he diwangta priya! - Prose Poem | RekhtaGujarati

હે દિવંગતા પ્રિયા!

he diwangta priya!

જયેન્દ્ર શેખડીવાળા જયેન્દ્ર શેખડીવાળા
હે દિવંગતા પ્રિયા!
જયેન્દ્ર શેખડીવાળા

પથ્થરોનાં નામ નથી હોતા એવું જાણ્યા

પછીની સાંજે, પર્વતો ઓળંગી જવા વિશેની

મેં પ્રથમ દંતકથા રચી હતી. શિલ્પોના

ભીતરી આવાસો વિશે શંકાઓ સેવી હતી,

રાતભર ખનીજોનાં મૂળદ્રવ્યો શોધ્યાં હતાં

અને બધું કરવામાં રમકડા માટે રિસાયેલા

બાળકની જેમ ચન્દ્રના ખડકાળ ઓશિકે માથું

મૂકી ઊંઘી ગયો હતો. ત્યારે...

તું પાંપણ ઉપર પથ્થરોનો ભીનો અર્થ

મૂકીને ચૂપચાપ ચાલી ગઈ હતી તે પછી

મેં ભીનાશનાં શિલ્પ કોતરવાં શરૂ કર્યાં છે

હૈ દિવંગતા પ્રિયા!

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : જયેન્દ્ર શેખડીવાળા (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : જયેન્દ્ર શેખડીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2020