રામનારાયણ પાઠક 'શેષ'
Ramnarayan Pathak 'Shesh'
વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય તપોવિજયજી, વ્યાખ્યાનનું ચાલુ પાનું ધીરેથી ગ્રનથમાં ગોઠવી. પોથી બાંધી ઊભા થઈ. પોતાના ખડ તરફ ધીમે પગલે ચાલવા માડ્યા. ચાલતા ચાલતા, માર્ગ ભાવથી સામુ જારને અમૃતમય દૃષ્ટિથી વદાય-આશીર્વાદ આપતા, અને વદન કરતા થાવકોને વૈખરીથી ‘ધર્મલાભ’ કહેતા, નગરના ભાવિક શેઠ વિમલશીલ ઊભા હતા ત્યાં તેઓ આવી પહોંચ્યા વિમલશીલ હંમેશ મહારાજને અંદરના ખડ સુધી મૂકવા જતા અને બે ઘડી મહારાજનો વિશેષ સત્સંગ સાધી પછી જતા. તેમની સામે પણ આજે તેમણે વદાયની દૃષ્ટિ કરી તેમણે વિનયથી કહ્યું, ‘આવું છું ને?’
‘મેં જાણ્યું, આજે તમારે જવાની ઉતાવળ હશે’ વ્યાખ્યાન દરમ્યાન કશા પણ સંદેશા, કે વેપારરોજગારની કે સંસારની કશી પણ વાતના ખબર કદી પણ ન આવે એવો શેઠનો નિયમ હતો. તેમાં આજે અપવાદ થયો હતો. શેઠનો મોટો ભાણેજ આવીને કાનમાં કંઈક કહી ગયો હતો, અને તેને તરત પાછા જવાનું કહેતા શેઠનું મોં જરા મરક્યું હતું, એ આ વિચક્ષણ આચાર્યની નજર બહાર રહ્યું નહોતું પણ શેઠની ઈચ્છા હેમેશ માફક પાછળ આવવાની જોતા આચાર્યે આગળ ચાલવા શેઠ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. અંદર પેસતાં આચાર્યે જ જરા રિમતાથી કહ્યું. ‘પુત્ર આવ્યો?’
‘જી, હાં મહારાજ! મેં કોઈને આવવા કહ્યું નહોતું પણ એ આવ્યો. એટલી આશાતના1 થઈ’ ગઈ તે ક્ષમા કરશો.’
આચાર્યે પ્રસન્ન મુખે એ જ રિમતથી કહ્યું : ‘તો તેનુ આવોયણ2 કરવું પડશે.’
‘ફરમાવો, હું સાંબળવાને યોગ્ય છું.’
‘એ છોકરો અમને આપી દેજો, એ આલોયણ’ અને પછી એના પર ભાષ્ય કરતા હોય તેમ કહ્યું. ‘મેં ધારેલું લગ્ન ખરું હોય તો એને મહાન દીક્ષાયોગ છે, જો કે એક ગ્રહની વક્રદૃષ્ટિ છે તે જોવાનું રહે છે. મારું ગણિત ખરું હોય તો એનો વર્ણ તપાવેલા જોવાનું જેવો હોય. तप्तकाचनवर्णाभ. मनस्वी प्रमदाप्रियः। તપ્ત કાચન જેવી તેનીકાયા હોય, તે મનસ્વી હોય અને સ્ત્રીઓનો પ્રિય હોય જ્યોતિષને ઘણા માને છે, મને પણ તેનો અભ્યાસ છે, પણ જિનાગમે તેને મિથ્યાશ્રુત કહેલ છે તે યથાર્થ છે એવો મારો અનુભવ છે. આપણી તો એટલી ફરજ કે આપણે એને અનુકૂળ સંસ્કારો આપવા. વિર્ણય તો જીવ પોતે પોતાને માટે કરે એ જ ખરો આપણે ઉતાવળા થઈ નિર્ણય પણ ન કરાવવો. માત્ર દેહવું સૌંદર્ય કે માત્ર બુદ્ધિની પ્રતિભાનું અભિમાન પણ મહાન બંધન તે, તો આ તો બન્નેનો યોગ છે.
‘જી મહારાજ, આપ કહેશો તેવા સંસ્કાર પાડીશ.
‘પ્રથમ તો હવે તમારે છોતું બ્રત3 લઈ લેવું અને એને સારી રીતે વિદ્યા આપવી એની મેળે વેપારમાં પડે તો ભલે, નહિતર એની શક્તિ પહોંચે ત્યાંસુધી એને વિદ્યા આપવી–અલબત્ત, જિનાગમને અનુકૂળ રીતે.’
‘જી મહારાજ!’
આચાર્ય શેઠના મુખ સામું જોઈ રહ્યા. હજી શેઠની ઉંમર કાંઈ મોટી નહોતી. ચોથું વ્રત લેવાની તેમની તત્પરતા કેટલી સાચી હતી તે જોવા તેમણે તેમની આંખ સામે દૃષ્ટિ કરી, અને તેમાં અક્ષોભ, દૃઢતા અને શ્રદ્ધા જોઈ બોલ્યા. ‘આજ સારો સંસાર તમને વધામણી આપશે ત્યારે અમે તમારો આખો સંસાર અને તેનું ફળ લઈ લીધું! ગૃહી આગૃહી વચ્ચેનો એ ફરક!’ આચાર્યે ગંભીર સ્મિત કર્યું.
‘આપ કહો છે ત્યારે કહું છું. અંધારિયા અમે વર્જેલા જ હતા, અને પુત્ર આવે તો જાવજીવ4 ચોથું.’ વ્રત લેવા અમારો પહેલેથી સંકેત હતો. આપની એ જ આજ્ઞા થઈ એ તો હું સદ્ભાગ્ય સમજુ છું. આપ દર વરસ પધારતા નથી પણ અનુકૂળતાએ પધારતા રહેશો અને આઠમે વરસે જરૂર પધારશો.
