રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાંભળ સહીયર વાતડી, નૌતમ આસો માસ;
શરદ પુનમની રાતડી, ચંદ્ર ચડ્યો આકાશ.
એવામાં હરિ આવીયા, વૃંદાવનને ચોક;
મોરલીમાં વેદ વજાડીયા, તે સુણીયા ત્રિલોક.
અષ્ટકુળ પર્વત ડોલીયા, ડોલીયા નવકુળ નાગ;
મોર બપૈયા બોલીયા સાંભળતાં તે રાગ.
જાતાં વળતાં થંભીયાં, નદીઓ કેરાં નીર;
વછ ને બાળ વલભીયાં, પીતાં પીતાં ખીર,
ખગ મૃગ શ્રવણ ધરી રહ્યા, તરણ નવ દે ગાય;
ઠર્યો ઠાર ઠરી રહ્યાં, મુખ ચારો મુખમાંય,
પવન રહ્યો મુરઝાઈને, મુનિવર મૂક્યાં ધ્યાન;
વળી રહ્યાં વલભાઈને, વહેલાં ગગન વિમાન.
વા નવ લે વન વેલડી, પ્રગટ થયાં ફલફૂલ;
વેંધાઈ નીકળી વણ બેલડી, અબળા સૌ કુળ શૂળ.
મોહી મોરલીના તાનમાં, વ્યાકુળ થઈ વ્રિજનાર;
એકે એકે નિશાનમાં; હિંડે હારોહાર.
નાકે ઓગનીઆ આણીઆ, નેપુર પહેર્યાં હાથ;
મોર શ્રવણમાં સમાણીઆ, કાંકણીઓ પગ સાથ.
સંથે કાજળ સારીયાં, નયણે સારીયાં સિંદૂર,
સગાં કુટુંબ વિસારિયાં, સાગર સલિતા પૂર.
અવળાં આભરણ પહેરીયાં, અવળા ઓઢ્યાં ચીર;
અવળાંયાં ઓઢ્યાં લહેરીયાં, ભૂલી શુદ્ધ શરીર.
એક એક આંજી આંખડી, એક એક છેક નગન;
ધરી હરિ ઉપર ધાંખડી, ફરી ફરી મળવા મન.
મહેલ્યાં પિયુ સૂત ભ્રાતને; મહેલમાં માત તે તાત;
મહેલ્યાં નાત ને જાતને, જોતાં ઉત્પાત વાત.
મહેલ્યાં મંદિર મોહોલ માળીયાં,મેહેલ્યાં રાજ ને પાટ;
મહેલ્યાં ઝરુખા જાળિયાં, લીધી વ્રજની વાટ.
વન આવી વિનતા મળી, નમીયાં હરિને પાય
‘જાઓ જાઓ પાછાં વળી,’ એમ બોલ્યા જદુરાય.
‘પુરુષ સેવો, પોતાતણો, જેને દીધાં જળધાર.
તે તમને સોહામણો, હો પતિવ્રતા નાર.
પતિવ્રતા પ્રીછે નહિ, અવર પુરૂષની આશ;
અર્ધ રાત્રિ નીકળે નહિ, ઘર મેલી વનવાસ.
* * *
વળતે અબળા બોલીયાં, કાંહાં જઈએ કિરતાર;
નહીં ઘર નહીં ઘંઘોલીઆં, નહિ ઠરવાનો ઠાર.
તમ સારુ તજ્યાં અમો, સગાં કુટુમ્બ પરિવાર;
તો તરછોડો કાં તમો, હરિ, છો હૈયાના હાર.
રંગ રમાડો રાસમાં નહિં તો તજશું પ્રાણ;
વિધ્ન થાશે વિલાસમાં, માતપિતાની આણ.
વળતી વહાલો શું કરે, અંગ થયાં ઉલ્લાસ;
વસ્તારીને જે વરે, એટલે રચીઓ રાસ.
જણ જણ સાથે જૂજવા, વાહાલે ધરીયા વેશ;
ઝી ઝી રાતે ઝાંખવા, ઊઠ્યા અજબે અનેક.
વેગે પલવટ વાળીયો, રાખી બાલી તાંહાં;
તન ઉપર લે નોળીયો, બળવંત ઝાલી બાંહ્ય.
બેહુ કર બેહુ કર કામિની, વચમાં વૈંકુઠનાથ;
બ્રજ-વરસાણાં ગામની, એકએકને ઝાલે હાથ.
ફરતાં ફરતાં ફેર ફરે, જાણે કનકના કોઢ;
મોર મુગટ મસ્તક ધરે, લટકે લોટને પોટ.
વાજીંત્ર વાજાં વાજીયાં, સ્વરના ઉઠ્યા સોર;
તાલ પખાજ રે વાજીયાં, જંત્રતણા ઘનઘોર.
