wediyo waiyakarni - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વેદિયો વૈયાકરણી

wediyo waiyakarni

દયારામ દયારામ
વેદિયો વૈયાકરણી
દયારામ

શું જાણે વ્યાકરણી? વસ્તુને શું જાણે વ્યાકરણી?

મુખ પર્યંત ભર્યું ઘૃત તદપિ સ્વાદ ના જાણૈ બરણી. વસ્તુનેo

સુંદર રીતે શાક વઘાર્યું, ભોગ પામે ભરણી,

અંતર માંહે અગ્નિ વસે પણ આનંદ પામે અરણી. વસ્તુનેo

નિજ નાભિમાં કસ્તૂરી પણ હર્ષ પામે હરણી,

દયો કહે, ધન દાટ્યું ઘણું, જ્યમ ધનવંત કહાવે નિર્ધણી. વસ્તુનેo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010