા કરતું પવનમાં લહેરી રહ્યું હતું. ‘ટાઢ વાય છે, લ્યા!’ કરીને બન્ને ફૂદવા લાગ્યા. ક્યાંકથી બે ઓશિકા લઈ આવ્યા અને એટલામાં મને જોઈ ગયા ને ઓશિકે ઓશિકે મને નાક, કપાળ, વાળ, હાથ, પગ, પેટ અને ખાસ પક્ષપાતપૂર્વક તો બરડા ઉપર એવો ટીપ્યો કે મારા હડકાંની અંદર પણ ક્યાં ય ઠંડી છુપાઈ રહી શકી હશે નહિ. એ તો ઠીક છે, પણ એમને બન્નેને ય બધારે પડતી કસરત થઈ ગઈ હોય એમ એ લોથપોથ થઈને ટૂંટિયા વાળી પડી રહ્યા.
સવારે વાસણોમાં કંઈક ખડખડાટ થયો ત્યારે તો ઉંદર હશે માની ગોદડીમાંથી મેં મૌઢું બહાર કાઢ્યું નહિ પણ પછી જમીન ઝબ્બઝબ્બ થવા લાગી એટલે ઊંઘ ઊડી ગઈ ને જું ચું તો શિવજીભાઈ દંડ પીલવા મડી પડ્યા હતા. સોમન કુંડાળું થઈને પડ્યો હતો. ગોદડી તળેથી જ હું બોલ્યો :
‘કાં શિવજીભાઈ, આટલા વહેલા?’
જરી થંબી જઈને હાંફતાં હાંફતા જ એમણે કહ્યું : ‘શું કરે? સારી રાત સોમને મારા કાન આગળ નાક બોલાવ્યા કર્યું ને ઊંઘ આવે ત્યારે ને?’ નાક બોલાવવાને દંડ પીલવાને ક્યાં સંબંધ નીકળ્યો તે સમજાયું નહિ. ત્યાં સોમન જ બેંઠો થઈ ગયો, ને શિવજીભાઈને બાવડે ઝાલીને કહે:
‘ચાલો, આપણે કુસ્તી કરી લઈએ!’
મને સ્વપ્નું સાંભર્યું અને થયું કે આ બન્ને અંદર અંગર, લડવાનું કોરે મૂકી વચ્ચે મારો જ બોરકૂટો કરશે. હું સામે ખૂણે જઈને ઊભો રહ્યો.
‘ક્યાંક ટાઢ ઊડી જશે ઊડી!’ કહી શિવજીભાઈએ સોમનને બેસાડી દીધો.
મારા ભાઈઓ ઊઠ્યા. ‘આજે તો વાંચવા માટે વહેલા ન ઉઠાયું!’
‘કેમ કૉલેજિયન, ટંડી કેવીક પડી?’ શિવજીભાઈએ દોસ્તદાવે પૂછ્યું.
‘કંઈ નહિ, હવે કેટલા દિવસ ઠંડી છે? આજ શુક્રવાર, વચ્ચે શનિ-રવિ, પછી સોમવારથી તો પરીક્ષા છે.’ કતલની રાત જેવી પરીક્ષાની પહેલાંની રાતો વિષે એ બહુ વધારે પડતી લાપરવાહીથી બોલતો હતો. ‘આ આઠ દિવસ કાઢ્યા એટલે ગામડે પોંક ભેળા થઈ જઈશું!’
શિવજીભાઈએ, પાછળનું કંઈ ધ્યાનપૂર્વક સાંભલ્યું હોય એમ લાગ્યું નહિ. માથું ખંજવાળતા ખંજવાળતા બોલ્યા : ‘આજે શુક્રવાર?’
સોમને પૂછ્યું : ‘કાં, આજે તમારો જન્મદિવસ તો નથી ને?’
