vat juae chhe meera - Pad | RekhtaGujarati

વાટ જુએ છે મીરાં

vat juae chhe meera

મીરાંબાઈ મીરાંબાઈ
વાટ જુએ છે મીરાં
મીરાંબાઈ

વાટ જુએ છે મીરાં રાંકડી રે,

ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથ રે. ટેક

મુનિવર સ્વામી મારે મંદિરે પધારો રે,

વહાલા સેવા કરું દિન રાતડી રે. ઊભી...

ફૂલના તે હાર ને ફૂલના તે ગજરા રે,

ફૂલના તોરા ને ફૂલપાંખડી રે. ઊભી...

પાંચે પકવાન્ન મીઠાઈઓ ને મેવા રે,

ઘેબર જલેબી તલસાંકળી રે. ઊભી...

લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,

એલચીદોડા ને તજપાંખડી રે. ઊભી...

સાવ રે સોનાનાં વહાલા સોગઠાં ઢળાવું રે,

રમવા આવો તો જાય રાતડી. ઊભી...

મીરાંબાઈ કે પ્રભુ ગિરધર નાગર,

જોતાં ઠરે મારી આંખડી રે. ઊભી...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941