રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનારાયણનું નામ લેતાં વારે તેને તજીએ રે;
મનસાદ-વાચા-કર્મણાએ શ્રીલક્ષ્મીવરને ભજીએ રે. ના૦ ૧
કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે;
ભગિની, સુત, દારાને તજીએ, જેમ તજે કાંચળી સાપ રે. ના૦ ર
પ્રથમ પિતા પ્રહ્લાદે તજિયા, નવ તજિયું હરિનું નામ રે;
ભરત-શત્રુઘ્ને માતા તજિયાં, નવ તજિયા શ્રીરામ રે. ના૦ ૩
ઋષિ-પત્નીએ શ્રીહરિને કાજે તજિયા નિજ ભરથાર રે;
તે માટે કોઈ દોષ ન લાગ્યો, પામી પદારથ ચાર રે. ના૦ ૪
narayananun nam letan ware tene tajiye re;
mansad wacha karmnaye shrilakshmiwarne bhajiye re na0 1
kulne tajiye, kutumbne tajiye, tajiye ma ne bap re;
bhagini, sut, darane tajiye, jem taje kanchli sap re na0 ra
pratham pita prahlade tajiya, naw tajiyun harinun nam re;
bharat shatrughne mata tajiyan, naw tajiya shriram re na0 3
rishi patniye shriharine kaje tajiya nij bharthar re;
te mate koi dosh na lagyo, pami padarath chaar re na0 4

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997