‘યથા વર્તમાન.5’
વિમલશીલ વદીને ચાલ્યો ગયો. નગરના વશપરંપરાના નગરશેઠનું પદ નીકળી જઈ પોતાને ન મલે તે માટે તે કદી પણ કોટિપતિ થતો નહોતો, એ તો આચાર્યે માત્ર સાંભળેલું હતું. આજે ગૃહસ્થ હોવા છતાં, મુનિઓને પણ દુષ્કર એવું બ્રહ્મચર્યવ્રત તેણે લીધું તે પ્રત્યક્ષ જોઈ તેમને આશ્ચર્ય થયું. શેઠના ગયા પછી ઘણા વખત સુધી જ્યોતિષ, વિમલશીલના પુત્રનું ભવિષ્ય,ક તેની જન્મ-કુંડલીન3 ગ્રહો, જિનશાસનનું ખરું હિત, મોક્ષ, પોતાનું કર્તવ્યાકર્તવ્ય વગેરે અનેક વિચારોના વમળોમાં ફરતા તે કેટલીય વાર આસન ઉપર સ્તબ્ધ બેસી રહ્યા.
વિમલશીલે પુત્રનું નામ જિનદાસ રાખ્યું. તેને પાપપણથી જિનશાસનના સંસ્કારો પાડવા અને જિનધર્મને અનુકૂળ શાસ્ત્રોનું અધ્યયન કરાવવું એ કહેલું હતું, પણ તેને માટે આવતાં કન્યાના માગાં પાછાં વાળવાં એ એટલું સાંડુલું નહોતું. તેણે વિનયથી બધા માગાં પાછાં વાળ્યાં. તેની પત્નીએ આમાં તેને અદ્ભુત સાથ પ્યો.
જિનદાસની ઉંમર આઠ વરસની થઈ ત્યારે તપોવિજયસૂરિ પાછા આવ્યા. તેમણે જિનદાસને જોયો, સંતોષ બતાવ્યો અને પાંચ વરસ પછી વિચાર કરું કહી તો પાછા વિહારે ચાલ્યા ગયા. પાંછ વરસ પચી જિવદાસને જોયો, તેની સાથે વાતચીત કરી, પણ તેને મોટો થવા દેવો જોઈએ કહી ફરી વિહારે ગયા.
અત્યાર સુધી વિમલશીલ સાધારણ જવાબોથી માગા કરનારાને પાછા વાળી શક્યો હતો. પણ નગરશેઠના ઘરનું માગુ એટલું સહેલી રીતે પાછું વળાય એમ નહોતું. ગામ આખામાં વાત થતી હતી કે વિમલશીલ માગા પાછા વાળે છે. તેનું કારણ એ હતું કે તેમને નગરશેઠનું કહેણ છે. અને તેમાં લોકોનો દોષ પણ નહોતો. નગરશેઠની એકની એક દીકરી જિનદાસથી ચારેક વરસ નાની હતી. જિનદાસની જ નિશાળે જતી. કોઈની પણ યોજના વિના બન્નેની વચ્ચે સ્વાભાવિક બાલોચિત પ્રીતિ થઈ ગતી. અને બન્નેને જોઈ હરકોઈ કહી શકે કે ભગવાને સુંદર જોયું નિર્મ્યુ છે. જિનદાસની પણ એવડી ઉંમર થઈ હતી કે તે લોકોની વાયકાનો અર્થ મલમ સમજી શકે અને તેનું કૌતુક અનુભવે. અને તેથી એ વાત ચોક્કસ કરવાની જરૂર હતી.
નગરશેઠ પોતે વિમલશીલને ત્યાં આવ્યા. પોતે અત્યાર સુધી પોતાની પદવી માટે વિમલશીલના આભારી હતા. બન્ને બાળકો એકબીજાને લાયક હતા, તો ના પાડવાનું કારણ જાણવા જેટલો પોતાને હક છે અને જાણ્યા વિના નહિ ખસું એવો મીઠો હઠ કરી બેઠા. વિમલશેઠે જિનદાસને બહાર જવા નિશાની કરી અને પછી તપોવિજયજીએ કહેલ બધી વાત કરી. જિનદાસનો વર્ણ તપ્તકાચન ચેવો હશે એ આચાર્યજીએ જોયા વિના જ ભાખેલું હતું. જિનદાસના ગ્રહો એવા છે કે જો તે દીક્ષા ગ્રહણ કરે તો જિનશાસનનો પ્રતાપી દારણ થાય. જો કે એક ગ્રહની વક્ર દૃષ્ટિ છે તેથી રાહ જોવાની જરૂર છે. નગરશેઠ સમજ્યા કેમણે કહ્યું. ‘જો દીક્ષાની ના ઠરે તો મારો જ રૂપિયો સ્વીકારજો’ અને મૂરતિયો મળે તો સંબંધ કરવાને તમે છૂટા દીકરાના માવતરથી ક્યાં સુધી રાહ જોવાય?
જિનદાસને વાતચીર માટે ઓરડા બહાર કાઢેલો પણ તેણે નજીકમાં સંતાઈને બધુ સાંભલ્યું. તેને ખાતરી હતી કે નગરશેઠની દીકરી સાતે પોતાના સગપણની વાત થવાની હતી. અને એ જ વાત નીકળતી હઈ તેમ તેમ તે વધારે આતુરતાથી સાંભળવા માંડ્યો. ત્યાં તેણે તબપોવિજયની વાત સાંબળી અને તેને ઘણું જ આશ્ચર્ય થયું. ત્યારથી તેનામાં બે પ્રબળ સંકલ્પો જાગ્યા. માણસનું મન એવું વિચિત્ર છે કે બે તદ્દન વિરોધી સંકલ્પો એક સાથે પોષાવા માંડે, પ્રબળ થના માંડે! એક બાજુથી તેનામાં સ્ત્રીઓને પણ આકર્ષી શકે એવા પોતાના પત્પકાચન વર્ણનું અભિમાન થયું, અને બીજી બાજુથી સંન્યાસ લેવાની અને જૈનશાસનના ધારક થવાની મહેચ્છા જાગી. અનેક વૃત્તિઓના વંટોળથી તેનું મન ખોટી ઊંચાઈએ ચડ્યું અને વધારે દુર્લભ અને વધારે દુષ્કર માટે જ, સંન્યાસજીવન લેવાનો તેણે નિર્ણય કર્યો. તેને સોળમું વલસ બેટું ત્યારે તપોવિજયજી આવ્ તેમને હવે વાર્ધક્યના ચિહ્નો જરાજરા દેખાના લાગ્યા હતા અને તેઓ પોતાની વિદ્યાઓનું કોઈ સત્પાત્ર શોધતા જ હતા. તેમણે ઘણી જ મમતાથી જિનદાસને બોલાવ્યો, અને દીક્ષા લેવાની તેની પોતાની ઈચ્છા છે કે નહિ તે પૂછ્યું. તેને સ્પષ્ટ સમજાવ્યું કે જો સંસારની જરાપણ ઈચ્છા હોય તો સંસારમાં જ જવું, અને સાચા સંસ્કાર હશે તો એની મેળે ભવિષ્યમાં દીક્ષા મળી રહેશે. જકિનદાસે સામે પ્રશ્ન કર્યો : ‘આપે સંસારમાં ગયા પછી દીક્ષા લીદેલી કે ગયા વિના જ?’
