ઉપવિત અંતર વ્યાપે નિરંતર, સ્થૂળ સૂક્ષ્મ કારણમાં માન રે,
ત્રણ ગુણ ત્રિમાત્ર ગૂંથ્યા તંતુ, ધારે છે અહં અભિમાન રે... ઉપવિત૦
વિશ્વ વ્યષ્ટિ વિરાટ સમષ્ટિ, વ્યષ્ટિ સમષ્ટિ પ્રાણ રે,
તેજસ વ્યષ્ટિ હિરણ્યગર્ભ ને, વ્યષ્ટિ સમષ્ટિ વ્યાન રે... ઉપવિત૦
વ્યષ્ટિ પ્રાજ્ઞ ને ઈશ સમષ્ટિ, વ્યષ્ટિ સમષ્ટિ અપાન રે,
એ તંતુ નવ ગુણે તેવડી, વીસ સાત પ્રમાણ રે... ઉપવિત૦
પ્રકૃતિ પુરુષની ગ્રંથિ અંતર, નેત્ર કંઠ હૃદય છે સ્થાન રે,
વ્યાપક બ્રહ્મ કપાસ સ્વરૂપે, તે તું પોતે નિર્વાણ રે... ઉપવિત૦
ઉપનેન તજી, મુખ્ય નેણ વિચારો, લક્ષ રૂપ તે તો વિજ્ઞાન રે,
સોહં હંસ સ્વરૂપ આધાર સૂત્રનો, વ્યાપે સર્વેમાં સમાન રે... ઉપવિત૦
જાણે ન અંતર આપ જનોઈ, મૂરખ મૂઢ અજાણ રે,
‘પ્રેમ’ ઉપવિતને ધારે ગુરુગમથી, સ્થાવર જંગમે સમાન રે... ઉપવિત૦
upwit antar wyape nirantar, sthool sookshm karanman man re,
tran gun trimatr gunthya tantu, dhare chhe ahan abhiman re upwit0
wishw wyashti wirat samshti, wyashti samshti pran re,
tejas wyashti hiranygarbh ne, wyashti samshti wyan re upwit0
wyashti pragya ne ish samshti, wyashti samshti apan re,
e tantu naw gune tewDi, wees sat prman re upwit0
prkriti purushni granthi antar, netr kanth hriday chhe sthan re,
wyapak brahm kapas swrupe, te tun pote nirwan re upwit0
upnen taji, mukhya nen wicharo, laksh roop te to wigyan re,
sohan hans swarup adhar sutrno, wyape sarweman saman re upwit0
jane na antar aap janoi, murakh mooDh ajan re,
‘prem’ upawitne dhare gurugamthi, sthawar jangme saman re upwit0

સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ પહેલો (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : ઓશિંગણ
- પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
- વર્ષ : 1909