હું બલિહારી એ વૈરાગ્યને, ઊપજ્યો જેને અંગ જી,
ચૌદ લોકને ચતુરધા, ન ગમે સુખનો સંગ જી... હું બલિહારી૦
સુખ ન ઇચ્છે સંસારનાં, સમજે સ્વપ્ન સમાન જી,
વાત ગમે રે વૈરાગ્યની, તન-સુખ ત્યાગવા તાન જી... હું બલિહારી૦
દુઃખી રે દેખે આ દેહને, રહે રાજી મન માંહ્ય જી,
અનરથનું આ ઘર છે, જાણી ન કરે જતન જી... હું બલિહારી૦
રાત-દિવસ હૃદિયા વિષે, વર્તે એમ વિચાર જી,
હું રે કોણ ને જઈશ ક્યાં? કરું તેનો નિરધાર જી... હું બલિહારી૦
કરું ઉપાય હવે એહનો, ડહોળી દેશ-વિદેશ જી,
કોઈ રે ઉગારે મને કાળથી, સોંપું તેને લઈ શીશ જી... હું બલિહારી૦
રહે આતુરતા એ ઉર વિષે, દેખી દેહી અનિત્ય જી,
સુખ નવ માને સંસારમાં, ન કરે કોઈ શું પ્રીત જી... હું બલિહારી૦
એવી દશા આવ્યા વિના, ન હોય તન-સુખ ત્યાગ જી,
ઉપરનો લાગે લજામણો, વગોણા સરખો વૈરાગ્ય જી... હું બલિહારી૦
હરિ ગુરુ સંત દયા કરે, આવે એહ વિચાર જી,
'નિષ્કુળાનંદ' નિશંક થઈ, સહેજે તરે સંસાર જી... હું બલિહારી૦
hun balihari e wairagyne, upajyo jene ang ji,
chaud lokne chaturdha, na game sukhno sang ji hun balihari0
sukh na ichchhe sansarnan, samje swapn saman ji,
wat game re wairagyni, tan sukh tyagwa tan ji hun balihari0
dukhi re dekhe aa dehne, rahe raji man manhya ji,
anarathanun aa ghar chhe, jani na kare jatan ji hun balihari0
raat diwas hridiya wishe, warte em wichar ji,
hun re kon ne jaish kyan? karun teno nirdhar ji hun balihari0
karun upay hwe ehno, Daholi desh widesh ji,
koi re ugare mane kalthi, sompun tene lai sheesh ji hun balihari0
rahe aturta e ur wishe, dekhi dehi anitya ji,
sukh naw mane sansarman, na kare koi shun preet ji hun balihari0
ewi dasha aawya wina, na hoy tan sukh tyag ji,
uparno lage lajamno, wagona sarkho wairagya ji hun balihari0
hari guru sant daya kare, aawe eh wichar ji,
nishkulanand nishank thai, saheje tare sansar ji hun balihari0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 204)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