સર્વ પ્રસન્ન થઈ ગયા. તપોવિજયજીએ કહ્યું : “સંસારમાં ગયા વિના જ.’
‘ત્યારે હમણાં દીક્ષા લેવાથી આપના જેવું જ્યોતિષજ્ઞન મને મળશે?’
જીવનમાં કદી નહિ લાગેલો એવો તપોવિજયજીને મહાન આઘાત લાગ્યો. પોતે જ વિમલશીલને જ્યોતિષક ઉપરથી વાત કરી તે ભૂલ જણાઈ, તેનો પશ્ચાત્તાપ તેમએ થયો બધો આઘાત અને બધુ દુઃખ ગળી જઈને માત્ર એક નિઃશ્વાસ નાંખીને તેમણે ધીમેથી કહ્યું : ‘જિનદાસ, બે વરસ વધારે વિચાર કર. દીક્ષા તપને માટે લેવાની હોય છે. વિદ્યા તો આવવી હોય તો આવે, અને જ્યોતિષ તો મિથ્યાશ્રુત છે. એના લોભથી દીક્ષા લેવાય નહિ.’
બેએક દિવસ પછી વિમલશેઠે ફરી દીક્ષાનો પ્રશ્વ કાઢ્યો, ત્યારે ફરી નિઃશ્વાસ નાથી એ એટલું જ બોલ્યા કે ‘હજી ઉંમર થવા દો.’
વિમલશીલે કહ્યું કે શાસ્ત્ર પ્રમાએ એ વ્યક્ત6 થયેલ છે. ત્યારે સૂરિએ કહ્યું, ‘ઉમરે તો થયેલ છે, પણ અમે તો કાવ્યશાસ્ત્રકારોનો મત અહીં ઈષ્ટ ગણીએ છીએ. સંસારના ભાવોને વ્યક્ત રૂપે સમજી શકે પછી દીક્ષા માગસે તો વિચારીશું.’
જિનદાસ ચતુર હતો. તેને લાગ્યું કે બોલવામાં તેની કંઈક ભૂલ થઈ છે. તેણે નિયમિત વ્યાખ્યાનોમાં જવા માંડ્યુ શાસ્ત્રાધ્ય.યન કરવા માંડ્યુ. પોતાની શી ભૂલ થઈ હતી તે તે સમજ્યો, અને એવી ઐહિક વાસના કાઢી નાખવા તેણે તપપૂર્વક અથાગ પ્રયત્ન કર્યો. બે વરસ પછી તપોવિજયજી પાછા આવ્યા અને પૂછ્યું, ‘કેમ, દિક્ષા લેવી છે?’
‘જી હા.’
‘શા માટે?’
‘કર્મ ખપાવવા માટે.’
‘સંસારની વાસના નથી?’
‘કબિલકુલ નથી એમ તો કેમ કહેવાય? પણ તપ વડે અને ગુરુના પ્રતાપે તે ટાળી શકીશ.’
તપોવિજયજી અને આકો સઘ રાજી થઈ ગયો. જિનદાસને દીક્ષા આપી બુદ્ધિવિજય કર્યો. જૈન સઘે અને ખાસ કરીને નગરશેઠે મોટો ઉત્સવ કર્યો.
જૂના કુટુંબસંસ્કારોથી દૂર કરવા અને સંન્યાસના સંસ્કારો દૃઢ કરવા તપોવિજયજી તેને દૂરના રાજ્યમાં લઈ ગયા, દ્યાનો રાજા જિનશાસનને માનનારો હતો અને તપોવિજયજીનો ભક્ત હતો
તપોવિજયજી આ વખતે આવા તેજસ્વી સ્વરૂપવાન શિષ્યને લઈને આવ્યા તેથી લોકોમાં બન્નેનો મહિમા વધ્યો અને બુદ્ધિવિજય તરફ સૌને કૌતુક થયું. બુદ્ધિવિજયે અભ્યાસમાં સારી પ્રગતિ કરવા માંડી અને તેથી તેની કીર્તિ વધતી હઈ. તે સાથે તે જુવાન થવા લાગ્યો તેમ તેની કાંતિ પણ વધતી ગઈ, અને અર્ધું સમજતી અર્ધું નહિ સમજતી લોકજનતાએ સહસ્ર જીબે અને સહસ્ર નયને તેને રૂવેરૂવે સબાન કરી નાખ્યો. તેની એકેએક ક્રિયામાં કોઈ અદ્ભુત છટા દેખાવા લાગી. જીવનની કોઈપણ રીતભાત એટલી સાદી નથી કે જેમાં માણસ છટા ન આણી શકે.
