ઝૂમકહાર શીદ તોડ્યો
Zumakhar Shid Todyo
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
ઝૂમકહાર શીદ તોડ્યો?
જળ જમુનાનાં ભરવાને ગ્યાં'તાં, ઘડૂલો મારો શીદ ફોડ્યો?
વૃન્દાવનને મારગ જાતાં, કાંડું ઝાલીને હાર તોડ્યો.
પ્રીત કરી પણ કરતાં ન આવડી, નંદ આહીરનો છોરો.
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, નંદલાલ, આવને ઓરો.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
