ઝમકાર
Zamkar
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. સખી...
વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે, તેની તે મીઠી મીઠી ઊતરે સાખ;
કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. સખી...
આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ;
નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારે શોભે ઉરની વેલ. સખી...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