ગુરુ આ સર્વ માયા સમજતા હતા, અને શિષ્ય માટેની તેમની ચિંતા વધતી જતી હતી. વારંવાર સંન્યાસધર્મ, વાસનાપ્રાબલ્ય, વાસનાની છેતરપિંડી ઉપર શિષ્યને કહેતા. શિષ્ય બુદ્ધિથી સમજતો જણાતો પણ તેના મનના ઊંડાણોમાં બુદ્ધિનું અભિમાન, શરીરની તેજરિવાજનું અભિમાન, સ્ત્રીઓને અને લોકોને ચકિત કરી અકર્ષવાની વાસના વધતી જતી જણાતી હતી. પણ એક દિવસ તો એવો બનાવ બન્યો કે ચિંતાને બદલે તેમનું આખું મન ઉકળી ઊઠ્યું. બુદ્ધિવિજય પોતાનાં સર્વ ઉપરકરણો અને શક્તિના પ્રદશ્નપૂર્વક ગોચરીએ ગયેલો, અને ત્યાં નગરના કોટિપતિની દીકરી એના પર એટલી મોહિત થઈ ગઈ કે તેના હાથમાંથી વહોરાવવાનું વાસણ પડી દું! તપોવિજયજીના દુઃખનો અને ઘૃણાનો પાર ન રહ્યો. ‘આટઆટલા દિવસથી તને કહું ચું કે તારો મેલ સમજ ને તેને ક્ષીણ કર. તેને બદલે તું તારા સમયજીવન ઉપર પણ પાણી ફેરવવા બેઠો છે એટલું જ નહિં પણ આકા શાસનની હીલના કરે છે તે સમજે છે?’
બુદ્ધિવિજય ગુરુનો તાપ જીરવી શક્યો નહિ. તે ગભરાઈ ગયો ને બોલી ઊઠ્યો : ‘મહારાજ, ખૂબ સમજવા પ્રયત્ન કરું ચું કઈંક સમજું ય છું પણ... .’
‘શું સમજે છે?’
‘મહારાજ, મારો દોષ નથી. મારા જન્મસંસ્કારો ખરાબલ છે આપે તે દિવસે વ્યાખ્યાનમાં કહેલું તેમ, મારા માબાપે જે સંયમ પાળેલો, તેની વકરેલી વાસનાના સંસ્કારો મારામાં ઊતર્યા છે પ્રયત્ન છતાં.’ થોડા દિવસ પહેલાં તપોવિજયજીએ ગૃહસ્થજીવન અને સંન્યાસજીવનનો ભેદ સમજાવતા કહેલું કે કેટલાકની વાસના માત્ર દમનથી અને ચિંતનથી શમી શકતી નથી, દમનથી ઊલટી વકરે છે. તેમને માટે ગૃહસ્થજીવન છે. એવાઓએ ગૃહસ્થજીવનના સંયમનિયમથી વાસનાને વશ કરવી જોઈએ–જેમ ભડકતા ઘોડાને ધણી પંપાળતો અને ઘાસચારો આપતો વશ કરે તેમ.
આ ખુલાસો સાંભળતા તપોવિજયજીનો ક્રોધ હાથમાં ન રહ્યો. તેમનાથી બોલી જવાયું : ‘કેટલું પાપ! મારા વ્યાખ્યાનનો કેટલો દુરુપયોગ! પોતાના પાપને માટે બીજાને દોષ ચડાવવાનં કેવું ચાપલ્ય! અને તે પણ માબાપને માથે! તારા પર મોટામાં મોટા ઉપકાર કરનારને તું આવો બદલો આપે ચે, તો તું જેના પર ઉપકાર કરીશ. તેનાથી જ તારો સર્વનાશ થશે એ નક્કી જાણજે–જો કે તું કોઈ ઉપર ઉપકાર જ કરવાનો નથી.’
તે દિવસ, ગુરુએ ભોજન લીધું નહિ. બીજે દિવસે બુદ્ધિવિજયે ક્ષમાયાચના સાથે આલોચણ માગ્યું. ગુરુએ કહ્યું : ‘સૌએ પોતપોતાનું આલોચણ કરી લેવું જોઈએ. કોઈ કોઈને સલાહ આપી શકતું નથી.’
બુદ્ધિવિજયે આઠ દિવસના ઉપવાસ કર્યા. પોતાની મેળે તપ કરે છે એ વાતથી સહાધ્યાયીઓમાં અને રાજદરબારમાં પણ તેની કીર્તિ વધી. એક દિવસ રાજાએ પોતે આવી ગુરુને મોઢે શિષ્યના, તેની બુદ્ધિના, તેની દતેજસ્વિતાના, તેના ત્યાગના, સંયમના વખાણ કર્યા, ત્યારે તપોવિજયજીએ કહ્યું. ‘જે માણસને સામે ગામ જવું છે, તે તો ચાલવાનું કેટલું બાકી રહ્યું. એ જ વિચારે થાકે તે પાચો ફરીને કેટલું ચાલ્યો તે જોવા ઊભો રહે! તેમ ત્યાગ કરનારને કેટલું છોડ્યું તે ન વિચારવું જોઇએ, ક્યા જવું છે ને તે કેટલું દૂર છે તે વિચારવું જોઇએ. જે માણસને તરીને સામે કાંઠે જવું છે, તેની નીચે એક માથોડું પાણી હોય તેય સરખું અને પાચ પાથોડા હોય તે પણ સરખું તેને તો સામે કાંઠે જવુ છે. જેને ડૂબકીનું કૌશલ દેખાડવું છે. તેને માટે ફરક ખરો! પણ જેને સામે કાંઠે પહોંચવાની તાલાવેલી છે. તેને એ કૌશલ દેખાડવાની તથા નથી હોતી.. અને ડૂબકી મારનાર કૌશલ દેખાડી શકે પણ તેને ડૂબવાની ભો પર સાચો સાધુ આવો વિચાર નથી કરતો અને દેહની કાંતિનું અભિમાન શું? દેહ તો ભૌતિક વસ્તુ છે. ભૌતિક ઉપાયોથી પણ દેહ એવો કરી શકાય!’
રાજાએ પૂછ્યું : ‘બાહ્યોપચારથી દેહનો વર્ણ બદલાવી શકાય ખરો?’
‘હા, એવા ઉપચારો હોય છે. કેટલાક ગુરુઓ ધર્મમાં શ્રદ્ધા બેસાડવા એવા કામમાં પડે છે. પણ એ સર્વ અવળા રરતા છે.’
