રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજ્યારે તું બારી પાસે ઊભી રહી રસ્તા પરથી પસાર થતી ભીડ
જુએ ત્યારે તારા ચહેરા પરના તલનો તણખો કોઈને બાળી ન મૂકે
તેનું ધ્યાન રાખજે. કમળના પાન પરના જલ જેવી મારી યાદ કોઈ
વાર તારા હૃદયપત્ર પરથી સરી જાય તો તેનો શોક ન કરતી.
અહીંના લોકો તો સિનેમાના ફાટેલા પોસ્ટર જેવું સ્વપ્નનું ફાટેલું
ચિત્ર પોતાને ચહેરે ચિટકાડીને ફરે છે; એમાં તારો ચહેરો ભળવા
ન દેતી. હું તો હવે દેહ – અક્ષર કે અર્થ – દ્વારા નહીં મળું,
પરંતુ મારા વિચારોના કરોળિયા તારી આસપારા જાળું બાંધે તો
બાંધવા દેજે.
હવે તું જ્યાં મને નહીં જુએ ત્યાં હું હોઈશ; કારણ કે હું તો
ઓગળતા ધુમ્મસનો બનેલો છું, આકાશના આઠમા રંગમાં ભળેલો
છું, તારી હસ્તરેખાના એકાદ વળાંક નીચે છુપાયેલો છું, પીપળાનાં
પાનમાં ખડખડી હસું છું, નદીનાં ચંચળ જળમાં મારી નજરને
વહેવડાવું છું. કોઈ દિવસ ટપાલીનો ખોટો ભણકો સંભળાય તો
એ મારો પત્ર લાવ્યો હશે. ફોનની ખોટી ઘંટડી વાગે તો મારો
ફોન હશે. બારણા પર ભણકારાના ટકોરા પડે તો તે મારા જ હશે.
તું કાવરીબાવરી બની કાગળ લેવા, ફોન ઊંચકવા કે બારણું ખોલવા
ન દોડતી, નહીં તો ભૂતકાળની જાળમાં તું સપડાઈ જઈશ. તું કેમે
ય નહીં છૂટી શકે, એમાં જ બંધાયેલા રહી તારે કોશેટો રચવો
પડશે. એમાં મારા શબ્દોના તાર ન વીંટાળતી, નહી તો મને
ખબર છે તું એને કાપી બહાર નહીં નીકળી શકે. તું ગૂંગળાઈશ.
બારીના ફરફરતા પરદાને ખીંટીએ ટાંગજે, ઘરમાં ધૂપ સળગાવજે,
રેડિયો મોટેથી મૂકજે, ગીત ગાજે, બારી પાસે જઈને ઊભી રહેજે,
તારા ચહેરા પરના તલને સાચવીને દાબડીમાં મૂકી દેજે. કમળના
પાન પરના જલ જેવી મારી યાદ સરી જાય તો તું એનો શોક ન
કરતી. એને શોધવા તારાં આંસુઓને ન મોકલતી, નહીં તો તું જ
એમાં વહી જશે, તું જ એમાં ઢળી જશે. એકલતાનો તક્ષક પાછળ
પડે તો મારા ભવિષ્યના અંધકારમાં ભરાઈ જજે. જોજે, તારા
કર્ણમૂલની લાલ ચકમક મારા એ અંધકારને સળગાવી ન મૂકે!
તારા દીર્ઘ કેશની કાળાશ એને ઝાંખો ન પાડે! તારા મૌનનો
ઝંઝાવાત એને ફૂંકી ન મૂકે! ભૂતકાળનાં જળ તો ખજૂરાહોનાં
શિલ્પની જેમ થીજી ગયાં છે. એમાં માછલી બની તું ન વિહરતી,
વર્તમાનની આગમાં આગિયો બનીને ન પડતી, ભવિષ્યની રાતમાં
તારા મનને ઘુવડ બની ઘરની બહાર ન જવા દેતી.
