chhappa (akshar ang) - Parody | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છપ્પા (અક્ષર અંગ)

chhappa (akshar ang)

ધીરુ પરીખ ધીરુ પરીખ
છપ્પા (અક્ષર અંગ)
ધીરુ પરીખ

એક હસ્તનું એવું ચેન, કાગળ દેખી પકડે પેન;

પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી;

ટીપાં એમ સૌ ટાળે વળે, પછી હસ્તને આખોક ગળે.

એમ ગળાતો પહોંચે તળ, માને ના અક્ષરિયું જળ;

જળમાં ઝોકાં ખાતો હસ્ત, કાગળ ના બોલે જે ત્રસ્ત;

લેખણ લાંબી વધતી જાય, રહે શાહી અક્ષર ઢોળાય.

ઢોળાયા અક્ષર ક્યાં જાય? આકળવિકળ બહુયે થાય;

હારબંધ ઊભા સહુ, કહે હસ્ત હું પંક્તિ લહું;

પંક્તિમાં ખોવાયો હાથ, કાગળ ક્યાં છે કોઈનો નાથ?

અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;

એમ વધુ લખતો જાય, લખતો લખતો લેખક થાય;

લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચઢતું ઘેન.

ઘેન થકી જાગે તો સમ, કલમ જાણે અક્ષર-ગમ;

તોય વધુ લખતો ફરે, અક્ષર એનો ચારો ચરે;

આખર તો એવું થૈ રહે, ડૂબે અક્ષર કલમો વ્હે.

સ્રોત

  • પુસ્તક : અંગ પચીસી (છપ્પાસંગ્રહ) (પૃષ્ઠ ક્રમાંક 07)
  • સર્જક : ધીરુ પરીખ
  • પ્રકાશક : કુમાર કાર્યાલય
  • વર્ષ : 1982