રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારા અસ્તિત્વનું ઘડિયાળ જાણે કે મોડું પડતું હોય એવું મને લાગે
છે. ઘડી ઘડી હું એને મેળવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ છેવટે
મન મનાવું છું કે ઓછી પડતી ક્ષણો તારી ક્ષણો હશે. મેળવેલી
વસ્તુ આપણું ધન બને છે. પરંતુ ગુમાવેલી વસ્તુથી આપણે હંમેશાં
ગરીબ નથી બનતા એના અનુભવ જેવો આ અનુભવ નથી. મને
ખ્યાલ છે કે મારી અનુભવની વાત તને ડિંગ લાગે છે. હું ધૂળમાં
નાવ હંકારતો હોઉં એમ તું મારી સામે જોયા કરે છે. તને એ
વિચાર વગર પાંખે ઊડવાના અને વગર પગે ચાલવાના પ્રયત્ન જેવો
લાગતો હશે. તો શું એમાં જ અશક્યતાની વસંત મો’રી નથી
ઊઠતી? મને તો મારા અંગ પર એની નવ કૂંપળો કોળતી લાગે
છે. અસ્તિત્વનું આખું યે મેદાન વટાવી ઘણી વાર આપણે ત્યાં
પહોંચવું પડે. તારા જેવા મમતીલા માટે આ ભારે મોટું દુસ્સાહસ
છે. મને કોઈ વાર તારી આ વાત પર પેલા મંદિર પાસેના
પીપળાની જેમ ખડખડાટ હસી પડવાનું મન થાય છે. તું જે રેખા
ભૂંસવા માગે છે એ જ રેખાઓ ઘૂંટ્યા કરે છે એવું તને નથી
લાગતું?
mara astitwanun ghaDiyal jane ke moDun paDatun hoy ewun mane lage
chhe ghaDi ghaDi hun ene melawwano prayatn karun chhun, parantu chhewte
man manawun chhun ke ochhi paDti kshno tari kshno hashe melweli
wastu apanun dhan bane chhe parantu gumaweli wastuthi aapne hanmeshan
garib nathi banta ena anubhaw jewo aa anubhaw nathi mane
khyal chhe ke mari anubhawni wat tane Ding lage chhe hun dhulman
naw hankarto houn em tun mari same joya kare chhe tane e
wichar wagar pankhe uDwana ane wagar page chalwana prayatn jewo
lagto hashe to shun eman ja ashakytani wasant mo’ri nathi
uthti? mane to mara ang par eni naw kumplo kolti lage
chhe astitwanun akhun ye medan watawi ghani war aapne tyan
pahonchawun paDe tara jewa mamtila mate aa bhare motun dussahas
chhe mane koi war tari aa wat par pela mandir pasena
piplani jem khaDakhDat hasi paDwanun man thay chhe tun je rekha
bhunswa mage chhe e ja rekhao ghuntya kare chhe ewun tane nathi
lagtun?

સ્રોત
- પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 110)
- સર્જક : મણિલાલ દેસાઈ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1987
- આવૃત્તિ : 2