wage chhe re wage chhe - Pad | RekhtaGujarati

વાગે છે રે વાગે છે

wage chhe re wage chhe

મીરાંબાઈ મીરાંબાઈ
વાગે છે રે વાગે છે
મીરાંબાઈ

વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદા

વૃંદા તે વનને મારગ જાતાં, વા'લો દાણ દધિનાં માગે છે. વૃંદા

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વા'લો રાસમંડળમાં બિરાજે છે. વૃંદા

પીળાં પીતાંબર, જરકસી જામો, પીળો તે પટકો બિરાજે છે. વૃંદા

કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. વૃંદા

વૃંદા તે વનની કુંજગલનમાં, વહાલો થનક થનક થૈ નાચે છે. વૃંદા

બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, દર્શન થકી દુઃખ ભાગે છે. વૃંદા

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997