બુદ્ધિવિજયે બહુ જ ધ્યાનથી આ બધું સાંભળ્યું. જ્યોતિયના ઘણાએ ગ્રંથો ભંડારમાં હતા, પણ ગુરુએ તે ભણવાની ના પાડી હતી. પણ આ બાહ્યોપચારનો એક જ નુસખો મળી જાય તો ઘણો ચમત્કાર કરી બતાવાય! તેનો જિનશાસનનો પ્રચાર કરવામાં ઉપયોગ કરી શકાય! અનેક રાજ્યો ઉપર સત્તા બેસાડી શકાય!
બુદ્ધિવિજયની બધી સ્વાર્થી મહેચ્છાઓએ જિનશાસનના પ્રચારનું રૂપ લીધું. ઉપવાસ દરમ્યાન પોતાના જીવનધ્યેયને અનુકૂળ જીવન ઘડવા તેણે મહાન નિશ્ચય કર્યો. ઉપવાસ પછી પંદરેક દિવસે ગુરુ, બુદ્ધિવિજય કરી ગયા. કીર્તિના પ્રદેશથી દૂર લઈ જવાથી શિષ્યને ફાયદો થશે એમ તેમણે માન્યું. અને બુદ્ધિવિજયના વર્તનમાં તેમણે ખરેખર ફેર દેખાયો. હવે તેણે ટાપટીપ છોડી દીધી હતી અને શાસ્ત્રાધ્યયન ઉપર તે વધારે ધ્યાન આપતો હતો. ગુરુની સેવા પણ તે વધારે નિષ્ઠાથી કરવા લાગ્યો હતો. એક દિવસ બુદ્ધિવિજય ગુરુની ઉપચર્યા કરતા કંઈક વિચારમાં પડી ગયો. ત્યારે ગુરુએ પૂછ્યું, ‘કેમ, સા વિચારમાં પડી ગયો છો?’
‘જી, આપનાં વચનોનું મનન કરું છું.’
‘ક્યા વચનો?’
‘નહિ, આપે તે દિવસે મહારાજાની સાથેની વાતચીતમાં કહેલા? આપે તો વાતચીતમાં કહેલાં પણ સમયધર્મનો બધો ઉપદેશ એટલામાં આવી જાય છે. આપે ડૂબકી મારવાની અને તરવાની વાત કરી તે બરાબર છે! કેવું સુંદર દૃષ્ટાંત!’
અહિત કરનાર તરફ ક્રોધ ન કરવો એ દુષ્કર છે, પણ ક્રોધ પણ જીતી શકાય છે. ખુશામત જીતી શકાતી નથી! ગુરુ બુદ્ધિવિજય ઉપર પ્રસન્ન થઈ ગયા. ધીમે ધીમે તેના તરફ મમતા વધી. ધીમે ધીમે બુદ્ધિવિજયને તેમએ સર્વ છૂટ આપી. આખો પુસ્તકભંડાર હવે તેને માટે ખુલ્લો હતો. ગુરુએ વાંચેલી જ પોથીઓ વાંચવા તેણે લાડથી માગણી કરી અને ગુરુએ પોતે વાંચેલી પોથીઓ ભંડારમેં ક્યાં છે તે બતાવે તે એકેએક પોથી ખોલી જોઈ ગયો. તેમાંની એકમાંથી તેને સુવર્ણવર્ણપ્રયોગના ચાર પાના મળ્યા. એ એ જ પ્રયોગ હતો. તે છાનોમાનો એ પ્રયોગ અનેક વાર વાંચી ગયો, અને ગ્રંથો અને કોષોના આધારે તે બધુ સમજી ગયો. માત્ર એક શબ્દ તેને જ સમજાયો. ‘આ आटविक એટલું શું?’ સાધારણ અર્થ તો ‘જંગલનો માણસ’, પણ તે અર્થ અહીં બેસતો નહોતો જ!ક તેણે ગુરુ પાસે કોષગ્રંથનું અધ્યયન શરૂ કર્યું. થોડા જ દિવસમાં आटविक શબ્દ આવ્યો. ગુરુને પૂછ્યો. ગુરુએ કહ્યું, આટવિક એટલે જંગલમાં રહેનારા–જંગલના રાજા, ઠાકરડા. એ અર્થ પણ થાય પણ એ અર્થ પ્રસિદ્ધ હતો અને એ પેલા નુસખામાં બેસતો નહોતો તેણે પ્રશ્ન કર્યો. ‘કોઈ જગાએ એક રાજાના પ્રતાપના વર્ણનમાં વાંચ્યું કે તેણે આટવિકોને આટવિકોની પેટે બાળ્યા! ત્યાં બીજા ‘આટવિક’નો અર્થ શો?’
‘સાહિત્યમાં આવો શબ્દ પહેલા જ વાર હું સાંભળું છું. આપણું અરાથ સ્પષ્ટ છે. બીજા આટવિકનો અર્થ જેને અડાયું છાણું કહીએ છીએ તે ત્યાં ગોમય શબ્દ ઉમેરી લેવાનો છે. રસના ગ્રંથોમાં ગોપન માટે આ પ્રમાણે નામ અનુક્ત રાખે છે.’
આ શ્રે ન ?
‘રસ એટલે?’
‘રસાયન શાસ્ત્ર, વૈદકનો રસાયન વિભાગ.’
બુદ્ધિબિજયનો ચહેરો એકદમ પ્રફુલ્લિત થઈ ગયો. તપોવિજય તે જોઈ ગયા. તેમણે તરત પૂછ્યું : ‘ક્યાં ગ્રંથમાં આટવિકનો આવો પ્રયોગ તમે જોયેલો?’
‘મહારાજ, યાદ નથી. કદાચ મહાભારતમાં વાંચ્યો હશે કે કોઈ બીજા પુરાણમાં.’
પુરાણોનું નામ દીધું એટલે હવે બતાવો જોઈએ એમ કહેવાપણું રહ્યું નહિ.