એમણે સામું બેફાટ હસી પડીને કહ્યું : ‘ના, આપણા બધાનો મૃત્યુદિવસ છે. હત્ ગંડુ! એટલી ખબર પડતી નથી કે હું શુક્રવારીનો વિચાર કરું છું? કેમ ભાઈલાલ?’ મને ઢંઢોળીને બોલ્યા : ‘આપણે ગુજરીમાંથી થોડી ગોદડીઓ ખરીદી કેમ લાવતા નથી?’
અમારા સૌથી હસી પડાયું. ભણતા ત્યારે શિક્ષકો એક જૂના જોડાની કે ઘસાયેલા રૂપિયાની કે ઈમારતી લકડાની યઆત્મકથી વિબંધરૂપે અમારી પાસે લખાવતા તે યાદ આવ્યું. ગુજરીની ગોદડીની આત્મકથા ગમે તે લખી આપે. શિવજીભાઈએ સૂચન કર્યું કે તરત નાનાભાઈએ નાકનાં ટેરવાં હલાવીને મોઢું પણ જરી સંકેડ્યું. મેં એને પૂછ્યું : ‘કાં, ગોદડી લાવ્યા પહેલાં તને એની વાસ આવવા લાગી શું?’
કૉલેજિયને ચોખવટી કરી : ‘પૈસાનું તો જાણે કે ઠીક છે, પણ ત્યાંથી ગોદડી ઊંચકી કોણ લાવશે? પોતાની પાછળ પાછળ વૈતરા પાસે ય ઊંચકાની લાવવાની હિંમત છે કોઈમાં? વચ્ચે એલિસ બ્રિજની ઘાટી વટાવવાની છે’ ને આંખો ઝીણી કરીને સહેજ સ્મિતપૂર્વક ઉમેર્યું. ‘અને ભાઈને તો હજાર જણા નમસ્કાર કરનારા મળે!’ મારી મહત્તા કરતાં વધારે તો નાલેશી એણે બોલી નાથી. તક ઝડપી લઈને સોમને આંખ ઠરડાવીને બોલ્યો :
‘મહાન પુરુષ! તમારાથી નહિ લેવાય, તો શું ગોદડકી વગરના રહીશું?’ અને શિવજીભાઈને બરડે પંજો જમાવીને બોલ્યો, ‘આ આપણા શિવજીભાઈ છે ત્યાં લગી શી ફિકર છે? ખાનપુરને રસ્તે આવસું. ગમે એમ, લાવવાનું કામ અમારામાં આવ્યું. બસ! થયું ને?’
મારે કહેવું જોઇતું હતું કે ‘ના, ના, આપણે ત્રણે જઈશું’ ને મેં કહ્યું પણ ખરું. અમે ત્રણે ક્યાંક જઈએ તો ભાઈઓને ઘડી જંપીને વાંચવાનો સમય પણ મળી રહે સોમન બોલ્યો :
‘ને પૈસાનું પણ થઈ રહેશે. રાતે આપણે ખાવાનું બંધ રાખશું,’
મારી ને શિવજીભાઈની આંખ મળી, ને મારે કહેવું પડ્યું : ‘શું કંઈ ખાધા વિના ચાલશે? એવી કરકસરથી ભાઈઓ કૉલેજ-હાઈસ્કૂલમાં ભણતા હશે તો આવતી સાલથી ઊઠી જશે પણ... ...’
ભાઈએ પણ ખૂબ કરી : ‘આજે મામા મુંબઈ જવાના છે. સ્ટેશન પર સાંજે મેળો તો મઝાની સુખડી મળે, પણ એ તમારાથી નહિ બને. એ તો અમે ખીચડી જ ઢાકી રાખશું.’
