રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવ્યાપક બ્રહ્મને કોઈક વિચારે, જે તમ જેવા જોગી રે;
wyapak brahmne koik wichare, je tam jewa jogi re;
વ્યાપક બ્રહ્મને કોઈક વિચારે, જે તમ જેવા જોગી રે;
અમે તો ભોગીલાં આહિરડાં, ભૂધરજીનાં ભોગી રે.
નામ ને રૂપ મળે નહીં જેને, નહીં જેને આકાર રે;
એવા તેહિ પ્રભુ તમારે; અમારે નંદ કુમાર રે.
મનમોહન લટકાળાને મેલીને, બીજે મન નવ જાવે રે;
અમૃતના પીનારાને ઉધ્ધવ, ખાટી છાશ કેમ ભાવે રે.
અલબેલા નટવર વિના અમને, અંતરે સુખ નવ થાય રે;
સો લાંધણ પડે આવીને સામટી, કેસરી ઘાસ ન ખાય રે.
અમે વેપાર ન કરીએ ઉધ્ધવજી, આગલા ભવની ઉધારે રે;
બ્રહ્માનંદ કહે હરી જોએ, પ્રગટ પ્રમાણ અમારે રે.
wyapak brahmne koik wichare, je tam jewa jogi re;
ame to bhogilan ahirDan, bhudharjinan bhogi re
nam ne roop male nahin jene, nahin jene akar re;
ewa tehi prabhu tamare; amare nand kumar re
manmohan latkalane meline, bije man naw jawe re;
amritna pinarane udhdhaw, khati chhash kem bhawe re
albela natwar wina amne, antre sukh naw thay re;
so landhan paDe awine samti, kesari ghas na khay re
ame wepar na kariye udhdhawji, aagla bhawni udhare re;
brahmanand kahe hari joe, pragat prman amare re

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 216)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981