મારા વ્હાલા વેપારી રે!
તમે સતનો વેપાર કરજો,
પાંચ-પચ્ચીસની મૂડી કરીને
તમે બજારમાં પરવરજો.
હેત કરીને હાટડી માંડજો, નેમે વિવેકીને વરતજો જી,
પાતર જોઈને ધડો કરજો, તેમાં વસ્તુ તોલાં મૂકજો.
મારા વ્હાલા વેપારી રે!
ધીરધાર ને ઉછીઉધારામાં, અસત નવ આદરજો જી,
સત્ય શબદની સયું કરીને, તમે સરવાળો મેળવજો.
મારા વ્હાલા વેપારી રે!
હાંણ લાભ તો હરિ જાણે, પ્રકટ પરમાણું આદરજો જી,
ગુરુ પ્રતાપે 'પીઠો ભગત' કહે, અમર લોકમાં મળજો.
મારા વ્હાલા વેપારી રે!
mara whala wepari re!
tame satno wepar karjo,
panch pachchisni muDi karine
tame bajarman parawarjo
het karine hatDi manDjo, neme wiwekine waratjo ji,
patar joine dhaDo karjo, teman wastu tolan mukjo
mara whala wepari re!
dhirdhar ne uchhiudharaman, asat naw adarjo ji,
satya shabadni sayun karine, tame sarwalo melawjo
mara whala wepari re!
hann labh to hari jane, prakat parmanun adarjo ji,
guru prtape pitho bhagat kahe, amar lokman maljo

સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : ફેબ્રુઆરી, ૨૦૨૨ (પૃષ્ઠ ક્રમાંક 21)