કડલાં કાંબી ઠણઠણકે; ઘુઘરીનો ઘમકાર;
પાયે તે વીંછીયા રણકે, ઝાંઝરનો ઝમકાર.
ધરતીનું પેટ ધ્રમ ધ્રમકે, હેઠળ સળકે શેષ;
ભૈરવનું અંગ મચમચકે; નાચે નાચ નરેશ.
દુંદુભિ વાજ્યાં દેવનાં, પુષ્પતણો વરસાદ;
પય સાકર દ્યૃત સેવનાં, રમે જમે છે નાથ.
ફરી ફરી લે ફૂદડી, ગોપી ને ગોવિદ;
ચુંબનની મુખ ચુંદડી, એક એક હસે આનંદ.
રમતમાં રમાવીયાં, પૂરણ થયા પ્રસન્ન;
જ્યમ આવ્યા ત્યમ ફાવીયાં, દરસ થયાં દરશન.
રજની કરી ખટમાસની; સહુની પૂરી આશ;
કહે મીઠો એ રાસની; વાત વદીયા શ્રીવ્યાસ.
sambhal sahiyar watDi, nautam aaso mas;
sharad punamni ratDi, chandr chaDyo akash
ewaman hari awiya, wrindawanne chok;
morliman wed wajaDiya, te suniya trilok
ashtkul parwat Doliya, Doliya nawkul nag;
mor bapaiya boliya sambhaltan te rag
jatan waltan thambhiyan, nadio keran neer;
wachh ne baal walbhiyan, pitan pitan kheer,
khag mrig shrwan dhari rahya, taran naw de gay;
tharyo thaar thari rahyan, mukh charo mukhmanya,
pawan rahyo murjhaine, muniwar mukyan dhyan;
wali rahyan walbhaine, wahelan gagan wiman
wa naw le wan welDi, pragat thayan phlphool;
wendhai nikli wan belaDi, abla sau kul shool
mohi morlina tanman, wyakul thai wrijnar;
eke eke nishanman; hinDe harohar
nake ognia ania, nepur paheryan hath;
mor shrawanman samania, kanknio pag sath
santhe kajal sariyan, nayne sariyan sindur,
sagan kutumb wisariyan, sagar salita poor
awlan abhran paheriyan, awla oDhyan cheer;
awlanyan oDhyan laheriyan, bhuli shuddh sharir
ek ek aanji ankhDi, ek ek chhek nagan;
dhari hari upar dhankhDi, phari phari malwa man
mahelya piyu soot bhratne; mahelman mat te tat;
mahelya nat ne jatne, jotan utpat wat
mahelyan madir mohol maliyan,mehelyan raj ne pat;
mahelyan jharukha jaliyan, lidhi wrajni wat
wan aawi winta mali, namiyan harine pay
‘jao jao pachhan wali,’ em bolya jaduray
‘purush sewo, potatno, jene didhan jaldhar
te tamne sohamno, ho patiwrata nar
patiwrata prichhe nahi, awar purushni aash;
ardh ratri nikle nahi, ghar meli wanwas
* * *
walte abla boliyan, kanhan jaiye kirtar;
nahin ghar nahin ghangholia, nahi tharwano thaar
tam saru tajyan amo, sagan kutumb pariwar;
to tarchhoDo kan tamo, hari chho haiyana haar
rang ramaDo rasman nahin to tajashun pran;
widhn thashe wilasman, matapitani aan
walti wahalo shun kare, ang thayan ullas;
wastarine je ware, etle rachio ras
jan jan sathe jujwa, wahale dhariya wesh;
jhi jhi rate jhankhwa, uthya ajbe anek
wege palwat waliyo, rakhi bali tanhan;
tan upar le noliyo, balwant jhali banhya
behu kar behu kar kamini, wachman wainkuthnath;
braj warsanan gamni, ekekne jhale hath
phartan phartan pher phare, jane kanakna koDh;
mor mugat mastak dhare, latke lotne pot
wajitr wajan wajiwan, swarna uthya sor;
tal pakhaj re wajiyan, jantratna dhanghor
kaDlan kambi thanathanke; ghughrino ghamkar;
paye te winchhiya ranke, jhanjharno jhamkar
dhartinun pet dhram dhamke, hethal salke shesh;
bhairawanun ang machamachke; nache nach naresh
dundubhi wajyan dewnan, pushpatno warsad;
pay sakar ghrit sewnan, rame jame chhe nath
phari phari le phudDi, gopi ne gowid;
chumbanni mukh chundDi, ek ek hase anand
ramatman ramawiyan, puran thaya prasann;
jayam aawya tyam phawiyan, daras thayan darashnah
rajni kari khatmasni; sahuni puri aash;
kahe mitho e rasni; wat wadiya shriwyas

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 173)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981