‘હવે રાતની વાત ક્યાં અત્યારથી વેતરવા મંડ્યા છો!’ શિવજીભાઈએ ટૂંકું પતાવ્યું. ને દાતણપાણી કરીને અમે ત્રણ જણું હવા ‘ખાવા’ માટે સરખેજ વાળે રસ્તે ચાલી નીકળ્યા. સાબરમતી અને વિસાપુરમાં 1931, 1932ના શિયાળા કેના મઝાના ગયા હતા, એની વાતો કરતાં કરતાં સોમન બહુ ખીલ્યો. શિવજીભાઈને ને મારે ભણતા ત્યારન6 મિત્રતા. હમણાં તે ચરોતરને ગામડે અખાડો ચલાવતા હતા. સોમનને મારી મારફત જ એ ઓળખતા. એકમેકના સંબંધમાં તો તેઓ હમણાં જ આવ્યા હતા. સોમન ને હું કૉલેજમાં સાથે હતા, પણ એ વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો, અને એનું મૂળ નામ સોમનાથ હતું પણ કોઈ છૂપી મહત્ત્વાકાક્ષાએ એને સોમનાથનું સોમન અથવા સોમનાથન કરવા પ્રેર્યો હતો.
રાતે સ્ટેશન પર મામાને મળ્યા. બધાએ સાથે બેસીને સુખડી અને ઘરનું અથાણું ખાધું. શુક્રવાર ફરી પાછો મદદે આવ્યો અને મામાએ ખાસ ગરમાગરમ ચણા લઈને અમને ખબરાવ્યા. થોડકી સુખડી કારળમાં વીંટીને ભાઈઓ માટે ગજવામાં લઈ લીધી, અને રામરામ કહી અમે છૂટા પ્ડ્યા. ઠંડી શરૂ થઈ ગઈ હતી. છૂટા પડતાં મામાએ કહ્યું તો ખરું : ‘આ કામળી લે. ટાઢમાં કેમ જઈશ!’ પણ મેં મિત્રો તરફ જોઈને કહ્યું : ‘અમે ત્રણને કંઈ એક કામળે શું થવાનું હતું? સપાટામાં હમણાં પહોંચી જઈશું ઘેર.’ શિવજીભાઈ મારી સામે ફિક્કું હસ્યો ને મને મારી નકામી શેખી ઉપર પળવાર પછી જ પસ્તાવો થયો. આપતે પગલે અમે ચાલવા માંડ્યુ એટલે ઠંડીની ઝાઝી ખબર પડી નહિ. ઉતાવળે ચાલતા રસ્તે ધક્કા અને ગાળોથી ગમર થતી ગયા ને થોડી વારમાં એક ઓળખીતાની વીશી આગળ આવી પાંચ્યા સાંજે અંધારું પડ્યે કોઈની નજરમાં ન અવાય એમ ગુજરીમાંથી બે–બધારેનો મોખ ન હતો–ગોદડીઓ ખરીદીને વીશીમાં મૂકીને અમે સ્ટેશને ચાલ્યા ગયા હતા. દબીદબીને ગુજરીમાં ચાલતા હતા ત્યારે સોમને અમારા બન્નેના ખબા વચ્ચે આવી જઈને એનામાં હતી એટલી આશ્ચર્યની લાગણી ભવાની ઉપલી કોર પર લાવીને કહ્યું હતું : ‘જો ને કેનો ગોદડીઓ ગોઠવીને ચીનની દીવાલ રચીને બેઠો છે! ઠંડીના ગમે તેડલા પૂંફાડા પણ એનું રૂવાડું સરખુ પણ ફરકાવી શકે એમ છે હવે?’ પણ મને એકદરે એવું લાગ્યું ખરું કે ગોદડીઓ ખરીદવાની ક્રિયાથી માંડીને વીશીવાળા પાસે મૂકી આવવાની ક્રિયા સુધીના સમય દરમિયાન અમારામાંથી કોઈ કશું બોલતું ન હતું, અને જાણે એટલા સમયને મૌનના કફનમાં જ દફનાવી દેવાની અમારી ઈચ્છા ન હોય. અને પચી સુખડીની આશાએ સ્ટેશન તરફ ચાલવા માંડ્યુંક ત્યારે જ પાછી સૌની જીબો પીપળાનાં પાનાની પેટે ચંચળ બની ગઈ.