ગુરુ તત્ક્ષણ દૉઢ પગલે ઊઠ્યા. બુદ્ધિવિજયને ત્યાં જ રાખી બીજા બે શિષ્યોને સાથે લઈ ગ્રંથભંડારમાં ગયા. જેટલાં જાટલાં જ્યોતિષનાં અને વૈદકના ચમત્કારનાં પુસ્તકો હતા. તે બધાં જાતે કાઢી કાઢી તેનો એક ખડકલો કર્યો. પોતાના જ અંગ પરનું એક વસ્ત્ર કાઢી. તેમાં બધાં બાંધ્યા ને શિષ્ય પાસે ઉપડાવી બહાર લઈ ગયા. વહોરાઈ ગયેલા અગ્રાહ્ય પદાર્થની પેઠે એ બધા ગ્રન્થોને દૂર જમીનમાં ઊંડો ખાડો ખોદી ભંડારાવ્યા. બુદ્ધિવિજયે શોક અને પશ્ચાત્તાપની મુદ્રા ધારણ કરી. છતાં તેની આંખમાં ગુરુ એક પ્રકારનો વિજય પારથી ગયા,–બુદ્ધિવિજયને આખો નુસકો મોડે હતો!–પણ કાંઈ બોલ્યા નહિ.
તે દિવસથી તપોવિજયની પ્રકૃતિ લથડવા માડી. તેમને એકદમ વાર્ધક્ય આવ્યું. તેમને કશામાં રસ ન રહ્યો. જાણે, ન સુધરી શકે એવી કી મહાન ભૂલ થઈ હોય, આખે જીવન હારી બેઠા હોય, તેવી નિરાશામાં તેઓ કળતા ગયા. બુદ્ધિ વિજયે તેમની દ્ભુત સેવા કરી. તેની સેવા શહેરમાં, રાજકુલમાં જ નહિ પણ આખા જૈન સંઘમાં વખમાવા માંડી. સૌને લાગ્યું કે તપોવિજયજી પોતાની પછી તેને આર્યાચપદે સ્થાપશે. પણ એ આશા ફળીભૂત થવાના કોઈ ચિહ્નો દેખાયાં નહિ. દીમેધીમે લોકોએ તેનું કારણ તપોવિજયજીનું વાર્ધક્ય અને તજ્જન્ય બુદ્ધિમન્દતા માની, અને બુદ્ધવિજય તરફનો સર્વનો પક્ષપાત તેથી વધતો ગયો.
ગુરુનો અંત પાસે આવતો દેખાયો તપોવિજયજી તદ્દન ક્ષીણ થઈ ગયા. બુદ્ધિવિજયે આજ સુધી ગુરુની સેવા કરવામાં કશી કચાશ રાખી નહોતી. એ સેવાથી ગુરુ પ્રસન્ન થઈ કોઈ નુસખો કહેતા જશે, છેવટે પોતાની પછી આચાર્યપદવી માટે ભલામણ કરતા જસલે એવી તો આશા હતી જ, પણ ગુરુ તો અવાચક થઈ ગયા! જોકે શુદ્ધિમાં હતા. અનેક વાસનાઓની મલમ તૃપ્તિની આશાએ બુદધિવિજયે રાજવૈદ્યની માત્રા આપી ગુરુને બોલતા કરવા પોતાના સહાધ્યાયીઓને કહ્યું, પણ બધાઓએ આવા નિઃસ્પૃહ અને વીતરાગ ગુરુને કંઈ કહેવાનું હોય જ નહિ એમ કહી નકામો ત્રાસ આપવા ના કહી. પણ બુદ્ધિવિજયે માન્યું નહિ. અણે બધાના દેખતાં છેવટે જગતના કલ્યાણ અર્થે અને શિષ્યોના આશીર્વાદ માટે કંઈક વચનક કહી શકાય માટે માત્રા લેવા ગુરુને વીનવ્યા. બધાઓને નલાઈ લાગી કે ગુરએ હા કહી. માત્રા મંગાવી. આથી ઉત્સાહમાં આવી બુદ્ધિવિજયે ફરી પૂછ્યું કે બધાને કંઈ કહેવાનું છે કે માત્ર પોતાને જ; અને ગુરુએ શાની કરી કે માત્ર તેને જ કીં કહેવાનું છે. શિષ્યોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ, અને બુદ્ધિવિજય માટે તેમનો આદર ઘણો વધી ગયો. એકાંતમાં બુદ્ધિવિજય માત્રા આપી ગુરુનું વાક્ય સાંભળવા હાથ જોડી ઊભો રહ્યો. ગુરુએ માત્ર એક જ વાક્ય કહી પ્રાણ છોડ્યા : ‘પેલો આટવિકપ્રયોગ કદી ન કરતો.’
બુદ્ધિવિજય માથે વજ્ર પડ્યું હોય એવો સ્તવ્ધ થઈ ગયો. આટલી સેવા છતાં કેટલો દ્વેષ! કેટલી ઈર્ષ્યા! સુવર્ણપ્રયોગને બદલે આટવિક કહી કેવું મહેણું માર્યું! મરતાં મરતાં પણ કેવા ઘા કર્યો! અને બુદ્ધિવિજયને એટલો કાળ ચઢ્યો કે એ મરણ પામેલા માણસનું પણ તેણે મનના અંધારા. ખૂણામાં એક સાથે સો વાર ખૂન કર્યો. પણ તે ગમ કાઈ ગયોય. ગુરુ નીચે આટલાં વરસ રહી, તેણે બીજી નહિ તો સ્વરથ મુદ્રા ધારણ કરવાની સાધના કરી લીધી હતી. અને એવી સ્થિતિમાં પણ તેની બુદ્ધિએ એક મહેચ્છાના વિનાશમાંથી બીજનું સાધન મેળની લીધુ. ગુરુ પાસેથા બહાર આવતા સહાધ્યાયીઓએ ગુરુએ શું કહ્યું તે પૂછતાં, તેણે ઘણા અનાકાની કરી, છેવટે કહ્યું, ‘જો બધાઓ આચાર્યપદ આપવા ઈચ્છા બતાવે તો ના ન પાડતો.’
‘તે તમે ના પાડેલી હતી?’
‘તેમણે અનેક વાર કહેલું ને મેં દર વખત ના કહેલી.’
