Ke... - Prose Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પંખી ઊડવા માટે જીવે છે કે આકાશ

માટે જીવે છે કે ઈંડાં માટે જીવે છે કે

બચ્ચાં માટે જીવે છે કે પોતા માટે જીવે છે

કે ચણવા માટે જીવે છે કે જીવવા માટે

જીવે છે કે જન્મ્યું એટલે જીવે છે

કે જીવ્યા વગર છૂટકો નથી એટલે જીવે

છે કે મરતાં નથી આવડતું એટલે જીવે

કે મરવાની બીક લાગે છે એટલે જીવે છે

કે મરવાની ઇચ્છા નથી એટલે જીવે છે

કે મરવું એટલે શું ખબર નથી

એટલે જીવે છે કે જીવવું એટલે શું

ખબર નથી એટલે જીવે છે કે

શા માટે જીવવું જાણતું નતી એટલે

જીવે છે કે શા માટે મરવું જાણતું

નથી એટલે જીવે છે કે પોતે જીવે

છે ખબર નથી એટલે જીવે છે કે

મરવાનું છે ખબર નથી એટલે

જીવે છે કે ... ... ... ... ...

સ્રોત

  • પુસ્તક : આઠમા દાયકાની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 1982)
  • સંપાદક : સુમન શાહ
  • પ્રકાશક : નવોદિત લેખક સહકારી પ્રકાશન
  • વર્ષ : 39