sol - Prose Poem | RekhtaGujarati

પાનખર આવી છે. તોતિંગ વૃક્ષ નીચે આવેલી

મારી ઝૂંપડી પર ટપ ટપ થતી ખરે છે.

મારી આંખોની કીકીઓ એની સાથે તાલોતાલ

મેળવી નર્તન કરવા લાગે છે. મને પાનખર ઘણી

ગમે છે. એને મારા શરીરમાંથી ફૂટતા ક્ષણોના

ફણગાઓ સાથે સંબંધ છે. ફણગાઓની લીલીછમ

ઝાડીમાં કદી અટવાયો હોઉં એવું નથી

લાગ્યું, કારણ કે ઝાડી ક્યારે પાનખર

થઈ ખરવા માંડે છે તેની મને ખબર નથી

પડતી. ધૂંધળા ધુમ્મસીયા વાતાવરણમાં ગોળ

ચક્કર ફરતાં ને ખરતાં જર્જર પાનમાં ત્વચાનો

મસૃણસ્પર્શ અનુભવતો, ઘેટાંની નીચી આંખોને

કેટલાંય વર્ષોથી એમનાથી અળગી થઈ

ગયેલી કેડીને શોધતી, અટવાતી જોઉં છું.

ચલમમાંથી વધેલો દેવતા મૂકી એની લપકા

લેતી જવાળાઓમાં મને પાનખરનાં દર્શન થતાં એને

મારી આંખોમાં ઢબૂરી રાખવા કીકીઓને

સ્થિર કરી દઉં છું. મારે આગને બુઝવવી

નથી, નહીંતર જમીન પર નવાંકુરો ફૂટશે ને

વસંતનો જન્મ થશે. એના જન્મની હોહાથી

મારા કાનના ક્ષીણ પડદાઓ ચીરાઈ જશે. તો

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008