વેરણ રાત
veran raat
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
કહાં જાઉં રે વેરણ રાત મલી,
કહાં જાઉં રે વેરણ રાત મલી.
ચોરા જોયા મેં ચૌટાં જોયાં,
જોઈ વળી સારી રાજગલી. કહાં...
પીંડી ફાટે મારા પાયા દુખે,
દુઃખનાં દળણાં દળી રે દળી. કહાં...
નરસિંહના સ્વામીએ વેણ વજાડી,
તે રે સમે મારી આંખ મલી. કહાં...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
