રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો[‘પશુમાં પડી એક તકરાર' - કાવ્યનું પ્રતિકાવ્ય]
કવિમાં પડી એક તકરાર
ઊભરાઓ ઠાલવવા ત્યાં તો તૂર્ત ભરી દરબાર
બધાં સૌ બેઠાં નર ને નાર -
૧. ન્હાનાલાલ - રસગીતો ગાનારો આ હું 'વસંત' પૂજણહાર,
સાડત્રીસ વરસથી ટે’લું કોને છે દરકાર?
આવિયો આત્મપ્રશંસાવાર.
ર. ખબરદાર - મોટાં કાવ્યો લખનારો ગુજરાતીનો રખવાળ;
મૂંગી સેવા કરું છતાંયે ટીકાતણો અંબાર,
કહો ક્યાં કદર દીસે ગુજરાત!
૩. નરસિંહરાવ - વર્ડ્ઝવર્થની શૈલીમાં મે કર્યો ‘નૂપુર ઝંકાર’
સરવાળામાં માન મળ્યું કે તરજુમ્મા કરનાર
જુલમનો કહો ક્યાંઈ છે પાર?
૪. લલિત - મંજીરા લઈ ઘર ઘર જઈ ગજવ્યો સારો ગુજરાત
‘લલિત લખે છે માત્ર ભજીનિયાં અર્થ વગરની વાત',
કહે છે એવું પણ કહેનાર.
પ. મેઘાણી - દેશભક્તિનાં મર્દ જંગનાં રણશિંગા ફૂંકનાર
છતાં કહે છે ‘પ્રચાર કાવ્યો, ઝાઝો છે ના સાર’
ચિતાઅંગાર સમો સંસાર.
૬. બળવંતરાય - અર્થભારથી ભર્યાં કાવ્યનો એક હું જ ઘડનાર,
લોક કહે છે કે ‘આ કવિથી તો માથાં છે ચડનાર
દવાની શોધ કોઈ કરનાર ?'
૭. કેશવ હ. શેઠ - ગુર્જર રમણીને રસકુંજે રાસભેટ ધરનાર
‘સાચ્ચી કવિતા નથી રાસડા' એમ વદે વદનાર
કોઈ છે પંથ બતાવણહાર?
૮. ચંદ્રશંકર – સેવકની છે ખૂબ ફોઈઓ નામ પડે વણપાર
‘કઢીદાનજી' 'ચાંદાભાઈ' - ધીરજ કચાંથી ધરનાર?
-રોજ જ્યાં નામ નવું પડનાર!
સાખી
બધા – “પીંપલ પાન ખરંતાં, હસતી કૂંપળિયાં
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.”
[‘pashuman paDi ek takrar kawyanun pratikawya]
kawiman paDi ek takrar
ubhrao thalawwa tyan to toort bhari darbar
badhan sau bethan nar ne nar
1 nhanalal rasgito ganaro aa hun wasant pujanhar,
saDatris warasthi te’lun kone chhe darkar?
awiyo atmaprshansawar
ra khabardar motan kawyo lakhnaro gujratino rakhwal;
mungi sewa karun chhatanye tikatno ambar,
kaho kyan kadar dise gujrat!
3 narsinhraw warDjhwarthni shailiman mae karyo ‘nupur jhankar’
sarwalaman man malyun ke tarjumma karnar
julamno kaho kyani chhe par?
4 lalit manjira lai ghar ghar jai gajawyo saro gujrat
‘lalit lakhe chhe matr bhajiniyan arth wagarni wat,
kahe chhe ewun pan kahenar
pa meghani deshbhaktinan mard jangnan ranshinga phunknar
chhatan kahe chhe ‘parchar kawyo, jhajho chhe na sar’
chitangar samo sansar
6 balwantray arthbharthi bharyan kawyno ek hun ja ghaDnar,
lok kahe chhe ke ‘a kawithi to mathan chhe chaDnar
dawani shodh koi karnar ?
7 keshaw ha sheth gurjar ramnine raskunje rasbhet dharnar
‘sachchi kawita nathi rasDa em wade wadnar
koi chhe panth batawanhar?
8 chandrshankar – sewakni chhe khoob phoio nam paDe wanpar
‘kaDhidanji chandabhai dhiraj kachanthi dharnar?
roj jyan nam nawun paDnar!
sakhi
badha – “pimpal pan kharantan, hasti kumpaliyan
muj witi tuj witshe, dhiri bapuDiyan ”

સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : રતિલાલ બોરીસાગર
- પ્રકાશક : પરિચય ટ્રસ્ટ
- વર્ષ : 2003