રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદા ૦
વૃંદા તે વનને મારગ જાતાં, વા'લો દાણ દધિનાં માગે છે. વૃંદા ૦
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વા'લો રાસમંડળમાં બિરાજે છે. વૃંદા ૦
પીળાં પીતાંબર, જરકસી જામો, પીળો તે પટકો બિરાજે છે. વૃંદા ૦
કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. વૃંદા ૦
વૃંદા તે વનની કુંજગલનમાં, વહાલો થનક થનક થૈ નાચે છે. વૃંદા ૦
બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, દર્શન થકી દુઃખ ભાગે છે. વૃંદા ૦
wage chhe re wage chhe, wrindawan morli wage chhe,
teno nad gaganman gaje chhe wrinda 0
wrinda te wanne marag jatan, walo dan dadhinan mage chhe wrinda 0
wrinda te wanman ras rachyo chhe, walo rasmanDalman biraje chhe wrinda 0
pilan pitambar, jaraksi jamo, pilo te patko biraje chhe wrinda 0
kane te kunDal, mastke mugat, mukh par morli biraje chhe wrinda 0
wrinda te wanni kunjagalanman, wahalo thanak thanak thai nache chhe wrinda 0
bai miranke prabhu giridhar nagar, darshan thaki dukha bhage chhe wrinda 0

સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997