wira mara waDiyun wadhawjo - Pad | RekhtaGujarati

વીરા મારા વાડિયું વધાવજો

wira mara waDiyun wadhawjo

અખઈદાસ અખઈદાસ
વીરા મારા વાડિયું વધાવજો
અખઈદાસ

વીરા મારા વાડિયું વધાવજો

વીરા મારા વાડિયું વધાવજો, વધાવજો રે હાં,

સાચા સતગુરુ મુનિવર સેવિયે.

જોત્યે ને પાટે જામો જાગશે, મળશે નર ને નારી રે,

મેાટા મેાટા મુનિવર આવશે, બેસે આસન વાળી રે... વીરા૦

ચંપો મરવો ને કેવડો, લીલુડી નાગરવેલ રે,

ફાલીફૂલી નાડી ઊલટી, મનની આંટિયું મેલ રે... વીરા૦

છડિયુંવાળા રે ચાલી નીકળ્યા, પંથે નહિ પૂગે પાળા રે,

ભલાઈવાળા રે ભેટશે, કૂડિયા દેશે મેાં ટાળા રે... વીરા૦

સામટો સ્વાર્થ તમે કાં કરો, ફળ તમે ખાઓને વેંચી રે,

આવતા અભિયાગત ઓળખો, કાં બેઠા આંખ મીંચી રે... વીરા૦

ભાવતાં ભોજન તમે કાં જમો, કાં થાઓ આપે અકારા રે,

ધણીને દરબારે લેખું પૂછશે, મારશે સેાટાના મારા રે... વીરા૦

શૂરા હોય સો સનમુખ રે'વે, પગલાં નહિ ભરે પાછાં રે,

શીશ પડે ને વાંકો ધડ લડે, ધડ ડગલાં ભરશે સાચાં રે... વીરા૦

રે'વું રે રામાપીરના પંથમાં, ખેલવું ખાંડાની ધારે રે,

ભૂતનાથ ચરણે બોલે 'અખૈયેા', સદ્‌ગુરુ પાર ઉતારે?... વીરા૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 87)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925