કાનુડે ન જાણી મોરી પીર, બાઈ હું તો બાળકુંવારી
kaanude na jaanii morii piir, bai hun to baalkunvaarii

કાનુડે ન જાણી મોરી પીર, બાઈ હું તો બાળકુંવારી
kaanude na jaanii morii piir, bai hun to baalkunvaarii
મીરાંબાઈ
Meerabai

કાનુડે ન જાણી મોરી પીર, બાઈ હું તો બાળકુંવારી રે,
કાનુડે ન જાણી મોરી પીર.
જલ રે જમના અમે પાણીડાં ગયાં'તાં વહાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઊડ્યાં ફરરરરરરર રે. કાનુડે૦
વૃન્દા રે વનમાં વા'લે રાસ રચ્યો છે;
સોળસેં ગોપીનાં તાણ્યાં ચીર; ફાટ્યા ચરરરરરરર રે. કાનુડે૦
હું વેરાગણ કા'ના! તમારા રે નામની રે;
કાનુડે માર્યાં છે અમને તીર; વાગ્યાં અરરરરરરર રે. કાનુડે૦
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને ફેંકી ઊંચે ગિર; રાખ ઊડી ફરરરરરરર રે. કાનુડે૦



સ્રોત
- પુસ્તક : મીરાંનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી
- પ્રકાશક : ફાર્બસ ગુજરાતી સભા
- વર્ષ : 1986
- આવૃત્તિ : ત્રીજી સંવર્ધિત આવૃત્તિ