gamthi gita - Parody | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગામઠી ગીતા

gamthi gita

હરિહર ભટ્ટ હરિહર ભટ્ટ
ગામઠી ગીતા
હરિહર ભટ્ટ

ધરતરાશટર કે’સે

ધરમ ખેતરમાં ને કરૂ ખેતરમાં,

(જી) ઘડીકમાં બાધી મરે

(એવા) મારા સોકરા ને મારા ભાઈના સોકરા

ભેગા થઈને હું કરે?

હંજયડા, ભેગા.

અરજણિયો કે’સેઃ—

નાનાં મારવાં ને મોટાં મારવાં

ને મારવાનો નૉ મળે આરો,

એવું રાજ કેદીક ને નૉ કર્યું

તો કિયો ગગો રઈ ગ્યો કુંવારો?

કરહણિયા, હું તો નથી લડવાનો.

કરહણિયો કે’સેઃ—

અજરામર મનખ્યાનો આતમ્યો,

(ઇ) માર્યો નૉ મરાય,

એવું હમજીને, એલા, દીધે રાખ્યની,

એમાં તારા બાપનું હું જાય રે?

અરજણિયા, મેલ્યની મૂરખવેડા.

જગત બધી તારી ઠેકડી કરે

ને હુંયે કઈ કઈને થાકયો;

ખતરીના કુળમાં ક્યાંથી આવો તું

ઊંધા પાનિયાનો પાકયેા? અરજણિયા.

જૂધમાં જીતીશ તો રાજ કરીશને

મરીશ તો જાશ હરગે;

એલા, તારા દિ જો ઘરે હોય, તો તું

આવો લાગ શીદને મૂકે? અરજણિયા.

મોડા મોટા માતમ્યા પુરૂષ જેણે

વાસનામાં મેલ્યો પૂળો,

એવા તે જગત હારૂ કરમ ઢહરડે,

તુ તે કઇ વાડીનો મૂળો? અરજણિયા.

કરમની વાત બધી આપણા હાથમાં

ને ફળની નહિ એક કણી;

એમ નો'ત તો તો બધાય થઈ બેહત,

દલ્લી શે'રના ધણી, અરજણિયા.

ઊંધું ઘાલીને કરમ ઢહરડયે જા,

ને ફાળની કર્ય માં ફ્કર,

ફળનો દેનારો ઓલ્યો પરભૂડિયો

નથી તારા બાપનો નોકર, અરજણિયા.

અરજણિયો કેસેઃ—

ભરમ ભાંગ્યો ને સંશે ટળ્યો,

ને ગન્યાન લાધ્યું હાસું,

તુ મારો મદારી ને હું તારૂં માંકડુ,

નચાવ્ય તેમ હું નાચું,

કરહણિયા, હાલ્ય હું હવે લડવાનો.

હંજયડો કંસેઃ—

જોગી કરણિયા ને ભડ અરજણિયો

થાય જી ઠેકાણે ભેળા,

મારૂં દલડું એમ સાખશી પૂરેઃ-

ન્યાં દાડી ઉડે ઘી કેળાં,

ધરતડાં, દાડી ઉડે ઘી કેળાં.

સ્રોત

  • પુસ્તક : હૃદયરંગ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : હરીહર ભટ્ટ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1934