વીશીવાળા જોડે ચૂલા પાસે ઊભા ઊભા તાપવા પૂરતી થોડી વાતચીત કરી ગોદડીઓ લઈને અમે ચાલવા માંડ્યું.
સામે ભદ્રના ટાવરમાં કેલટાક ટકોરા થયા. ને પોતે કંઈ મોડી પડી હોય એમ ઠંડી જરી ચોંકી જાડના પાદડાં જરી બબડીને એકબીજામાં લપાઈ ગયા. બધે સન્નાટી ફેલાઈ ગઈ અને અમારી ખુલ્લી ઘૂટણ, ગરદન હાથ અને નાકનું લોહી ડરનું માર્યં વહેન ટકાવીને હાડકાને બાઝી પડતું હોય એમ લાગ્યું.
રસ્તા પાસેની પગથાર પર કેટલાંગક માણસો પેટમાં પગ ચોંટાડીને પહેરેલા ગાભા તાણી ખેંચીને પગ ઢાંગવા મથતા પડ્યાં હતાં. કેટલાંકે છાપાં કે એવાં કાગળિયાં પગની ને માથાની નીચે પાથર્યાં હતાં. એક છોકરો બીજાના પેટમાં માથું ઘાલીને એના પેટ સાથે કંઈ વાત કરતો હોય એમ બબડતો હતો :
રસ્તા છોડ! છોડ! છોડ!
એ બોલતો હતો તે તરફ મિત્રોનું ધ્યાન જાય તે પહેલાં તો શિવજીભાઈનો પગ એક સૂતેલાના કંઈ માહતો હોય એમ પેલાયેલા હાથ પર પડ્યો ને પેલો માણસ છળી ઊઠ્યો. એણે ડોકું આમતેમ ફેરવ્યું, માથું ખંડવાલ્યું અને દુનિયા તો પહેલાંની જેમ બરોબર ચાલે છે ને પોતાને છળી ઊઠવાનું લેશ પણ કારણ ન હતું એની ખાતરી કરી પોતાની જાત સાથે શરમાઈને જ પડખું પેરવીને સૂઈ રહ્યો. પેલો છોકરો બીજાના પેટમાં બોલી રહ્યો હતો :
મુસાફર! છોડ, છોડ, છોડ,
રસ્તા છોડ, છોડ, છોડ!
શિવજીભાઈએ એ સાંભળ્યું કએને એ કંઈ લજાયા. રાતે રસ્તા પર બહુ અવરજવર ન હતી. છતાં અમને પારસલ સાથે જતા કોઈ જુએ અને રખેને પૂછે કે શું લઈ ચાલ્યા. એટલે શિવજીભાઈની પાછળ પાછળ પૂટપાથને છેડે ચૂપકીથી અમે ચાલતા હતા. અમારા જેવા ‘સજ્જનો’ ઠોકર ન મારે એ ખાતરીથી જ પેલો માણસ કઈ ‘ખાસ વાત’ સુણાવ્યા વગર સૂઈ ગયો હતો. સોમન ચૂપ હતો એ મને ગમ્યું નહિ. એનું મૌન હંમેશા ભયંકર હોય છે. એ વારેઘડી પાછળ વળીને જોતો હતો. એણે મને હાથતી ખેંચીને કહ્યું : ‘પાછળ તો જો!’ એક માણસ કાખમાં લૂગડાંના લબાચા અને હાથમાં થોડા છાપાંના કાગલિયાં લઈને દોડતો દોડતો આવ્યો અને પેલા પડખું ફરીને સૂતેલા માણસને ઠોકરથી ઉઠાડવા લાગ્યો. ઊઠીને તે બિચારો અમારી આગળ દોડીને થોડે છેટે જઈ રસ્તાને ખૂણે ઊભો રહ્યો, ને એની જગ્યાએ આ નવો માણસ માથા નીચે લબાચા ને પગ કાગળિયાં રાખી સૂતો. ઝટ સમજાયું નહિ કે પેલાને ઉઠાડવાનું આને શું કારણ હતું. એ ઊભો હતો ત્યાં અમે જઈ પહોંચ્યા. પૂછ્યું : ‘નાઠો કેમ?’
