saubhagyanidhi gautam - Raas | RekhtaGujarati

સૌભાગ્યનિધિ ગૌતમ

saubhagyanidhi gautam

વિનયપ્રભ (ઉદયવંત) વિનયપ્રભ (ઉદયવંત)
સૌભાગ્યનિધિ ગૌતમ
વિનયપ્રભ (ઉદયવંત)

જિમ સહકારે કોયલ ટહુકે,

જિમ કુસુમહ - વન પરિમળ બહેકે,

જિમ ચંદન સોગંધનિધિ,

જિમ ગંગાજળ લહેરે લહકે,

જિમ કનકાચળ તેજે ઝળકે,

તિમ ગૌતમ સેૌભાગનિધિ.

જિમ માનસસર નિવસે હંસા,

જિમ સુરવર શિર કનક'વતંસા,

જિમ મધુકર રાજીવવને,

જિમ રતનાકર રતને વિલસે,

જિમ અંબર તારાગણ વિકસે,

તિમ ગૌતમ ગુણ - કેલિવને.

પુનિમનિશિ જિમ શશિચર સોહે,

સુરતરુ મહિમા જિમ જગ મોહે,

પૂરવદિશિ જિમ સહસકરો,

પંચાનનિ જિમ ગિરિવર રાજે,

નરપતિઘર જિમ મયગલ ગાજે,

તિમ જિનશાસન મુનિપ્રવરો.

જિમ સુરતરુવર સોહે શાખા,

જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા,

જિમ વન કેતકી મહમહે એ!

જિમ ભૂમિપતિ ભૂજબળ ચમકે,

જિમ જિનમંદિર ઘંટા રણકે,

ગૌતમ લબ્ધે ગહગહે એ!

ધન માતા જિણિ ઉદરે ધરિયા,

ધન્ય પિતા જિણ કુળ અવતરિયા,

ધન સદ્ગુરુ જિણિ દીખિયા એ!

વિનયવંત વિદ્યાભંડારા,

જસ ગુણ પૃથ્વી લભિ પારા,

સિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો,

વડ જિમ શાખા વિસ્તરો એ!

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941