બુદ્ધિવિજયને આચાર્યપદ મળતા વાર ન લાગી. હવે તેણે બધા રાજાઓના દરબારમાં પોતાનું ગુરુપદ સ્થાપદ સ્થાપન કરવા અને જિનશાસન પ્રસારવા અનેક પ્રયત્નો કરવા માંજ્યા જ્યોતિષના ગ્રંથો મંગાવી. શાસ્ત્રીઓ રાખી ને શીખી ગયો અને ફલજ્યોતિષથી સર્વે ચકિત કરવા લાગ્યો. અનેક રાજ્યોમાં તેણે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. માત્ર છેવટકનો પેલો નુસખો કોઈ જગાએ કરવાની તે રાહ જોતો હતો. તેની પણ તેને તક મળી ગી. દક્ષિણનું એક મહાન રાજ્ય ચુસ્ત શિવમાર્ગી હતું, અને જૈનોને ત્યાં સોસવું પડયું તેનો એકનો એક કુંવર અતિશય કાળો હતો. તેણે ત્યાં ચાતુર્માસ નિવાસ કર્યો. તે દરમ્યાન, પોતાની ચમત્કારક શક્તિઓનો કુશળતાથી પ્રચાર કરાવ્યો, અને છેવટે રાજાને પોતાના ષડ્યંત્રમાં લીધો. પાટવી કુંવરનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો થાય તો રાજાએ જૈન ધર્મ સ્વીકારવો એમ નક્કી થયું. આ વિજય કરીને બુદ્ધિવિજયની યોજના ઉજ્જયિનીમ! જિનશાસન સ્થાપવાની હતી. ચાતુર્માસ કરીને તે ઊપડે, ઉજ્જયિની પહોંચે, ત્યાનું મહાજન સામૈયું કરી તેને લઈ જાય, ત્યાં એક બે દિવસમાં દક્ષિણના મહારાજ્યના દીવાન અને ન્ય દરબારીઓ, ઉજ્જયિનીના રાજાના મહેમાન થઈ પોતાને ખબર કરવા આવે, એ પ્રમાણે તેને પ્રયોગનો દિવસ જ્યોતિષ જોઈ ગોઠવ્યો. પ્રયોગ તેને મોઢે હતો જ. એકેએક હકીકત તેણે રાજાકને બરાબર લખાવી, દીવાનને સમજાવી, કુંવરને હિંમત આપી કહે તે પ્રમાણે કરવા સમજાવ્યું, અને નિયત દિવસે પ્રયોગ શરૂ કરવાનૂં, અને પછી તેના ખબર ઉજ્જયિની મોકલવાનું ફરી કહી ચાતુર્માસ પૂરા થયે તેણે ઉજ્જયિની તરફ પ્રસ્થાન કર્યું.
નિય કરેલે દિવસે રાજા અને દીવાને મહેલમાં કુંવરના પ્રયોગ માટે સ્થાન નક્કી કર્યુ. નાહવાનું પાણી તૈયાર કરવાની એક જગા નક્કી કરી, પાણી ગરમ થાય એટલે તેમાં નાખવાની પડીકી કુંવરને સોંપી. એ પાણીથી કુંવરે નવસ્ત્રા થઈ નાહવાનું હતું. નાહતા જરા પણ જગા કોરી ન રહી જાય. પડીકી નાખવાનું અને નાહવાનું કુંવરે જાતે જ કરવાનું હતું. કારણ કે નાહતાં અને નાહ્યા પી બે પ્રહર સુધી એ નાહવાની જગાથી હજાર નામ સુધી કોઈ માણસે ત્યાં રહેવાનું નહોતું પ્રયોગની વિચિત્રતા એ હતી કે નાહવાની જગાની પાસે જ એક પુરુષપુર લાંબો અડાયાં છાણાનો આટ કરી, સળગાવી, તેની રાખ માંડમાંડ સહન કરી શકાય. એટવી ગરમગરમ હોય ને તરત નાહવાનું શરૂ કરવાનું હતું. કુંવરે પોતે જ એ આટમાં ત્રણ જગાએ આગળી કોસી પછી નાહવા બેસવાનું હતું.
ફરતી હજાર વામ દૂર સિહાઈઓની ચોકી ગોઠવી ગઈ. એટલા ભાગમાં કોઈએ હાજર રહેવાનું નહોતું. મહારાજાએ પણ હાજર રહેવાનું નહોતું, પણ એકનો એક દીકરો, બાપનો જીવ કેમ રહે? બુદ્ધિવિજયક ત્યાં હોત તો તેના પ્રભાવથી કદાચક રાજા દૂર રહેત, પણ અત્યારે તો એ એક વાત તે માની શક્યો નહિ. કુંવરથી પણ છાનો તે કગુંવરને દેખી શકે તેમ નજીકમાં સંતાઈ રહ્યો, અને પ્રયોગ જોવા લાગ્યો.
કુંવરે કહ્યા પ્રમાણે વસ્ત્રો ઉતાર્યા, પેલા અડાયાં છાણાના ટમાં ત્રણ જગાએ આગળી ખોસી જોઈ, પાણીમાં પડીકી નાખી, પાણી હલાવી અંદર મેળવી દીધી. બધું પાણી ઘડીકમાં લીલું બની ગયું! કુંવર જરા ડર્યો પણ પછી નાહવા લાગ્યો. ક્યાંક કોરો ન રહી જાય એવીસૂચના બોલવાનું મહારાજાને મન થઈ ગયું. પણ કુંવર બરાબર આકે શરીરે નાહતો હતો. બધે પાણીએ નાહી રહ્યા પછી ખુલ્લા બેસી રહી કોરા થવાનું હતું. ધીમે ધીમે બધેથી જરા જરા પાણી સુકાયું અને કુંવરે કાળી ચીસ નાખી!ક એકદમ શરીર ખંજોળવા લાગ્યો, અને ચેળ સહન ન થતા, તેણે પેલી ગરમગરમ અડાયાંની રાખમાં પડી આલોટવા માંડ્યું. ઘડીમાં તે બેભાન થઈ ગયો.