‘ચોર! લુચ્ચો!’ કહીને તે આડું જોઈ સૂવા માટે નીચે બેસી ગયો. અમે બેક ડગલા આગળજીઅટકીને પૂછ્યું : ‘ગાળો કેમ દે છે?’
‘તમને નહિ, શેઠ.’
‘ત્યારે?’
નીચે પછરા સાથે વાત કરતો હોય તેમ તેણે ગણગણવા માંડ્યું : ‘ન દઉં તો શું કરું? આ બરફ મૂકેલો પથરો પાછો કલાક સૂઈશ, ત્યારે હૂંફાળો થશે તો! ચોર! મારા લોહીમાં એને શેકાવું છે! પેલા જલમનો વેરી!’ પૂરું કંઈ ન સંભલાય એવું બબડતો તે સૂઈ ગયો.
‘તમે લોકો આટલા વહેલા સૂઓ છો?’
ઊઠકળીને માથું અદ્ધર રાખીને હવામાં તે બોલ્યો : ‘વહેલા? શું કરે?.....ને ઊભા રહીએ તો બધી બાજુથી ઠંડી, પડ્યા રહીએ તો ધરતી તો એક પડખું સંભાળે!’ મને થયું ધરતીની ચાદર ઓઢીને પડેલાંની આના મનમાં કેટલી અદેખાઈ હશે!
ભૂતના ઓળા જેવા અમે ચાલતા હતા. ટાઢ પણ જામતી હતી. અમારા જોડાનો અવાજ પહેલી જ વાર અમને સંભલાયો. અમારા ત્રણ જણના પગલાંના ધબકારમાં જાણે રાજનગરના કોઈ પૂર્વવિજેતાની લશ્કરી કૂચનો ધ્વનિ પૂરેપૂરો સંભળાતો ન હોય! અમે ટટાર થઈને ચાલ્યા. એક મોટક પસાર થઈ ગઈ. અમે વધુ ટટાર થઈને ચાલવા લાગ્યા. સોમન બોલ્યો :
‘શિવજીભાઈ, તમારા અખાડામાં બહુ વંચાય છે તે ચોપડીઓ અહીંથી બહાર પડે છે હો! ને પેલી વિદ્વત્તાભરી નીકળે છે તે પેલાં લોકો સૂતાં’તાં ત્યાંથી.’
તેઓ ચોંકીને બોલ્યા : ‘જો ને એક ટોળું આ અહીં પણ સૂતું!’
મકાનનાં પગથીઆં કને દસબાર માણસ સૂતાં હતાં. છેટેની જાહેરબત્તીનું થોડું થોડું અજવાળું તેમની ઉપર પડતું હતું. બધાંએ માથા સુધી ઓઢેલું હતું. કોઈ ધોળાં તો કોઈ રાતા ઓઢણાં હતાં. ઢગલો થઈ ને સૌ પડ્યાં હતાં. સોમન ભયંકર રીતે ગંભીર બન્યે જતો હતો. ને વારેઘડી પહેલાંની જેમ પૂછલ જોતો હતો. દૂર વિક્ટોરિયા બાગ તરફ એક નાની તાપણી સગળતી દેખાતી હતી.
‘ભાઈલાલ, કાગળ શેનો બને? ઘાસમાંથી કે લાકડામાંથી?’
‘અપે! કેટલાં જંગલો કાગળ માટે તો કપાય છે!’
‘તો આ ચોપડીઓ કરવામાં શા સારું નકામાં જંગલોને કતલ કરતા હશે? લોકો તાપે ય સાને બિચારાં?’
‘ખૂબ કરી! આ ટાઢે મરતાંને તો ચોપડીઓનો તાપણી સિવાય બીજો કસો ઉપયોગ શેનો હોય?’
