રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાસ નહીં જ્યાં વૈષ્ણવ કેરો ત્યાં નવ વસીએ વાસડિયાં;
શ્વાસે શ્વાસે ન હરિ-સ્મરણ તો શ્વાસ ધમણ કેરી સાસડિયાં. ૧
જીભલડી ન જપે જપમાળા તો જીભલડી નહિ, ખાસડિયાં;
જનમ તેનો નહિ લેખામાં, જે ન કહેવાયાં હરિ-દાસડિયાં. ર
મોહનજીની માયા પાખે અવર માયા જમ-ફાંસડિયા;
ભણે નરસૈંયોઃ તેણે ભારે મારી માવડલી દસ માસડિયા. ૩
was nahin jyan waishnaw kero tyan naw wasiye wasaDiyan;
shwase shwase na hari smran to shwas dhaman keri sasaDiyan 1
jibhalDi na jape japmala to jibhalDi nahi, khasaDiyan;
janam teno nahi lekhaman, je na kahewayan hari dasaDiyan ra
mohanjini maya pakhe awar maya jam phansaDiya;
bhane narsainyo tene bhare mari mawaDli das masaDiya 3

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997