હું તો આ ત્રણે કાળથી પર ગતિહીન લય અને સ્થિતિહીન યતિ
બનીને રહીશ, મારી વાસનાના સૂરજની પાછળ ખાડા ખોદી સૂઈ
રહીશ, મારા હોઠના કંપની સાથે તારા વક્ષપ્રદેશના કંપને ગોઠવીશ,
તારા ભાવના આકાશને કિલકિલાટ કરી મૂકીશ, ધીમે ધીમે પાછળ
જોયા વિના ચાલ્યા કરીશ. આગળનાં અવકાશમાં પાછળના અંધકારની
ભાત ઉપસાવીશ અને અનર્થની ભોંય પર અશોકસ્તંભની જેમ
લોખંડનો થઈ ઊભો રહીશ -
કહે, તારી યાદના સિંહને તું માથે તો નહીં મૂકી જાય ને?
jyare tun bari pase ubhi rahi rasta parthi pasar thati bheeD
jue tyare tara chahera parna talno tankho koine bali na muke
tenun dhyan rakhje kamalna pan parna jal jewi mari yaad koi
war tara hridaypatr parthi sari jay to teno shok na karti
ahinna loko to sinemana phatela postar jewun swapnanun phatelun
chitr potane chahere chitkaDine phare chhe; eman taro chahero bhalwa
na deti hun to hwe deh – akshar ke arth – dwara nahin malun,
parantu mara wicharona karoliya tari aspara jalun bandhe to
bandhwa deje
hwe tun jyan mane nahin jue tyan hun hoish; karan ke hun to
ogalta dhummasno banelo chhun, akashna athma rangman bhalelo
chhun, tari hastrekhana ekad walank niche chhupayelo chhun, piplanan
panman khaDakhDi hasun chhun, nadinan chanchal jalman mari najarne
wahewDawun chhun koi diwas tapalino khoto bhanko sambhlay to
e maro patr lawyo hashe phonni khoti ghantDi wage to maro
phon hashe barna par bhankarana takora paDe to te mara ja hashe
tun kawribawri bani kagal lewa, phon unchakwa ke baranun kholwa
na doDti, nahin to bhutkalni jalman tun sapDai jaish tun keme
ya nahin chhuti shake, eman ja bandhayela rahi tare kosheto rachwo
paDshe eman mara shabdona tar na wintalti, nahi to mane
khabar chhe tun ene kapi bahar nahin nikli shake tun gunglaish
barina pharapharta pardane khintiye tangje, gharman dhoop salgawje,
reDiyo motethi mukje, geet gaje, bari pase jaine ubhi raheje,
tara chahera parna talne sachwine dabDiman muki deje kamalna
pan parna jal jewi mari yaad sari jay to tun eno shok na
karti ene shodhwa taran ansuone na mokalti, nahin to tun ja
eman wahi jashe, tun ja eman Dhali jashe ekaltano takshak pachhal
paDe to mara bhawishyna andhkarman bharai jaje joje, tara
karnmulni lal chakmak mara e andhkarne salgawi na muke!
tara deergh keshni kalash ene jhankho na paDe! tara maunno
jhanjhawat ene phunki na muke! bhutkalnan jal to khajurahonan
shilpni jem thiji gayan chhe eman machhli bani tun na wiharti,
wartmanni agman agiyo banine na paDti, bhawishyni ratman
tara manne ghuwaD bani gharni bahar na jawa deti
hun to aa trne kalthi par gatihin lay ane sthitihin yati
banine rahish, mari wasnana surajni pachhal khaDa khodi sui
rahish, mara hothana kampni sathe tara wakshaprdeshna kampne gothwish,
tara bhawna akashne kilakilat kari mukish, dhime dhime pachhal
joya wina chalya karish agalnan awkashman pachhalna andhkarni
bhat upsawish ane anarthni bhonya par ashokastambhni jem
lokhanDno thai ubho rahish
kahe, tari yadna sinhne tun mathe to nahin muki jay ne?

સ્રોત
- પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 106)
- સર્જક : મણિલાલ દેસાઈ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1987
- આવૃત્તિ : 2