શિવજીભાઈએ ચોમેર આંગળી કરીને કહ્યું : ‘આ મહેલાતોના ઈમારતી લાકડાનો પણ દુરુપયોગ જ થયો છે એમ મને તો લાગે છે.’
‘તમારી સહાનૂભૂતિ ખૂબ જાગ્રત થઈ ગઈ લાગે છે. કાલના જેવી દસ રાતો ગાળો તો આખા શહેરનું તાપણું કરી દેવા આ લોકોને પડકાર કરતા થઈ જાઓ ખરા!’
બીજી તરફ સોમન ઊંચે જોઈને બોલતો હતો : ‘આકાશમાં આટઆટલા આગના ગોળા એણે ગરમી વરસે છે, ને અહીં...?’ અને અધવચથી પાછળ ફરીને કંઈ જોવા ઊભો રહ્યો. અમે ય અટક્યા. પેલાં લોકોમાં ઓઢણાની ખેંચતાણું જામી હતી. એક રાતું લગડું દૂર રસ્તા પર જઈને પડ્યું. ઊબા થયા વિના ઘસડાતા જઈને કોઈએ એ લઈને ઓઢી લીધું. જોસથી કોકના મોઢાની ડાકલી બોલી. વાતાવરણાં જાણે હજારો હાડપિંજરોનો અવાજ ઊભરાના લાગ્યો. અમે ઉતાવલે ચાલ્યા. એવિસ બ્રિજ પર થઈને જવામાં કંઈ ખાસ વાંધો ન હતો. પણ સિવજીભાઈ કહે કે હવે ઓઢીને જવાય તો સારું, ઠંડી વધી છે ટલે અમે ખાનપુરના દરવાજા તરઉફ વળ્યા રસ્તામાં સોમને અચાનક ડાકલી બોલાની અમે હસી પડ્યા પણ તરત આખા વાતાવરણાં જાણે પડધોં પડ્યો હોય એમ હજારો હાડપિંજરોનુંમ ખડખડાટ હાસ્ય સંભળાના લાગ્યું. સોમન વળી કઈ ગણગણના લાગ્યો. ‘સેળભેળ સૂતા, એને વાગે ન જૂતાં, જોજો વાગે ના જૂતાં!’ નદીની રેતમાં પેસતા જ અમે ગોદડીઓ ઓઠી લીધી. સોમન ખુલ્લો જ ચાલતો હતો, અને ‘રસ્તા છોડ’ વાળી કે આ નવી તૂક ગણગણતો હતો. વહેણ આવ્યું. દિવસે તો આખો ઘાટ ગાજતો હોય. પરાથી શહેરમાં મજૂરો આવજા પણ કરતા હોય. શિવજીબાઈએ પાણીમાં પગ મૂક્યો, ને એક ચીબરી સામે કિનારેથી બોલતી બોલતી શહેર ભણી ઊડી ગઈ., ચોકીને તે બોલ્યા : ‘આ તો પાણી નથી; પણ બરફ છે બરફ! આપણે આમ આટલા ડાહ્યા ને આનો વિચાર સરકો કર્યો નહિ. એલિસ બ્રિજ પર નાગક કાપી લેવા કોઈ નવરું બેઠું નતી. ચાલ મારા ભાઈ!’
‘આ તો અવળા કુટાયા!’
કામઠા પર ચડાવવા જતા પણ છ છટકી જાય ને જેવી વાગે એની તીખી નદીની પવનલહરી ગાબાનાં કે માંસના લોચાને ગણકાર્યા વિના અંદર સીધી અમારાં હાડકાં પર જતી વાગી. સોમન ગણગણ કરતો મારી ગોદડીમાં તપાયો. ગોલડીના ગમે તેટલા આપ્યા હોત તોય વસૂલ હતા. સોમન કહે :
‘જેલમાં સારું, નહિ!’
‘હાસ્તો. બબ્બે કામળા ક્યાં છે?’
