vaansaldii! ten shaan tap kiidhaan re? - Pad | RekhtaGujarati

વાંસલડી! તેં શાં તપ કીધાં રે?

vaansaldii! ten shaan tap kiidhaan re?

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
વાંસલડી! તેં શાં તપ કીધાં રે?
નરસિંહ મહેતા

વાંસલડી! તેં શાં તપ કીધાં રે?

અધર-ધરી તું વનમાં ગાજે, ચિત્ત હરીને લીધાં રે. વાં૦

આઠે પહોર મૂકે અળગી, શામળિયા સંગ રાજે રે;

અમ અબળાને ઉર ૫ર આવી બાણ થઈને વાજે રે. વાં૦

કામણ-મોહણ જાણે સઘળું મારા વહાલાજીને (જોયે) રે;

ભણે નરસૈયો : થઈ સ૫રાણી મલપતડી-મન મોહે રે. વાં૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994