રાજા એકદમ દોડતો આવ્યો. તેણે કુંબરને બૂમ ઉપર બૂમ પાડી બોલાવવા માંડ્યો, પણ કુંવર મરેલા જેવો પડ્યો હતો. તેણે કુંવરના શરીરને હાથ અડાડી જોયો તો તેનો હાથ ખૂબ ચચરવા લાગ્યો. ભયમાં ને ભયમાં તેણે ચોકીદારોને બૂમ પાડી પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહિ. ચોકીદારો તરફ દોડી ગયો. ફરી તેણે અડી જોયું તો કુંવરનું શરીર તેને ટાઢું પડતું લાગ્યું. તે ફરી ચોકિયાતો તરફ દોડ્યો. રાજવૈદ્ય માટે પૂછ્યું તો જવાબ મળ્યો કે તે બહારગામ ગયેલ છે. તેણે ત્યાં ને ત્યાં ત્રણ સૌથી સારા ઘોડાવાળા સવારોને બોલાવવા કહ્યું. ચોકિયાતોમાંથી કોઈ બોલાવવા ગયા અને બાકીનાનું ટોળું કુંવરની આસપાસ જમા થયું.
રાજા ભયથી ગાંડો થઈક બૂમો મારતો હતો, અને પેલા ત્રણ ઘોડેસવારો આવ્યા તેમને દડમજલ દોડતા જઈ, બુદ્ધિવિજયનું માથું કાપા લઈ આવવા હુકમ કર્યો. રાજવૈદ્યને આવતાં એકાદ પ્રહર થઈ ગયો. તેણે આવીને આશ્વાસન આપ્યું. બધી હકીકત જાણી લીધી. વૈદ્યે કુંવરને શરીરે હાથ પેરવ્યો. કુંવરને પસીનો વળતો હતો તેને લીધે શરીર ઙંડું લાગતું હતું.તેની નાડ બરાબર ચાલતી હતી. તેને અડતા હવે હાથ ચણચણતો ન હતો. થોડીવારે કુંવર શુદ્ધિમાં આવતો હોય એમ લાગ્યું. તેને ધીમે રહીને મહેલમાં સુવાડ્યો. બે પ્રહરે તે શુદ્ધિમાં આવ્યો અને તેણે ઊંઘી જવા કહ્યું. રાજવૈદ્યે હેમક્ષેમનો અભિપ્રાય આપ્યો અને સૌ વિખરાવા લાગ્યું. ત્યારે રાજાને પેલા ત્રણ સવારો મોકલ્યાનું યાદ આવ્યું તેણે દીવાનને વાત કરી. પણ હવે રાત પડવા આવી હતી. બીજા કોઈ સવારો પહેલાને પકડી પાડી શકે એમ હતું નહિ, માત્ર રાજસાઢણી જ હવે તેને પહોંચી શકે, પણ તેના પર રાજા સિવાય કોઈથી બેસાય નહિ! રાજાએ તરત જાતે નીકળી ઘોડેસવારોને પહોંચી જવા ઈચ્છા દર્શાવી, પણ બધા દરબારીઓએ રાત પડી હતી માટે સવાર જવા, સવાર સુધીમાં કેમ રહે છે તે જોવા સલાહ આપી, અને ગુરુના આયુષક્યની ચિંતાનં, સાઢણીના વકાણ કરી, પહોંચી જવાની ખાતરી આપી, નિવારણ કર્યું.
રાત્રે બધા જોઈ શક્યા કે કુંનર તદ્દન હોશમાં હતો, અને ધીમે ધીમે તેની ઉપરની ચામડી ઊતરતી જતી હતી અને નીચેથી નવી સારી ચામડી આવતી જતી હતી. સાવારે રાજા પોતાની સાઢણી ઉપર એક હોશિયાર સવાર લઈ એકલો નીકળી પડ્યો.
બુદ્ધિવિજયને ઉજ્જયિની એકાદ મજલ દૂર હતી, ત્યાં તેણે રાજ્યના દક્ષિણના ત્રણ સવારોને મારતે ઘોડે આવતા જોયા. હજી આ સવારો એક બે દિવસ વહેલા કેમ આવ્યા, એમ વિચાર કરે છે ત્યાં તો તેને સવારોએ પડકારી ઊભો રાખ્યો. ઘોડા ઉપરથી ઊતરી બધી તલવાર તાણી ઊભા રહ્યા. બુદ્ધિવિજય હોમ હાર્યો નહિ. તેણે કુંવરના, રાજ્યના, ખબર પૂછવા માંડ્યા, અને મહારાજાએ શા માટે દેહાન્તની શિક્ષા કરી તેનું કારણ એટલી કુનેહ અને નમ્રતાથી પૂછ્યું કે સવારો પોતે એને શા માટે મારવો તેના વિચારમાં પડી ગયાં. આ રીતે એકત બે પ્રહરો તે વાત લંબાવી શક્યો, પોતે નાસવાનો નથી, મરવાથી ડરતો નતી એમ બતાવી, રાહ જોવા સવારોને લલચાવી શક્યો. પણ ત્રીજા જ પહોરે સવારોએ દૂરથી સાંઢણી જી, સાંઢણી અને રાજાને ઓળખ્યો. રાજા પોતે હુક્મના અમલની ખાતરી કરવા આવે છે એ વિચારથી બેબાકળા થઈ, તેઓએ એક સાથે અનેક ઘા મારી બુદ્ધિવિજયને પૂરો કર્યો.
અનેક મહત્ત્વાકાંક્ષાઓ, વિજયની યોદનાઓ, તર્કો, લોહી સાથે તેના દેહમાંથી નીકળી, ધૂળમાં ભળી ગયાં અને તેનું કશું ચિહ્ન રહ્યું નહિ!
1. નિષિદ્ધ કરેલો આચાર, 2. પ્રાયશ્ચિત્ત, 3. બ્રહ્મચર્ય વ્રત, 4. यावज्जीव–જીવન પર્યંતનું, 5. એ સમયની જેવી પરિસ્થિતિ, 6. દીક્ષાયોગ્ય ઉંમરને માટે એ પારિભાષિક શબ્દ છે.
સ્રોત
- પુસ્તક : આપણી શ્રેષ્ઠ નવલિકાઓ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : ગુલાબદાસ બ્રોકર
- પ્રકાશક : ધી નેશનલ ઈન્ફર્મેશન એન્ડ પબ્લિકેશન્સ લિમિટેડ
- વર્ષ : 1948