‘પેલાં રઝળતાં લોકોમાંથી કોઈ હજી જેલમાં નહિ ગયું હોય, નહિ તો ફરી શિયાળો આવ્યે બહાર ન પડી રહે.’
ફરીથી અમે વિક્ટોરિયા બાગ આગળ આવી પહોંચ્યા. ગોદડીઓ લપેટી લેવી જ જોઈએ એમ લાગ્યું. પૂલ ઉપર કોઈને કોઈ મળે; અને ગોદડીઓ ઓઢીને કોઈને પણ શી રીતે મળાય?–એ અમારું માનસ. સોમન કહે : ‘તને વાંધો ન હોય તો આપણે ગોલડીઓ મૂકીને જઈએ.’
‘ક્યાં?’ આટલું બઝું કર્યું તે શા સારું?
‘તને વાંધો ન હોય તો, કહું છું......’
‘શું?’
‘પેલાં બિચારાં ખુલ્લામાં છે એમને ઓઢાડીને આપણે ખુલ્લે હાથે ચાલ્યા જઈએ. પૂનનો સવાલ જ નહિ રહે પછી’.ક આ કહેના માટે જરી ઝંખવાઈને તે ફિક્કું હસ્યો. રોજનો એનો જ્વલંત હસમુખો ચહેરો આકર્ષક હતો, પણ આ ભીજવતી દીનતા તો અનેરી જ હતી. કોણ જાણે, શિવજીભાઈ જ આગળ થયા અને અમે પેલા સૂતેલા ભણી વલ્યા. હજી તો થોડું છેટું હતું ને શિવજીબાઈના પગ એકેક થંભી ગયા.
‘કેમ?’ કહેતો સોમન ચોંક્યો.
‘અરે ભાઈલાલ, આ શું?’
‘જોયું તો એક પોલીસનો માણસ બેત્રણ ધોળાં રાતાં લૂગડાંવાળાં માણસોને પેલાં ટોળામાંથી લઈ જતો હતો. કોટ પાસે લપાઈ રહેલા બે આદમી અમારી પડખે થઈને નાઠા. પોલીસ પેલાઓને લઈને ચોકી તરફ વળી ગયો હતો, અને બાકીના માણસો પહેલાંની જેમ જ જાણે સૂતાં હતા. પોલીસની હાજરીમાં એમણે સૂવાનો ડોળ કર્યો હશે. અમે આગળ ગયા. પેલો એકલો માણસ ટૂટિયું વાળીને કણસતો હતો. એના પગ પક ધીરે રહીને સોમને એક ગોદડી મૂકી. એણે લાત મારી ફગાવી દીધી. એને શી શંકા આવી હશે? ઊંચકીને એમ આગળ ગયા. ‘રસ્તા છોડ’ વાળો અવાજ યંત્રવત્ ધીરો ધીરો આવ્યે જતો હતો. સોમન કઈ વિચારમાં પડ્યો.
‘કેમ આ લોકો પણ ફેંકી દેશે શું?’ શિવજીભાઈએ પૂછ્યું. ‘ચાલો, ઘેર ચાલ્યા જઈએ!’ કંટાળીને એમણે કહ્યું. સોમને ત્યાં મારા ગજવામાં હાથ નાખીને સુખડીનું પડીકું કાઢી, ખોલીને પેલા છોકરાના મોઢા આગળ મૂક્યું ને બન્ને પર એક ગોદડી ઓઢાડી પાછા વલ્યા. જોયું તો પેલું ટોળું ડરનં માર્યું નાસી ગયું હતું. એમ જઈને પેલા એકલા સૂતેલા, દુનિયા સામે બબડનારા પગ પર ગોદડી ફરી મૂકીને ચાલવા માંડ્યું. થોડે છેટે જઈ જોયું તો ડાહ્યા થઈને એણે ગોદડકી ઓઢી લીધી. અમે ઝપાટે ચાલવા માંડ્યું.
