વારો ઓલ્યા પંખીને, મારી ખાંખતે પડિયો
vaaro olyaa pankhiine, maarii khaankhate padiyo
નરસિંહ મહેતા
Narsinh Mehta
વારો ઓલ્યા પંખીને, મારી ખાંખતે પડિયો
vaaro olyaa pankhiine, maarii khaankhate padiyo
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
વારો ઓલ્યા પંખીને, મારી ખાંખતે પડિયો;
વ્રેહને બાણે મારવા વિધાતાએ ઘડિયો. વા૦
પંખીનો શબ્દ સોહામણી, આધી રાત પુકારે;
બાપૈયો નહિ પણ પાપૈયો મરતાંને મારે. વા૦
એક અંધારી રાતડી, બીજી વીજ ઝબૂકે;
કંથ-વિછોહી કામિની, તેનું હૈડું હબૂકે. વા૦
બાપૈયો પિયુ પિયુ કરે, રજની ક્યમ જાયે?
નરસૈંયાચા સ્વામી વિના રખે વહાણું વાયે! વા૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