પૂલની નીચે લોકંડના થભો પર પછડાઈને પવન અજબ અવાજ કાઢતો હતો. શિશિરની જાણે રુદ્રવીણા વાગતી હતી. પેલી બાજુ પહોંચ્યા, ને પાસે થઈને એક ખટારો ચાલ્યો ગયો. એના ગેસથી નાક જરા સંકોડાયું. પણ થોડીક સંકંડ સારી હૂંફ મળી. ઓરડીએ જઈને કમાડ ઉઘડાવ્યું. વચ્ચોવચ ગાદકી પાથરી, એક-એક ગોદડી ઓઢીને ભાઈઓ તો એમની પદ્ધતિ પ્રમાણે સૂઈ રહ્યા હતા. શિવજીભાઈ રહેવાયું નહિ :
‘ચાલ ભાઈ કૉલેજિયન, ખીચડી કાઢ એટલે જરી ગરમ થઈને સૂઈ જઈએ. કેમ સગડીમાં કોલસા બળતા દેખાતા નથી?’
‘કેમ ગોદડીઓ ક્યા?’
‘પાછળ મજૂર લાવે છે. ખીચડીની વાત કરને.’
‘પણ નાનુને પેટમાં ઠીક ન હતું એટલે મેં તો કહ્યું કે મારે તો મામાની સુખડીથી ય પતી રહેશે, કાં નહિ?’
એનો પ્રશ્ન એકલા શિવજીભાઈને નહિ–અમને પણ–જાણે આખી દુનિયાને હતો. સોમન એના વિચારમાંથી ઝબકીને બોલ્યો :
‘ભાઈલાલ, પેલાંને બે કામળાના પ્રદેશનો રસ્તો મળી ગયો આખરે! હવે એકે શિયાળામાં એ બહાર આમ ફરી ટાઢે મરે તો કહેજે!’ અને પાછો એ એના વિચારોમાં ડૂબકી મારી ગયો. કૉલેજિયન ભાઈ કીં ન સમજાતું હોય એમ ચારેકોર આકો ફેરવતો હતો. શિવજીબાઈ કાલ કરતાં કંઈ સારી સૂવાની વ્યવસ્થા કરવાના હોય એમ ગોદડીઓ ફેંદવા લાગ્યા, ને એકદમ ઊબા થઈ જઈને પરાઉપરી કપડાં પહેરવા લાગ્યા.
‘આ શો તુક્કો છે, હવે?’ કૉવેજિયને એમને માથેથી તાણી-તાણીને બેસાડેલી ટોપી ખેંચી લઈને પૂછ્યું.
‘હોય તેટલાં કપડાં પહેરીને સૂઈ રહ્યે આરો છે, હવે!’ ને ચારેકોર લાંબો હાથ કરીને બોલ્યા : ‘ઝટ કરો! નહિ તો બુકાનીઓ બાંધીને આવો મારી પાછળ પાછળ–ઘણાયે બગલાઓ છે–કાં તો ત્યાં કે બબ્બે કામળાના મુલકમાં તમને પહોંચાડી ન દઉં તો મારું નામ..........નહિ!’
નાનાભાઈ અત્યાર સુધી દબીદબીને હસતો હતો તે ખડખડાટ હસી પડ્યો. બહાર લીમડાઓમાં પવને પણ અટ્ટહાસ્ય કર્યું. દૂર ખાનપુર ચોકીના પોલીસે પોકારેલી આલબેલની જાણે એ ભરપૂર મશ્કરી હતી. પવનને જાણે થતું હતું કે કેટલાં માણસોને છાપરાવિનાનાં કરી નાખું, કેટલાં કાળજાંમાં કાણાં વીંધી દઉં તો આ શહેરની આલબેલનું જૂઠાણું ગવાતું બંધ થાય.
સ્રોત
- પુસ્તક : આપણી શ્રેષ્ઠ નવલિકાઓ (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : ગુલાબદાસ બ્રોકર
- પ્રકાશક : ધી નેશનલ ઈન્ફર્મેશન એન્ડ પબ્લિકેશન્સ લિમિટેડ
- વર્ષ : 1948
